• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુશાલ પંજાબીની સુસાઈડ નોટ મળી, દોસ્તે પણ જણાવ્યુ આત્મહત્યાનુ કારણ

|

જાણીતા અભિનેતા કુશાલ પંજાબીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. તે માત્ર 37 વર્ષના હતા. કુશાલનુ શબ તેમના ઘરમાંથી લટકેલી હાલતમાં મળી આવ્યુ. બાંદ્રા પોલિસે શુક્રવારે જણાવ્યુ કે તેમને કુશાલના ઘરેથી સુસાઈડ નોટ મળી છે. જેમાં તેમણે લખ્યુ છે, 'મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી.' કુશાલ માત્ર ટેલિવિઝન નહિ પરંતુ બોલિવુડમાં પણ ખૂબ જાણીતા હતા.

સુસાઈડ નોટમાં શું કહ્યુ?

સુસાઈડ નોટમાં શું કહ્યુ?

હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ અનુસાર ડીસીપી પરમજીત સિંહે કહ્યુ, ‘અમને સુસાઈડ નોટ મળી જેમાં તેમણે લખ્યુ છે કે આના માટે કોઈ પણ જવાબદાર ગણવામાં ન આવે. અમે તપાસ કરી રહ્યા છે.' કુશાલના નિધનનો ખુલાસો તેના દોસ્ત કરણવીર બોહરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર કર્યો હતો. કેસની તપાસ કરનાર અધિકારીઓનુ કહેવુ છે કે કુશાલે ગુરુવારે કોઈનો ફોન નહોતો ઉઠાવ્યો.

કોઈનો ફોન નહોતા ઉઠાવી રહ્યા કુશાલ

કોઈનો ફોન નહોતા ઉઠાવી રહ્યા કુશાલ

પોલિસે જણાવ્યુ કે કુશાલના માતાપિતા ગુરુવારે બપોરે 2 વાગ્યાથી તેમને ફોન કરી રહ્યા હતા પરંતુ તે કોઈ જવાબ નહોતા આપી રહ્યા. ત્યારે તેમણે તેમની પાસે આવવાનુ વિચાર્યુ. તેમના માતાપિતા રાતે 10.30 વાગે તેમના ઘરે પહોંચ્યા તો તેમને દરવાજો બંધ મળ્યો. તેમણે 10.50 એ દરવાજો ખોલ્યો અને ફ્લેટમાં આવ્યા. ત્યારે તેમને પોતાનો દીકરો બેભાન અવસ્થામાં મળી આવ્યો. તે ફંદા પર લટકેલો હતો. પડોશીઓએ રાતે 11.10 વાગે પોલિસને ઘટનાની સૂચના આપી અને કુશાલની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. અહીં ડૉક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા.

આ પણ વાંચોઃ ઈશ્ક મે મરજાવાં ફેમ અભિનેતા કુશાલ પંજાબીનુ 37 વર્ષની વયે નિધન, સુસાઈડ નોટ મળી

દોસ્ત ચેતન હંસરાજે શું કહ્યુ?

દોસ્ત ચેતન હંસરાજે શું કહ્યુ?

પોલિસના જણાવ્યા અનુસાર કુશાલે હવે આ પગલુ ઉઠાવ્યુ ત્યારે તે પોતાના ઘરે એકલા હતા. તેમની પત્ની વિદેશમાં હતી. વળી, તેમના દોસ્ત ચેતન હંસરાજે જણાવ્યુ કે કુશાલનુ દામ્પત્યજીવન બરાબર નહોતુ ચાલી રહ્યુ. જેના કારણે તે ડિપ્રેશનમાં હતા. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથે વાતચીતમાં ચેતને કહ્યુ, ‘હા, તેણે આત્મહત્યા કરી છે. તે પોતાની પત્નીથી અલગ થઈને દુઃખમાં હતા અને છેલ્લા ઘણા સમયથી બિમાર હતા. મે થોડા દિવસ પહેલા તેમની સાતે વાત કરી. ત્યારે તેણે મને જણાવ્યુ કે તે ઘણો દુઃખી છે. મે તેને સમજાવવાની બહુ કોશિશ કરી હતી કે તેણે આ બધાથી દુઃખી ન થવુ જોઈએ અને આગળ વધવુ જોઈએ. મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે તે આવુ પગલુ ઉઠાવી લેશે.'

કરણવીરે શોક વ્યક્ત કર્યો

કરણવીરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કુશાલના નિધન વિશે જણાવ્યુ છે. તેમણે લખ્યુ છે, ‘તારા આ રીતે જવાથી ઝટકો લાગ્યો છે. હું આ માનવા માટે તૈયાર નથી કે તુ હવે આ દુનિયામાં નથી રહ્યો. હું તને ખૂબ જ યાદ કરવાનો છુ. તે પોતાના જીવનમાં ઘણા લોકોને પ્રેરણા આપી છે. મને પણ આપી છ. હું જાણુ છુ કે તુ હવે આનાથી વધઉ સારી દુનિયામાં છે.' મીડિયા રિપોર્ટ અનુસાર કુશાલે પોતાના મુંબઈ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી છે. જો કે આની પાછળનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી.

ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા

ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા

તમને જણાવી દઈએ કે કુશાલ પંજાબી હાલમાં જ ટીવી શો ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા હતા. આ શોમાં તે ડેનીની ભૂમિકામાં દેખાયા. તેમનો આ રોલ ઘણો લોકપ્રિય પણ થયો. આ શો ઉપરાંત કુશાલ ફીયર ફેક્ટર, આસમાન સે આગે, એક સે બઢકર એક, જોર કા ઝટકા, સીઆઈડી, હમ તુમ, ઝલક દીખલા જા 7, ક્યા હાલ મિસ્ટર પાંચાલ, સજન રે ફિર જૂઠ મત બોલો જેવા શોમાં દેખાયા છે.

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ

જો ફિલ્મી દુનિયાની વાત કરીએ તો તે છેલ્લી વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ અ જેન્ટલમેનમાં જોવા મળ્યા હતા. આ સાથે જ તે ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરણ જોહરની કાલ, ધન ધનાધન ગોલ, અને શ્શ્શ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે. તેમણે બે દિવસ પહેલા જ પોતાના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો હતો.

દોસ્તોએ વ્યક્ત કર્યુ દુઃખ

દોસ્તોએ વ્યક્ત કર્યુ દુઃખ

ગાયક બાબા સહેગલે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો. તેમણે લખ્યુ છે, ‘મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે કુશાલ હવે નથી રહ્યા. તે દરેક પ્રકારના પડકારોનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહેતા હતા અને સારા પિતા હતા. તે મારા દોસ્તથી વધુ મારા નાના ભાઈ હતા.' વળી, શ્વેતા તિવારીએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યુ છે. તેણે લખ્યુ છે, ‘શું??? હે ભગવાન! ક્યારે? અને કેવી રીતે?' રવિ દૂબેએ લખ્યુ છે, ‘શું???'

English summary
kushal punjabi killed himself, police recovered suicide note, his friend also reveal some truth.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more