Video : સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને પ્રથમ યશ ચોપરા ઍવૉર્ડ
મુંબઈ, 29 જુલાઈ : ભારતના સુરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરને પ્રથમ યશ ચોપરા ઍવૉર્ડ આપવામાં આવશે. આ માહિતી ટી સુબ્બારામી રેડ્ડીએ તાજેતરમાં એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આપી. સુબ્બારામી રેડ્ડી ફાઉંડેશને સ્વર્ગસ્થ યશ ચોપરાની યાદમાં તેમના નામે આ નવા ઍવૉર્ડની સ્થાપનાકરી છે. આ ઍવૉર્ડ ફંક્શનમાં દર વર્ષે ભારતના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલ લોકોને તેમના શ્રેષ્ઠ કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે હેમા માલિની, અનિલ કપૂર, સિમી ગરેવાલ જેવા પણ અનેક સ્ટાર્સ મોજૂદ હતાં. હેમા માલિની, અનિલ કપૂર, સિમી ગરેવાલ યશ ચોપરા ઍવૉર્ડ્સના જજિસ હશે કે જેઓ દર વર્ષે આ ઍવૉર્ડ માટે બૉલીવુડમાંથી કોઈ એક શખ્સિયતની પસંદગી કરશે. આ પ્રસંગે હેમા માલિની, અનિલ કપૂર તેમજ સિમી ગરેવાલે યશ ચોપરા સાથે જોડાયેલી પોતાની સ્મૃતિઓને તાજી કરી હતી.
સુબ્બારામી રેડ્ડીએ આ ફંક્શન દરમિયાન જણાવ્યું કે તેઓ ઇચ્છે છે કે યશ ચોપરાના ઍવૉર્ડ વડે યશજીની યાદો ઇન્ડસ્ટ્રીમાં જળવાઈ રહે. તેમણે આ ઍવૉ્ડને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સાથે પણ જોડતાં જણાવ્યું કે જે રીતે ફાળકે પુરસ્કાર દર વર્ષે અપાય છે, તેવી જ રીતે અમે આ ઍવૉર્ડ શરૂ કર્યો છે. યશ ચોપરા ઍવૉર્ડ ફંક્શન દરમિયાન મીડિયાના અનેક સવાલોના જવાબ આપતાં સુબ્બારામી રેડ્ડીએ જણાવ્યું કે તેઓ યશ ચોપરાને અમર કરવા માંગે છે અને તેથી જ આ ઍવૉર્ડ શરૂ કરી રહ્યાં છે.
<center><img style="-webkit-user-select:none;border:0px;" border="0" width="1" height="1" src="http://web.ventunotech.com/beacon/vtpixpc.gif?pid=2&pixelfrom=jp" /><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="MTQyNjkzfHwyfHwxfHwxLDIsMQ==";var ven_width="650";var ven_height="417";</script><script type="text/javascript" src="http://web.ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>