For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અજય દેવગનની બ્લોક બસ્ટર, સલમાન ખાન ફ્લોપ, બંધ થવાની છે આ 10 ફિલ્મો

બોલીવુડમાં ફિલ્મો તો દર વર્ષે બને છે, પરંતુ તેમાંથી કેટલીક હિટ થાય છે, તો કેટલીક ફ્લોપ જાય છે. તો બોલીવુડમાં એક ટ્રેન્ડ હંમેશા ચર્ચામાં રહે છે.

|
Google Oneindia Gujarati News

બોલીવુડમાં ફિલ્મો તો દર વર્ષે બને છે, પરંતુ તેમાંથી કેટલીક હિટ થાય છે, તો કેટલીક ફ્લોપ જાય છે. તો બોલીવુડમાં એક ટ્રેન્ડ હંમેશા ચર્ચામાં રહે છે. જે છે સુપરહિટ ફિલ્મોની સિક્વલનો ટ્રેન્ડ. પરંતુ હંમેશા એવું નથી હોતું કે હિટ ફિલ્મની સિક્વલ પણ હિટ જ થાય. કેટલીકવાર સિક્વલ એટલી બકવાસ હોય છે કે તેને ઓડિયન્સ મેળવવાના પણ ફાંફા પડે છે. આવી જ એક સિક્વલને 4 વર્ષ થઈ ગયા છે. તે ક્યારે આવી, ક્યારે ગઈ તેની કોઈને ખબર પણ નથી પડી.

અમે વાત કરી રહ્યા છીએ 4 વર્ષ પહેલા આવેલી ક્યા કૂલ હૈ હમ 3ની. 2005માં ફિલ્મ ક્યા કૂલ હૈ હમ રિલીઝ થઈ હતી. દર્શકોને ફિલ્મ પસંદ પણ આવી હતી. બાદમાં મેકર્સે આ ફિલ્મને ફ્રેન્ચાઈઝી બનાવી અને સેક્સ કોમેડીના નામે ફાલતૂ કોન્ટેન્ટ આપ્યું, જો કે ઓડિયન્સે તેને રિજેક્ટ કર્યું. આવા જ ટ્રેન્ડને કારણે સલમાન પણ પરિણામ ભોગવી ચૂક્યા છે. તેમની ફિલ્મ રેસ 3ને એટલા નેગેટિવ રિવ્યુ મળ્યા કે ખુદ સલમાન ખાન પણ પરેશાન છે.

આ પણ વાંચો: 2019ના 10 મોસ્ટ એલિજિબલ બેચલર, હવે તો કરી લો લગ્ન!

એક તરફ જ્યાં ગોલમાલ અને હાઉસફૂલ જેવી સુપરહિટ સિક્વલ સિરીઝ છે, તો બીજી તરફ એવી પણ સિક્વલ છે, જેને ઓડિયન્સ ખરાબ રીતે રિજેક્ટ કરી ચૂકી છે. કેટલીક ફિલ્મો સિંગલ જ સારી હોય છે, તેમની સિક્વલ ફક્ત ફિલ્મને બરબાદ કરવા માટે જ બને છે. આગળ વાત કરીએ એવી ફિલ્મોની જેમની સિક્વલ બંધ કરી દેવી જોઈએ.

રેસ

રેસ

ગત વર્ષે રેસ 3 આવી. આ ફિલ્મને ખુદ સલમાન ખાન ક્યારેય નહીં ભૂલી શકે. એક ફિલ્મે સલમાન ખાનની ઈમેજને એટલો ધક્કો પહોંચાડ્યો કે સલમાન હવે દરેક પગલું ધ્યાનથી ભરશે. રેસ 3 એક બ્લોકબસ્ટર ફિલ્મની ફ્રેન્ચાઈઝી છે, પરંતુ આ ફિલ્મમાં દર્શકોનો રસ ઓછો થઈ ચૂક્યો છે. ખુદ સલમાનના નામે પણ ફિલ્મ નથી ચાલી.

1920

1920

2008માં આવેલી ફિલ્મ 1920ને લોકોએ ખૂબ વખઆણી હતી. આ ફિલ્મના હૉરર સીન્સે લોકોના રૂંવાડા ઉભા કરી દીધા. આ ફ્રેન્ચાઈઝીની અત્યાર સુધઈ 4 ફિલ્મો આવી ચૂકી છે, અને દરેક ફિલ્મ સાથે તેને ઑડિયન્સ ઘટી છે. 2017માં છેલ્લો પાર્ટ ફ્લોપ સાબિત થયો હતો.

હેટ સ્ટોરી

હેટ સ્ટોરી

2012માં આવેલી આ ફિલ્મને જબરજસ્ત સફળતા મળી હતી. જો કે આ ફિલ્મ બાદ એક્ઝોટિક કોન્ટેટ વાળી ફિલ્મોની અલગ ઓડિયન્સ બની, પરંતુ બાદમાં આવેલા આ ફ્રેન્ચાઈઝીના તમામ પાર્ટ ફ્લોપ સાબિત થયા.

મસ્તી

મસ્તી

એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાત કરતી આ ફિલ્મની 3 સિક્વલ બની ચૂકી છે. ફિલ્મ આગળ વધતા વધતા એડલ્ટ કોમેડી બની ગઈ, જેમાં કોઈ જ ઢંગઢડા નહોતા. જેને કારણે ઓડિયન્સે આ ફ્રેન્ચાઈઝીને પણ રિજેક્ટ કરી નાખી.

ઈશ્કિયાં

ઈશ્કિયાં

વિદ્યાબાલન, નસીરુદ્દીન શાહ અને અર્શદ વારસીની આ ફિલ્મને દર્શકોએ પસંદ કરી હતી. જો કે બાદમાં મેકર્સે તેની સિક્વલ દેઢ ઈશ્કિંયાં બનાવી અને ફ્રેન્ચાઈઝીને બરબાદ કરી નાખી.

કમાન્ડો

કમાન્ડો

વિદ્યુત જામવાલની ફિલ્મ કમાન્ડો શાનદાર એક્શન સિકવન્સને કારણે ઓડિયન્સને પસંદ આવી હતી, ફિલ્મ હિટ પણ હતી. જો કે તેની સિક્વલમાં ફરી એક્શન સીન્સ જોઈને ઓડિયન્સ બોર થઈ અને આ ફિલ્મને પણ રિજેક્શન સહન કરવું પડ્યું.

રાઝ

રાઝ

2002માં બિપાશા બાસુ અને ડિનો મોરિયાની આ ફિલ્મ જબરજસ્ત હિટ રહી હતી. દર્શકોએ ફિલ્મને વખાણી પરંતુ સિક્વલ બનાવી બનાવીને મેકર્સે દર્શકોને બોર કરી દીધા.

સરકાર

સરકાર

અમિતાભ બચ્ચનની પોલિટિકલ ડ્રામા ફિલ્મને દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી. આ ફિલ્મની પણ ત્રણ સિક્વલ બનાવી અને આ તમામ ફિલ્મો ફ્લોપ રહી.

English summary
These siquales ruined their frenchise films
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X