• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાનદાર ઓપનિંગ : 200 કરોડનો આંકડો સ્પર્શશે ક્રિશ 3!

|

મુંબઈ, 1 નવેમ્બર : આજે સિલ્વર સ્ક્રીન ઉપર ક્રિશ 3 રિલીઝ થઈ છે. સમીક્ષકોની નજરોમાં ફિલ્મ બહેતરીન છે, તો હૃતિકના ફૅન્સ માટે સારા સમાચાર છે કે ફિલ્મે શાનદાર ઓપનિંગ કરી છે. આ સાથે જ ઘણા સમયથી આંસૂ સારતું બૉક્સિ ઑફિસ આજે બહુ ખુશ છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આગામી દિવસોમાં પણ ફિલ્મ શાનદાર પ્રદર્શન કરશે. ફિલ્મમાં અભિનેતા હૃતિક રોશને ફરી સુપરમૅન તરીકે કમબૅક કર્યું છે.

ક્રિશ 3 ફિલ્મ માટે જેટલા વખાણ હૃતિકના થઈ રહ્યાં છે, તેનાથી વધુ વખાણ વિવેક ઓબેરૉયના થઈ રહ્યાં છે કે જેઓ ફિલ્મમાં કાલ બન્યાં છે. આ સાથે જ ક્રિશ 3માં પ્રિયંકા ચોપરા તેમજ કંગના રાણાવતે પણ લોકોનું ધ્યાન આકર્ષ્યું છે. પીવીઆર પિક્ચર્સના સીઓઓ દીપક શર્મા કહે છે - ફિલ્મની શરુઆત ઘણી સારી થઈ છે. ક્રિશ 3 ધમાકેદાર રીતે સફળ થનાર છે. શર્માએ તો ક્રિશ 3ની સરખામણી ચેન્નઈ એક્સપ્રેસ સાથે કરી નાંખી અને જણાવ્યું કે ક્રિશ 3 ફિલ્મ 200 કરોડ રુપિયા સુધીની કમાણી કરી શકે છે.

નોંધનીય છે કે 100-150 કરોડ રુપિયાના બજેટમાં નિર્મિત ક્રિશ 3 શુક્રવારે 3500 થિયેટરોમાં રિલીઝ થઈ છે. ખાસ વાત એ છે કે શાહરુખના બૅનર રેડ ચિલીઝ એંટરટેનમેંટના ઉપખંડ રેડ ચિલીઝ વીએફએક્સે ક્રિશ 3ના સ્પેશિયલ ઇફેક્ટ્સ માટે કામ કર્યું છે કે જેનો ખર્ચો લગભગ 26 કરોડ રુપિયા છે.

English summary
The much-awaited superhero film 'Krrish 3' that released Friday started on a heroic note all over the country and is expected to perform great in coming days too, say experts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X