હોસ્પિટલમાં ભરતી થવાના 4 દિવસ પહેલા લતા મંગેશકરે કર્યુ હતુ છેલ્લુ ટ્વિટ, નવા વર્ષે પિતાને કર્યા યાદ
મુંબઈઃ ભારત રત્ન અને સ્વર કોકિલા લતા મંગેશકર હવે આપણી વચ્ચે નથી રહ્યા. 6 ફેબ્રુઆરી, 2022ના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 92 વર્ષની વયે લતા દીદીએ સવારે 8 વાગીને 12 મિનિટે અંતિમ શ્વાસ લીધા. લતા મંગેશકરનો ઈલાજ કરી રહેલા ડૉ. પ્રતીત સમદાનીએ બ્રીચ કેન્ડી હોસ્પિટલની બહાર મીડિયાને કહ્યુ, 'લતા દીદીનુ મૃત્યુ 28 દિવસ બાદ મલ્ટી ઑર્ગન ફેલિયોરના કારણે રવિવારે સવારે 8.12 મિનટે થયુ છે.' લતા મંગેશકર 8 જાન્યુઅરીએ કોરોના વાયરસથી સંક્રમિત મળ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર લતા મંગેશકરની છેલ્લી પોસ્ટ અને ટ્વિટ લોકો શેર કરી રહ્યા છે. હોસ્પિટલમાં ભરતી થવાના 4 દિવસ પહેલા લતા મંગેશકરે પોતાનુ છેલ્લા ટ્વિટ કર્યુ હતુ. આવો, જાણીએ લતા મંગેશકરે વર્ષ 2022માં કરેલા ટ્વિટ..

લતા દીદીનુ છેલ્લુ ટ્વિટ 'મહારાષ્ટ્રની મધર ટેરેસા' માટે હતુ
લતા મંગેશકરે પોતાની છેલ્લી પોસ્ટ હોસ્પિટલમાં ભરતી થવાના ચાર દિવસ પરેલા એટલે કે 4 જાન્યુઆરીએ કરી હતી. 8 જાન્યુઆરીએ હોસ્પિટલમાં લતા દીદી ભરતી થયા હતા. આ ટ્વિટમાં લતા મંગેશકરે અનાથ બાળકો માટે કામ કરતા સિન્ધુતાઈ સપકાલ માટે લખ્યુ હતુ. અનાથ બાળકો માટે કામ કરતા સિન્ધુતાઈ સપકાલને મહારાષ્ટ્ર્ના મધર ટેરેસા કહેવામાં આવતા હતા. સિન્ધુતાઈ સપકાલના નિદન પર લતા મંગેશકરે ટ્વિટર પર શ્રદ્ધાંજલિ આપી હતી.

પોતાની અંતિમ પોસ્ટમાં શું લખ્યુ હતુ લતા દીદીએ
લતા મંગેશકરે પોતાનુ છેલ્લુ ટ્વિટ મરાઠીમાં કર્યુ હતુ. લતા મંગેશકરે લખ્યુ હતુ, 'પ્રેમ કરનારી મા, અનાથ બાળકોની મા, મોટા સમાજ સુધારક સિન્ધુતાઈ સપકાલ, તેમના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ દુઃખ થયુ. તેમના નિધનથી સમાજને ઘણુ નુકશાન થયુ છે. દીનાનાથ મંગેશકર પુરસ્કાર આપીને આપણે તેમને સમ્માનિત કર્યા હતા. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે.'

'પ્યારે પંચમ કી પુણ્યતિથિ' લતા દીદીએ કર્યુ હતુ આ ટ્વિટ
4 જાન્યુઆરીએ લતા મંગેશકરે પંચમ દાની પુણ્યતિથિ પર પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. લતાજીએ લખ્યુ હતુ, 'આજે આપણા સહુના પ્યારા પંચમની પુષ્ણતિથિ છે. તેમણે જેટલુ પણ સંગીત બનાવ્યુ તે પ્રશંસનીય હતુ અને આજે પણ લોકપ્રિય છે. હું તેમની યાદનુ વિનમ્ર અભિવાદન કરુ છુ.' 4 જાન્યુઆરી, 2022 બાદ લતા તાઈના કરેલા બધા ટ્વિટ તેમની હેલ્થ અપડેટ વિશે હતા જે તેમની ટીમ અને પરિવારવાલા દ્વારા કરવામાં આવ્યા હતા.

નવા વર્ષ પર પોતાના પિતાને કર્યા હતા યાદ
1 જાન્યુઆરીએ લતા મંગેશકરે નવા વર્ષની શુભકામના આપવા ઉપરાંત એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે પોતાના પિતા પંડિત દીનાનાથ મંગેશકરને યાદ કર્યા હતા. આ વીડિયોમાં લતા મંગેશકર કહે છે, 'મારા પૂજ્ય પિતાજી આટલી મોટી દુનિયામાં અમને એકલા છોડીને જતા રહ્યા. પરંતુ મે તેમને હંમેશા મારી સાથે અનુભવ્યા છે. ઘણી વાર મને એવુ લાગ્યુ કે તે મારી પાસે બેઠા છે. મને ગીત શીખવાડી રહ્યા છે. જો ક્યારેક મને કોઈ વાતનો ડર લાગતો ત્યારે એવુ લાગતુ કે એ મારા માથે હાથ રાખીને કહી રહ્યા છે - ડર નહિ લતા, હું છુ. આ રીતે અમારા 50 વર્ષ ગુજરી ગયા છે જોતે અમારી પાસે ના હોત તો વિચારો, મારા જેવી એક નાનકડી ગાયિકા શું તેને આટલુ સમ્માન મળતુ? આ તેમના આશીર્વાદ છે જે આજે મને મળ્યા છે.'
वात्सल्यसिंधु, अनाथांच्या आई थोर समाज सेविका सिंधुताई सपकाळ यांच्या निधनाचे वृत्त ऐकताच मला अत्यंत दुःख झाले. त्यांच्या निधनाने समाजाची अपरीमित हानी झाली आहे. दीनानाथ मंगेशकर पुरस्कार देउन आम्ही त्यांचा गौरव केला होता. ईश्वर त्यांच्या आत्म्यास शांति प्रदान करो.
— Lata Mangeshkar (@mangeshkarlata) January 4, 2022
— Lata Mangeshkar (@mangeshkarlata) January 1, 2022