• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

અમદાવાદ એરપોર્ટ પર ફસાઈ કૃતિ સેનન, સવારે 4 વાગે લોકોએ સેલ્ફી લેવા ઘેરી લીધી

|

મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણી ફ્લાઈટ્સને કેન્સલ કરી દેવામાં આવી તો અમુક ફ્લાઈટના રૂટ બદલી દેવામાં આવ્યા. એવામાં અભિનેત્રી કૃતિ સેનન મુંબઈ પહોંચવાના બદલે અમદાવાદ પહોંચી ગઈ. કૃતિ 4 કલાકમાં ફ્લાઈટમાં ફસાયેલી રહી. ત્યારબાદ જ્યારે તે બહાર નીકળી તો પણ તેની મુશ્કેલીઓ ખતમ ન થઈ. એરપોર્ટ પર તેને સવારે 4 વાગે ફેન્સની ભીડે સેલ્ફી લેવા માટે ઘેરી લીધી.

હા, આ ઘટનાની માહિતી એક ટ્વિટર યુઝરે સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે લખ્યુ, 'કંઈ થઈ એવુ, કૃતિ સેનન પણ અમદાવાદ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. કારણકે મુંબઈ એરપોર્ટ બંધ છે. બિચારી છોકરી જેવી વૉશરૂમ માટે ગઈ ત્યાં હાજર ભીડે સવારે 4 વાગે એક સેલ્ફી લેવા માટે ઘેરી લીધી. જી હા, 4 વાગે સવારે. આપણે લોકો બેઝિક શિષ્ટાચાર ક્યારે શીખશે.' દર વર્ષની જેમ મુંબઈના આ વરસાદમાં સામાન્ય જનજીવન ઠપ્પ થઈ ગયુ. કૃતિ સેનનની જેમ બોલિવુડની સેલિબ્રિટી વરસાદના કારણે મુશ્કેલીમાં ફસાઈ ગયા. અભિનેત્રી રકુલ પ્રીત પણ કલાકો સુધી એરપોર્ટ પર ફસાયેલી રહી. વળી, સોનમ કપૂરે એક ટ્વીટ કરીને પૂછ્યુ હતુ કે છેવટે એરપોર્ટ ખુલ્યા કે નહિ, કોઈ જણાવશે.

વળી, બોલિવુડ સ્ટાર અક્ષય કુમારના પણ કંઈક આવા જ હાલ રહ્યા. તે પોતાના આખા પરિવાર સાથે રજાઓ માણવા લંડન જવાના હતા પરંતુ એરપોર્ટ પર પહોંત્યા બાદ બધી ફ્લાઈટ્સ કેન્સલ થઈ ગઈ અને તેમને ઘરે પાછા આવવુ પડ્યુ. ફિલ્મોની વાત કરીએ તો 'લુકા છૂપી'ની બેજોડ સફળતા બાદ કૃતિ સેનન હવે દિલજીત દોસાંઝ સાથે 'અર્જૂન પટિયાલા'માં જોવા મળવાની છે. વળી, ડિસેમ્બરમાં આવશે આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાનીપત' જેમાં અર્જૂન કપૂર સાથે જોવા મળશે.

આ પણ વાંચોઃ મુંબઈમાં વિનાશ વેર્યા બાદ રાજસ્થાન પહોંચ્યુ ચોમાસુ, આજે 8 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવનાઆ પણ વાંચોઃ મુંબઈમાં વિનાશ વેર્યા બાદ રાજસ્થાન પહોંચ્યુ ચોમાસુ, આજે 8 રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના

English summary
kriti sanon gets mobbed by fans at 4 am for a selfie at ahmedabad airport
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X