For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિશ 3ની ફર્સ્ટ ડે કમાણી 20 કરોડ, કોઈ રેકૉર્ડ ન તુટ્યું

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 2 નવેમ્બર : ક્રિશ 3 ફિલ્મે બૉક્સ ઑફિસે શરુઆત તો બહુ સારી કરી, પણ ફિલ્મ કોઈ રેકૉર્ડ તોડવામાં સફળ રહી નથી. ક્રિશ 3એ પહેલા દિવસે બૉક્સ ઑફિસે 20 કરોડની કમાણી કરી છે. જોકે ટ્રેડ એક્સપર્ટ્સને વિશ્વાસ હતો કે ફિલ્મ બૉક્સ ઑફિસ ઉપર ધમાલ મચાવશે અને સાથે જ શાહરુખ ખાનની ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મના રેકૉર્ડ પણ તોડશે. ઉપરાંત એમ પણ કહેવાતુ હતું કે હૃતિક રોશનની જ ફિલ્મ અગ્નિપથની પહેલા દિવસની 23 કરોડની કમાણીના રેકૉર્ડને પણ ક્રિશ 3 તોડી પાડશે.

krrish-3
પરંતુ ક્રિશ 3ના પ્રથમ દિવસની કમાણીની વિગતે આ તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ક્રિશ 3 ફિલ્મ આમાંનો કોઈ પણ રેકૉર્ડ તોડી શકી નથી. જોકે હજી પહેલું વીકેન્ડ બાકી છે અને આશા છે કે દિવાળી તહેવારો દરમિયાન ક્રિશ 3ના કલેક્શનમાં મોટો ઉછાળો આવશે. ક્રિશ 3ની રિલીઝના પહેલા દિવસે ટ્રેડ એક્સપર્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યુ હતું - મલ્ટીપ્લેક્સિસમાં ક્રિશ 3ના ઓપનિંગ શોની લગભગ 85 ટકા ટિકિટો વેચાઈ ચુકી છે. ક્યાંક તો 100 ટકા પણ. સિંગલ સ્ક્રીન્સની તો સો ટકા ટિકિટો વેચાઈ ચુકી છે. આ બહેતરીન શરુઆત છે. કોમલ નાથાએ ટ્વીટ કર્યુ હતું - દિવાળી પહેલાનો સમય હંમેશા ઇન્ડસ્ટ્રી માટે નિરાશાજનક જ રહ્યો છે, પણ ક્રિશ 3 જેવી બહેતરીન ફિલ્મ લોકોની આવી વિચારસરણી બદલી શકે છે.

નોંધનીય છે કે હૃતિક રોશન અભિનીત અગ્નિપથે પહેલા જ દિવસે લગભગ 23 કરોડ રુપિયાની કમાણી કરી હતી, તો ચેન્નઈ એક્સપ્રેસનું પહેલા દિવસનું કલેક્શન 33.12 કરોડ હતું કે જે સૌથી મોટો રેકૉર્ડ છે, પણ ટ્રેડ એક્સપર્ટ્સનું કહેવુ હતું કે ક્રિશ 3 કે જે એક સાથે 4000 સ્ક્રીન્સ ઉપર રિલીઝ થાય છે, તેથી તે સરળતાથીઆ રેકૉર્ડ તોડી શકશે, પણ આવુ થયુ નથી.

English summary
Hrithik Roshan's highly-anticipated movie Krrish 3 starring Kangana Ranaut and Priyanka Chopra, has got an earth-shattering opening at the Indian Box Office. Released in huge number of theatres in the country.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X