• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લતા મંગેશકર અને મહમ્મદ રફીના ટૉપ 10 એવરગ્રીન ગીતો

|

મુંબઈ, 27 સપ્ટેમ્બર : મહમ્મદ રફી અને લતા મંગેશકર બંને સંગીતની દુનિયાના એવા બે નામો છે કે જેમના ગીતો સાંભળી લોકો પોતાના ગમને ભુલાવી દેતા હતાં. આજથી 25 વર્ષ અગાઉ રફીએ આ ફાની દુનિયા છોડી અને સંગીતની દુનિયા અધૂરી છોડી ગયાં. પરંતુ આજે પણ રફીનો અવાજ તેમજ તેમના ગીતો દરેકને પ્રિય છે. લતા અને રફીએ એક સાથે ઘણા યાદગાર ગીતો ગાયા અને બંનેનો અવાજ તે વખતનો સૌથી હિટ અવાજ હતો.

રફી અને લતાને દરેકે દરેક લેવા માંગતુ હતું પોતાની ફિલ્મમાં, કારણ કે તેમની જોડી કોઈ પણ ગીત ગાય કે તે ગીત બૉક્સ ઑફિસે હિટ થઈ જતું. પાકીઝા, તેરે ઘર કે સામને, શાગિર્દ જેવી ઘણી ફિલ્મો છે કે જેમાં લતા અને રફીની જોડીએ કમાલ કરી બતાવી હતી. પરંતુ 1962-63માં લતાએ રૉયલ્ટીમાં ગીતકારોના શેરની વાત કરી અને તે વખતના ટૉપ સિંગર હોવાને પગલે રફીનો પણ ટેકો પ્રાપ્ત કરવાની કોશિશ કરી. લતા ઇચ્છતા હતાં કે રફી ફિલ્મ નિર્માતાઓ પાસેથી દર પાંચ ટકા ગીતોમાંથી મળતી રૉયલ્ટીનો અડધો ભાગ માંગે.

રફીએ આ વાતનો ઇનકાર કરતાં જણાવ્યું કે તેમને માત્ર એટલા જ પૈસા જોઇએ જેટલા તેઓ પોતાના ગીત માટે માંગે છે. તેનાથી વધુ નથી જોઇતાં. જો તેમના ગીતથી ફિલ્મ હિટ થાય, તો ફિલ્મમેકરને પુરતો હકછે તેની રૉયલ્ટીમાંથી પ્રાપ્ત રકમ રાખવાનો. આ બનાવ પછી લતા અને રફી વચ્ચે સંબંધો ઘણા વણસી ગયાં અને પછી એક મીટિંગ થઈ. તેમાં તમામ મોટા ગીતકારો અને સંગીતકારો હાજર હતાં. આ મીટિંગ દરમિયાન રફીએ જણાવ્યું કે તેઓ લતા સાથે ગીતો નહિં ગાય. લતાએ પણ ગુસ્સામાં સંભળાવી દીધું, ‘રફી સાહેબ આપ મેરે સાથ નહીં ગાયેંગે, યે બાત ગલત હૈ, મૈં આપ કે સાથ નહીં ગાઊંગી.'

આ ઝગડા બાદ લતા અને રફીએ ઘણાં વર્ષો સુધી કોઈ ગીત સાથે ન કર્યું અને પછી ઘણાં વખતે જયકિશને કહેતાં બંનેએ ફરી એક વાર જ્વેલ થીફ ફિલ્મમાં દિલ પુકારે આ રે આ રે આરે ગીત ગાયું. ફરી એક વાર આ જોડી હિટ થઈ. બે દિવસ પછી લતાનો 82મો જન્મ દિવસ છે.

તો આવો લતાના જન્મ દિવસે અમે રફી અને લતાના એવરગ્રીન ગીતોમાંથી ટૉપ 10 ગીતો વિશે વાત કરીએ-

પારસમણિ

પારસમણિ

સને 1963માં રિલીઝ થયેલી ફિલ્મ પારસમણિનું દિગ્દર્શન બાબુભાઈ મિસ્ત્રીએ કર્યુ હતું. તેઓ સિનેમૉટોગ્રાફીનો આધારસ્તંભ ગણાતા હતાં. આ ફિલ્મમાં મહિપાલ અને ગીતાંજલિએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફિલ્મનું ગીત ...વો જબ યાદ આયે બહુત યાદ આયે... લતા અને રફીએ ગાયુ હતું. આ ગીત બહુ હિટ થયુ હતું.

