‘લવ આજ કલ'નો ફર્સ્ટ લુકઃ કાર્તિક આર્યન-સારાની સુપર રોમેન્ટીક ઝલક
લાંબા સમયથી કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મની પહેલી ઝલકની આતુરતાથી રાહ જોવામાં આવી રહી હતી... કારણકે ના ફિલ્મના ટાઈટલનો ખુલાસો કરવામાં આવ્યો હતો, ના ફર્સ્ટ લુક. જો કે હવે ફિલ્મનુ પહેલુ પોસ્ટર રિલીઝ કરવામાં આવી ચૂક્યુ છે. ફિલ્મનુ નામ છે 'લવ આજ કલ', જેનો નિર્દેશન કર્યુ છે ઈમ્તિયાઝ અલીએ.. અને પ્રોડ્યુસર છે દિનેશ વિઝન. ફિલ્મ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડેના દિવસે રિલીઝ થવા જઈ રહી છે.
એમાં કોઈ શંકા નથી કે આ પોસ્ટર ઘણુ રોમેન્ટીક છે અને કાર્તિક-સારા સાથે સુંદર દેખાઈ રહ્યા છે. ફિલ્મમાં કાર્તિકની ભૂમિકાનુ નામ છે વીર અને સારા છે જો.. કાર્તિકે પોસ્ટર શેર કરીને લખ્યુ - ત્યાં છે નહિ જ્યાં સૂતા છે... ફિલ્મનુ ટ્રેલર શુક્રવારે રિલીઝ કરી દેવામાં આવશે. જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક તરફ જ્યાં કાર્તિક-સારાની જોડી પાસે અપેક્ષા છે. ત્યાં બીજી તરફ ઈમ્તિયાઝ અલીની ફિલ્મોની અલગ જ ફેન ફોલોઈંગ છે. નિર્દેશનકે એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે જે કન્ટેન્ટ મામલે ખૂબ જ દમદાર રહી છે.
ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ' 2009માં રિલીઝ થઈ હતી જ્યાં મેઈન લીડ ભૂમિકામાં હતા સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણ. ફિલ્મ સુપરહિટ રહી હતી. મ્યુઝિકથી લઈને ડાયલૉગ્ઝ, ફિલ્મની કહાની સુધી.. બધુ પરફેક્ટ હતા. હવે કાર્તિક અને સારા સાથે ઈમ્તિયાઝ અલીએ એ કહાનીને આગળ વધારી છે. એ જોવાનુ રસપ્રદ રહેશે કે 'લવ આજ કલ' સીક્વલ દર્શકોનુ દિલ જીતી શકે છે. હાલમાં અપેક્ષા તો ઘણી છે.
આ પણ વાંચોઃ કપિલ શર્માની દીકરી 'અનાયરા'નો પહેલો ફોટો આવ્યો સામે, તમે જોયો?