For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભૂષણ કુમાર પર યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ ફરિયાદ પાછી લીધી

ટી સીરિઝ કંપનીના માલિક ભૂષણ કુમાર સામે જે મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેણે પોતાનો કેસ પાછો લઈ લીધો છે.

|
Google Oneindia Gujarati News

ટી સીરિઝ કંપનીના માલિક ભૂષણ કુમાર સામે જે મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો તેણે પોતાનો કેસ પાછો લઈ લીધો છે. મહિલાએ પહેલા મુંબઈના સ્થાનિક પોલિસ સ્ટેશનમાં ભૂષણ કુમાર સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો પરંતુ પોલિસે જણાવ્યુ કે મહિલાએ ગુરુવારે ફરિયાદ દાખલ કર્યાના અમુક કલાક બાદ જ પોતાનો કેસ પાછો લઈ લીધો છે. વળી, પોતાના ઉપર લાગેલા યૌન શોષણના આરોપને ભૂષણ કુમારે પાયાવિહોણા ગણાવ્યા હતા.

ફરિયાદ પાછી લેવા માટે લખ્યો પત્ર

ફરિયાદ પાછી લેવા માટે લખ્યો પત્ર

ઓશીવારા પોલિસ સ્ટેશનના વરિષ્ઠ પોલિસ અધિકારીને લખેલા પત્રમાં કહ્યુ કે તેમણે ભૂષણ કુમાર સામે ગુસ્સામાં અને ડિપ્રેશનમાં ફરિયાદ નોંધાવી હતી, તેમના પર લાગેલા આરોપ સાચા નથી. મહિલાએ પોતાના પત્રમાં લખ્યુ કે મારો ઈરાદો ભૂષણ કુમારની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો નહોતો. હું તેમની સામે કોઈ પણ પ્રકારનું ખોટુ નિવેદન નહિ કરુ અને ભવિષ્યમાં પણ તેમની પર આરોપ નહિ લગાવુ. આ પહેલા મહિલાએ બુધવારે હાથથી લખેલા પત્ર દ્વારા ભૂષણ કુમાર સામે ફરિયાદ નોંધાવી હતી.

પૈસા માટે લગાવ્યો આરોપ

પૈસા માટે લગાવ્યો આરોપ

ગુરુવારે મહિલાએ પોતાની ફરિયાદ પાછી લેવા માટે જે પત્ર પોલિસ અધિકારીને આપ્યો તે ટાઈપ કરેલો હતો. બુધવારે મહિલાએ આરોપ લગાવ્યો હતો કે ભૂષણ કુમારે કામ આપવાના નામ પર તેની સાથે યૌન શોષણ કર્યુ છે. પોતાના ઉપર લાગેલા આરોપ પર ભૂષણ કુમારે કહ્યુ કે તેમના ઉપર લાગેલા આરોપ પાયાવિહોણા અને નકલી છે. મહિલાએ અપીલ કરી છે કે સોનુ કે ટીટુ કી સ્વીટીના પ્રોડ્યુસર અને ભૂષણ કુમારના અંકલ કૃષ્ણ કુમાર તેની સામે નોંધાવેલી ફરિયાદ પણ પાછી લઈ લે જે અંબોલી પોલિસ સ્ટેશનમાં 14 જાન્યુઆરીએ નોંધાવવામાં આવી છે.

પૈસા માટે લગાવ્યો આરોપ

પૈસા માટે લગાવ્યો આરોપ

ટી સીરિઝ તરફથી એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ છે કે કૃષ્ણ કુમારે મહિલા સામે અંબોલી પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે કે જે ભૂષણ કુમાર પર લાગેલા આરોપ પહેલા નોંધવામાં આવ્યો છે. મહિલા પર પૈસા માંગવા માટે ધમકી આપવાનો કેસ કરવામાં આવ્યો છે. મહિલાએ કૃષ્ણ કુમારને ધમકી આપી હતી કે જો તેને પૈસા નહિ મળે તો તેમની સામે નકલી યૌન શોષણનો કેસ કરશે. આ કેસ માત્ર કૃષ્ણ કુમાર જ નહિ પરંતુ ભૂષણ કુમાર સામે પણ કરાવશે.

મી ટુ અભિયાન

મી ટુ અભિયાન

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એક વ્યક્તિએ ટ્વીટર પર ભૂષણ કુમાર પર આરોપ લગાવ્યો હતો કે ત્રણ ફિલ્મમાં કામ આપવાના નામે તેનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જો કે તે વખતે પણ ભૂષણ કુમારે પોતાના ઉપર લાગેલા આરોપોને ફગાવી દીધા હતા. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મી ટુ અભિયાન શરૂ થયા બાદ ફિલ્મી સિતારા આની ઝપટમાં આવી ગયા છે. આની શરૂઆત સૌથી પહેલા નાના પાટેકરથી થઈ હતી.

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' માં થશે સૈરાટ સુપરસ્ટાર્સનું બોલિવુડ ડેબ્યુઆ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઝુંડ' માં થશે સૈરાટ સુપરસ્ટાર્સનું બોલિવુડ ડેબ્યુ

English summary
Lady who accused T Series owner of sexual harassment takes back her complaint.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X