• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કુશલ પંજાબીની શોકસભામાં મોઢુ ઢાંકીને પહોંચી પત્ની, જુઓ Video

|

અભિનેતા કુશલ પંજાબીએ ગુરુવારે સાંજે મુંબઈ બાંદ્રા સ્થિત પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી હતી. તે માત્ર 37 વર્ષના હતા. રવિવારે તેમની શોકસભા રાખવામાં આવી હતી. જેમાં ટેલિવિઝન જગતના જાણીતા લોકો પહોંચ્યા હતા. બધાએ કુશલના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. આ દરમિયાન તેમની પત્ની ઑડ્રી ડૉલેન પણ જોવા મળી. પરંતુ તેણે પોતાના ચહેરા પર દુપટ્ટો ઢાંકેલો હતો. કુશલની પત્ની તેમના મોત બાદ પહેલી વાર શોકસભામા જ જોવા મળી.

અન્ય સ્ટાર્સ પણ દેખાયા

અન્ય સ્ટાર્સ પણ દેખાયા

શોકસભામા પહોંચેલા બાકીના સ્ટાર્સના પણ વીડિયો અને ફોટા સામે આવ્યા છે. કુશલની શોકસભામાં કરણવીર બોહરા, કવિતા કૌશિક, ચેતન હંસરાજ સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા. આ દરમિયાન બધા ખૂબ દુઃખી જણાયા. કુશલે 2015મા યુરોપિયન ગર્લફ્રેન્ડ ઑડ્રી ડૉલેન સાથે લગ્ન કર્યા હતા. એપ્રિલ 2016માં તેમના દીકરાનો જન્મ થયો. જે અત્યારે ત્રણ વર્ષનો થઈ ચૂક્યો છે.

ગોવામાં બીચ વેડિંગ કર્યુ હતુ બંનેએ

આ લગ્ન કુશલે પહેલા ઈસાઈ અને બાદમાં હિંદુ રીતિ રિવાજથી કર્યા. બંનેનુ દામ્પત્યજીવન બરાબર નહોતુ ચાલી રહ્યુ. માનવામાં આવી રહ્યુ છે કે કુશલ આના કારણે ડિપ્રેશનમા હતા અને આટલા માટે તેમણે આ પગલુ ઉઠાવ્યુ. બંને અલગ થઈ ગયા હતા. કુશલના દોસ્ત ચેતન હંસરાજે એક સમાચાર વેબસાઈટ સાથે વાતચીતમાં કહ્યુ કે ઑડ્રી જલ્દી કુશલથી છૂટાછેડા લેવા ઈચ્છે છે જેની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી હતી.

આ પણ વાંચોઃ શિરડી સાંઈ દરબારમાં તૂટ્યો દાનનો રેકોર્ડ, જાણો આ વર્ષની ચઢાવાની રકમ

દીકરાને મળવા ચીન ગયા હતા

કુશલની પત્ની ઑડ્રી ફ્રાંસની કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી હતી જ્યાંથી તેની ટ્રાન્સફર ચીનના એકશહેરમા થઈ ગઈ. તે ચીનના શાંઘાઈમાં એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે અને પોતાના દીકરા સાથે રહે છે. ચેતને જણાવ્યુ કે કુશલ 3-4 દિવસ પહેલા જ પોતાના દીકરામે મળવા માટે ચીન ગયા હતા. જો કે કુશલે પોતાની સુસાઈડ નોટમાં કોઈને પણ પોતાની મોત માટે જવાબદાર ગણાવ્યા નથી. તેણે પોતાની સંપત્તિ પોતાના માતાપિતા, પુત્ર અને બહેનવચ્ચે વહેંચવાની વાત નોટમાં લખી છે. આમાં પણ તેણે પોતાની પત્નીનો ઉલ્લેખ કર્યો નથી.

કુશાલ હાલમાં જ ટીવી શો ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા

કુશાલ હાલમાં જ ટીવી શો ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા

કુશાલ પંજાબી હાલમાં જ ટીવી શો ઈશ્ક મે મરજાવાંમાં દેખાયા હતા. આ શોમાં તે ડેનીની ભૂમિકામાં દેખાયા. તેમનો આ રોલ ઘણો લોકપ્રિય પણ થયો. આ શો ઉપરાંત કુશાલ ફીયર ફેક્ટર, આસમાન સે આગે, એક સે બઢકર એક, જોર કા ઝટકા, સીઆઈડી, હમ તુમ, ઝલક દીખલા જા 7, ક્યા હાલ મિસ્ટર પાંચાલ, સજન રે ફિર જૂઠ મત બોલો જેવા શોમાં દેખાયા છે.

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ

ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યુ

જો ફિલ્મી દુનિયાની વાત કરીએ તો તે છેલ્લી વાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ફિલ્મ અ જેન્ટલમેનમાં જોવા મળ્યા હતા. આ સાથે જ તે ફરહાન અખ્તરની ફિલ્મ લક્ષ્ય, કરણ જોહરની કાલ, ધન ધનાધન ગોલ, અને શ્શ્શ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમના પરિવારમાં તેમની પત્ની અને એક પુત્ર છે. તેમણે બે દિવસ પહેલા જ પોતાના પુત્ર સાથે એક ફોટો શેર કર્યો હતો.

English summary
kushal punjabi wife Audrey Dolhen hides her face with dupatta in prayer meet of her husband, see in video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X