
લતા મંગેશકર એમ જ નથી કહેવાતા સ્વર કોકિલા, જાણો તેમના અવૉર્ડની યાદી
મુંબઈઃ ઘણા દિવસોથી હોસ્પિટલમાં ભરતી ભારતના સ્વર કોકિલા કહેવાતા લતા મંગેશકરનુ 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થઈ ગયુ. લતા મંગેશકરના નિધનના સમાચાર સાંભળીને આખા દેશમાં શોકની લહેર દોડી ગઈ. નેતા, સેલિબ્રિટીઓ સાથે-સાથે સામાન્ય જનતા પણ શોક પ્રગટ કરી રહી છે. લતા મંગેશકર પોતાની ગાયકી માટે આખી દુનિયામાં જાણીતા હતા. લતા મંગેશકરને ઘણા બધા સમ્માનોથી નવાજવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો
વર્ષ 1958, 1962, 1965, 1969 અને 1994માં સ્વર કોકિલા લતા મંગેશકરને 'ફિલ્મ ફેર પુરસ્કાર' મળ્યો. આ ઉપરાંત 1972, 1975 અને 1990માં લતા મંગેશકરને 'રાષ્ટ્રીય પુરસ્કાર'થી નવાજવામાં આવ્યા. વળી, 1966 અને 1967માં 'મહારાષ્ટ્ર સરકાર પુરસ્કાર'થી લતા મંગેશકરને સમ્માનિત કરવામાં આવ્યા.

પદ્મભૂષણથી કરવામાં આવ્યા સમ્માનિત
વર્ષ 1969માં 'પદ્મભૂષણ'થી સમ્માનિત કરવામાં આવ્યા. વર્ષ 1989માં તેમને ફિલ્મ જગતનુ સર્વોચ્ચ સમ્માન દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1993માં ફિલ્મ ફેરના 'લાઈફ ટાઈમ અચીવમેન્ટ' પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. વર્ષ 1996માં સ્ક્રીનના 'લાઈફટાઈમ અચીવમેન્ટ' પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.

લાઈફ ટાઈમ અચીવમેન્ટ અવૉર્ડ પણ આપવામાં આવ્યો
વર્ષ 1997માં રાજીવ ગાંધી પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. વળી, 1999માં પદ્મવિભૂષણ, એનટીઆર અને ઝી સિને લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2000માં આઈફાના લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા. વર્ષ 2001માં સ્ટારડસ્ટના લાઈફટાઈમ અચીવમેન્ટ પુરસ્કાર, નૂરજહાં પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યા.

ભારત રત્નથી નવાજવામાં આવ્યા
વર્ષ 2001માં ભારત સરકારે સ્વર કોકિલા લતા મંગેશકરની ઉપલબ્ધિઓને સમ્માન આપીને દેશના સર્વોચ્ચ પુરસ્કાર ભારત રત્નથી સમ્માનિત કર્યા. વર્ષ 1974માં લતા મંગેશકરના નામે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ છે જેમાં સૌથી વધુ ગીતો ગાનાર ગાયિકા તરીકે તેમનુ નામ છે. તમને જણાવી દઈએ કે મહાન ગાયિક લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929ના રોજ મધ્યપ્રદેશના ઈંદોર શહેરમાં થયો હતો.