પાકીઝા

પાકીઝા

કમાલ અમરોહીની ફિલ્મ પાકીઝા મીના કુમારીની છેલ્લી ફિલ્મ હતી. તેમાં લતા અને રફીએ ઘણાં ગીતો ગાયાં. તેમાંનું એક ગીત ...ચલો દિલદાર ચલો ચાંદ કે પાર ચલો... ઘણું હિટ થયુ હતું. આ ફિલ્મ જ્યારે પહેલી વાર થિયેટરમાં રિલીઝ થઈ, તો બિલ્કુલ ચાલી નહિં, પરંતુ મીના કુમારીના અવસાન બાદ લોકોએ આ ફિલ્મ એટલી વાર જોઈ કે ફિલ્મ તે વર્ષની સૌથી હિટ ફિલ્મ સાબિત થઈ.

તેરે ઘર કે સામને

તેરે ઘર કે સામને

દેવ આનંદ અને નૂતનની ફિલ્મ તેરે ઘર કે સામનેનું દિગ્દર્શન દેવ આનંદના ભાઈ વિજય આનંદે કર્યુ હતું. આ ફિલ્મનું ગીત ...એક ઘર બનાઉંગા તેરે ઘર કે સામને... બહુ લોકપ્રિય થયુ હતું અને આ ગીતને લતા તેમજ રફીએ પોતાનો અવાજ આપ્યો હતો.

સચ્ચા ઝૂઠા

સચ્ચા ઝૂઠા

મનમોહન દેસાઈ દ્વારા દિગ્દર્શિત ફિલ્મ સચ્ચા ઝૂઠામાં રાજેશ ખન્નાએ ડબલ રોલ કર્યો હતો. રાજેશ ખન્ના સાથે મુમતાઝે આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં પણ રફી-લતાએ ... યુ હી તુમ મુઝસે બાત કરતે હો... ગીત ગાયુ હતું.

શ્રી 420

શ્રી 420

રાજકુમાર અને નરગિસની આ ફિલ્મનું દિગ્દર્શન તેમજ નિર્માણ બંને રાજ કપૂરે જ કર્યુ હતું. આ ફિલ્મમાં રાજ કપૂરનું પાત્ર ચાર્લી ચેપલિનને મળતુ આવતુ હતું. આ ફિલ્મમાં પણ લતા-રફીએ સ્વર આપ્યા હતાં.

તાજમહલ

તાજમહલ

1963માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં પ્રદીપ કુમાર, બીના રાય, વીણા તેમજ રહેમાને મુખ્ય ભૂમિકા ભજવી હતી.

શાગિર્દ

શાગિર્દ

સમીર ગાંગુલી દિગ્દર્શિત આ ફિલ્મ 1987માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં જૉય મુખર્જી તેમજ સાયરાબાનુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.

અભિમાન

અભિમાન

અમિતાભ અને જયા બચ્ચનની આ ફિલ્મ બહુ હિટ થઈ હતી અને તેના બધા ગીતો ટોચે હતાં. રફી અને લતાના કંઠે ગવાયેલ ...તેરી બિંદિયા રે... ઘણું હિટ રહ્યુ હતું અને તે વખતના હિટ ગીતોની યાદીમાં હતું.

દિલ તેરા દીવાના હૈ સનમ

દિલ તેરા દીવાના હૈ સનમ

શમ્મી કપૂર તેમજ માલા સિન્હા દ્વારા અભિનીત આ ફિલ્મમાં લતા અને રફીએ એકથી એક ચડિયાતા ગીતો ગાયાં. લતાના બહેન આશા ભોંસલેએ પણ રફી સાથે એક ગીત ગાયુ હતું.

કારવાં

કારવાં

નાસિર હુસૈન દિગ્દર્શિત આ ફિલ્મમાં જીતેન્દ્ર, આશા પારેખ, અરુણા ઈરાની તેમજ હેલને મુખ્ય ભૂમિકા ભજવી હતી અને આર. ડી. બર્મને સંગીત આપ્યુ હતું.

English summary
Lata Mangeshkar and Mohammad Rafi together worked for so many films and their duet songs were all in hit list. After so many years still their songs are well known and liked by many.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more