For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

pics : દેવની મૂર્તિ જોઈ લાગણીશીલ બની ગયાં વહીદા

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 ડિસેમ્બર : બૉલીવુડના સ્ટાર દેવ આનંદની પ્રથમ પુણ્યતિથિએ બૉલીવુડે તેમને યાદ કર્યાં. તેમના પુણ્યતિથિના બીજા દિવસે મંગળવારે મુંબઈમાં સોનેરી રંગની એક લાઇફ-સાઇઝ મૂર્તિનું અનાવરણ કરાયું. આ મૂર્તિ જોઈ વહીદા રહેમાન લાગણીશીલ બની ગયાં.

વહીદા રહેમાનને દેવ સાહેબની ફિલ્મ ગાઇડ યાદ આવી ગઈ. તેમણે જણાવ્યું કે દેવ સાહેબની આ મૂર્તિમાં પણ પેલી શરારત ઝળકે છે કે જે તેમના વ્યક્તિત્વમાં હતી. આ પ્રસંગે વહીદા સાથે દેવ સાહેબના પુત્ર સુનીલ આનંદ પણ ઉપસ્થિત હતાં.

દેવ આનંદની મૂર્તિ સાથે વહીદા

દેવ આનંદની મૂર્તિ સાથે વહીદા

મંગળવારે મુંબઈમાં જ્યારે દેવ આનંદની મૂર્તિનું અનાવરણ થયું, તો વહીદા રહેમાન પણ ઉપસ્થિત હતાં. આ મૂર્તિ જોઈ દેવ સાહેબ સાથે તેમણે પોતાના સંસ્મરણો તાજા કર્યા હતાં.

વહીદા અને સુનીલ આનંદ

વહીદા અને સુનીલ આનંદ

દેવ સાહેબની મૂર્તિ સાથે પોઝ આપતાં વહીદા રહેમાન તથા સુનીલ આનંદ.

દેવ સાહેબને શ્રદ્ધાંજલિ

દેવ સાહેબને શ્રદ્ધાંજલિ

દેવ સાહેબને સમગ્ર દેશે શ્રદ્ધાંજલિ અર્પિત કરી. આ પ્રસંગે મુંબઈ સહિત અનેક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું.

નવકેતન ફિલ્મ્સ ફરી સક્રિય

નવકેતન ફિલ્મ્સ ફરી સક્રિય

દેવ આનંદનું અવસાન 3જી ડિસેમ્બર, 2011ના રોજ થયુ હતું. આ ઉપરાંત ગત 26મી સપ્ટેમ્બર, 2012ના રોજ તેમની 89મી જન્મ જયંતી પણ ઉજવાઈ. આ પ્રસંગે દેવ સાહેબના પુત્રે નવકેતન ફિલ્મ્સને ફરી સક્રિય થવાની જાહેરાત કરી હતી.

પોર્ટ્રેટ પણ જીવંત

પોર્ટ્રેટ પણ જીવંત

દેવ સાહેબની પુણ્યતિથિએ મુકવામાં આવેલ તેમના પોર્ટ્રેટમાં પણ દેવ સાહેબ એકદમ જીવંત લાગતા હતાં.

વૅગેટર મિક્સર

વૅગેટર મિક્સર

દેવ આનંદની જન્મ જયંતી પ્રસંગે તેમના પુત્ર સુનીલ આનંદે વૅગેટર મિક્સર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. નવકેતન ફિલ્મ્સની છેલ્લી ફિલ્મ હતી ચાર્જશીટ.

English summary
A life-size statue of legendary actor Dev Anand unveiled to mark his first death anniversary in Mumbai on Tuesday. Veteran actress Waheeda Rehman and Suniel Anand pose for a photo near statue.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X