આ હિરોઇનો ભલે ત્રેત્રીસી પાર કરી હોય પણ તે છે હોટ, સેક્સી અને સિંગલ
બોલીવૂડની હિરોઇનોની વાત જ કંઇક ખાસ છે. જેમ જેમ તેમની ઉંમર ઢળતી જાય છે તેમ તેમ તેમની સુંદરતા સોળે કળાએ ખીલતી જાય છે. તે પછી ઐશ્વર્યા રાય બચ્ચન હોય કે રેખા. પણ હવે આજકાલની નવી હિરોઇનોમાં એક નવો ટ્રેન્ડ પણ જોવા મળે છે. આ તમામ હિરોઇનો ત્રેત્રીસી વટાવી ચૂકી હોવા છતાં પણ લાગે સુપર હોટ, સુપર સેક્સી. વળી તે તમામ તેમના કેરિયરમાં પણ આગળ છે અને તેમ છતાં પહેલાની હિરોઇનોની જેમ પોતાની જાતને લગ્ન કરીને ઠીરઠામ કરવાનું વિચારવાના બદલે કારકિર્દીની નવી તકો અજમાવી રહી છે.
પ્રિયંકા ચોપડાએ હાલમાં જ કહ્યું તેને તેના જીવનમાં પુરુષની જરૂરિયાત જ નથી લાગતી. હા જ્યારે તે માતા બનવા ઇચ્છશે ત્યારે તે કોઇ યોગ્ય પુરુષને જોઇને સેટલ થવાનું વિચારશે. જો કે તેની સાથે જ સુસ્મિતા સેન જેવી પણ અભિનેત્રીઓ છે જેમણે બાળકને ખૂબ નાની ઉંમરે દત્તક લઇને લાંબા સમય સુધી અપરણિત રહેવાનું વિચાર્યું છે. ત્યારે આ તમામ હિરોઇનો છે બોલીવૂડની ન્યૂ બોલ્ડ ગર્લ્સ. જે ખુશી ખુશી એકલી અને અપરણિત રહેવા માંગે છે. અને તેમ છતાં વાત આવે સુંદરતાની તો તે છે ડેમ હોટ અને ગોર્ઝિયસ...

33થી અને વધુ
હવે અમે જે તમને લીસ્ટ બતાવવાના છીએ તે તમામ હિરોઇનોની ઉંમર 33 વર્ષ કે તેથી વધુ છે. તે તમામ પોતા પોતાના કેરિયરમાં સારી એવી સફળતા મેળવી ચૂકી.

પ્રિયંકા ચોપડા
પ્રિયંકા હાલ 33 વર્ષની છે પણ તેને જોતા કોઇ પણ ના કહી શકે તે 28 વર્ષની વધુની હશે. અને જ્યારે વાત આવે છે કેરિયરની તો બોલીવૂડ હોય કે હોલીવૂડ હાલ પ્રિયંકા છે ટોપ પર.

અમૃતા રાવ
અમૃતા રાવ આ હિરોઇન પણ હવે 34 વર્ષની થઇ ગઇ છે. જો કે બોલીવૂડમાં આ હિરોઇનો કંઇ ખાસ સફળતા નથી મેળવી પણ તેમ છતાં તે હાલ તેના મિસ્ટર રાઇટની રાહ જોઇ રહી છે.

નરગિસ ફખરી
નરગિસ 36 વર્ષની છે જો કે આ ફોટો જોઇને તેવું લખતા પણ ચાર વાર વિચારવું પડે છે. પણ હકીકત એ જ છે.

બિપાશા બસુ
બિપાશા બસુ હાલ 37 વર્ષની છે. ઇંસ્ટ્રાગ્રામમાં તે પોતાની જેવી તસવીરો મુકે છે તે વાતથી એક વાત તો સ્પષ્ટ છે કે આ બંગાળી સુંદરીને જિંદગી માણતા આવડે છે.

નેહા ધૂપિયા
નેહા પણ 35 વર્ષની છે અને સાથે જ એટલી જ હોટ, સેક્સી અને બિન્દાસ છે.

અમિષા પટેલ
અમિષા પટેલ 39 વર્ષની છે બોલીવૂડમાં ભલે અમિષા ના ચાલી હોય પણ તે બોલીવૂડની જાણીતી પ્રોડ્યૂસર બની ગઇ છે.

તનીષા
કોજોલની નાની બહેન તનીષા પણ 34 વર્ષની છે બિગ બોસમાં ચમકેલી તનીષા તેના સંબંધોને લઇને હંમેશા સ્પષ્ટ રહે છે.

મલ્લિકા શેરાવત
મલ્લિકા શેરાવત આ હિરાઇન 39 વર્ષની છે અને હાલમાં જ રાષ્ટ્રપતિ ઓબામાની સાથે તેણે પોતાની સેલ્ફી મૂકી હતી.

ઉર્મિલા માંતોડકર
ઉર્મિલા 42 વર્ષની છે. તે બોલીવૂડમાં સારી એવી સફળતા મેળવી ચૂકી છે. અને તેના મિસ્ટર રાઇટની તલાશમાં છે.

પ્રિતી ઝિંટા
પ્રિતી ઝિંટા 41 વર્ષની છે. બોલીવૂડ અને તે પછી ક્રિકેટમાં પ્રિતીએ પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. ત્યારે હાલમાં જ પ્રિતી લગ્ન પણ કરવા જઇ રહી છે.

સુસ્મિતા સેન
સુસ્મિતા સેન પણ 40 વર્ષની છે જો કે તેણે બે દિકરીઓને દત્તક લીધી છે અને તે પોતાના આ સુખી પરિવારમાં ખુશ છે.

તબ્બુ
તબ્બુ 44 વર્ષની છે બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે અને લગ્ન કરવા માટે લગ્ન નહીં પણ લગ્ન માણવા માટે એક યોગ્ય વ્યક્તિની રાહ જોઇ રહી છે અને સાથે જ પોતાના કેરિયરને પણ પૂરતો ન્યાય આપી રહી છે.