For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયંતાભાઈને જગ્યા જ નથી મળી રહી થિયેટરોમાં

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 ફેબ્રુઆરી : ઘણાં વખત પછી એવું થઈ રહ્યું છે કે ગત સપ્તાહે રિલીઝ થયેલી ફિલ્મોના શો એટલા સારા જઈ રહ્યાં છે કે ગઈકાલે રિલીઝ થયેલી ફિલ્મોને થિયેટરોમાં જગ્યાં જ નથી મળી શકી રહી. ગઈકાલે વિવેક ઓબેરૉય અને નેહા શર્મા અભિનતી જયંતાભાઈ કી લવ સ્ટોરી અને મર્ડર 3 ફિલ્મો રિલીઝ થઈ છે, પરંતુ આ ફિલ્મો દર્શાવવા માટે થિયેટર માલિકો અગાઉથી ચાલતી ફિલ્મો હટાવવા તૈયાર નથી.

vivek

આ અંગે ફિલ્મ વિતરકોનું કહેવું છે કે ગત શુક્રવારે રિલીઝ થયેલી એબીસીડી (એની બડી કૅન ડાંસ) તથા સ્પેશિયલ 26 ફિલ્મોને હજીય મોટી સંખ્યામાં દર્શકો મળી રહ્યાં છે. તેથી અમે હજી આ ફિલ્મો હટાવવા નથી માંગતાં. આ બંને જ ઓછા બજેટની ફિલ્મો છે તથા તેનાથી અમને મોટો ફાયદો મળી રહ્યો છે અને દર્શકો પણ સારી સંખ્યામાં મળી રહ્યાં છે.

બિહારના એક વિતરક તથા પ્રદર્શક અરવિંદ શર્માનું કહેવું છે કે મને નથી યાદ આવતું કે આવું છેલ્લે ક્યારે થયુ હતું કે જ્યારે ગત સપ્તાહની ફિલ્મોના કારણે નવી ફિલ્મોને જગ્યા ન મળી હોય. જોકે તેમનું કહેવું છે કે અમે મર્ડર 3 રિલીઝ કરવાની વ્યવસ્થા કરી રહ્યાં છીએ, કારણ કે મર્ડર સિરીઝની ફિલ્મો ખૂબ સફળ રહી છે. બીજી બાજુ સ્પેશિલ 26 અને એબીસીડી મધ્યમ બજેટની ફિલ્મો હોવાથી અમને ફાયદો મળી રહ્યો છે. તે જોતાં જયંતાભાઈ કી લવ સ્ટોરી ફિલ્મને અવકાશ જ નથી મળી રહ્યો.

English summary
New movies 'Jayantabhai Ki Love Story' and 'Murder Three' are facing the problem of 'lack of cinema screens.'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X