• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાજકપૂરથી લઈને રણબીર કપૂર સુધી, વાંચો કપૂર ફેમિલીની રસપ્રદ લવ સ્ટોરી

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કપૂર ફેમિલી હંમેશાથી પોતાની લવ સ્ટોરીને લઈને ચર્ચામાં રહે છે. કપૂર ખાનદાનમાં પૃથ્વીરાજ કપૂરથી લઈને રણબીર કપૂર સુધી, પોતાની લવ લાઈફને લઈને છવાયેલા રહ્યા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ 14 એપ્રિલે લગ્ન કરવાના છે. આલિયા અને રણબીર એકબીજાને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા છે. કપૂર ખાનદાનથી બૉલિવુડને ઘણી જનરેશનથી એક્ટર્સથી લઈને ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ પણ મળ્યા છે. કપૂર ખાનદાનની ફિલ્મી કરિયર વિશે તો સહુ કોઈ જાણે છે પરંતુ આ સ્ટોરીમાં અમે તમને કપૂર ખાનદાનના દીકરાઓ અને તેમની લવ સ્ટોરી વિશે જણાવીશુ.

પૃથ્વીરાજ કપૂર અને રામસરની મેહરા કપૂરની લવ સ્ટોરી

પૃથ્વીરાજ કપૂર અને રામસરની મેહરા કપૂરની લવ સ્ટોરી

કપૂર પરિવારમાં પૃથ્વીરાજ કપૂર અભિનય કરનારા પહેલા વ્યક્તિ હતા. તેમણે 1929માં હિંદી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તેમના પિતા, બશેશ્વરનાથ કપૂર પેશાવર(પાકિસ્તાન)માં ભારતીય શાહી પોલિસમાં એક પોલિસ અધિકારી હતા. પૃથ્વીરાજ કપૂરના લગ્ન રામસરની મેહરા કપૂર સાથે થયા હતા જેમને 1923માં રામના નામે ઓળખવામાં આવતા હતા. પૃથ્વીરાજ અને રામના ત્રણ દીકરા હતા. રાજ કપૂર, શમ્મી કપૂર અને શશિ કપૂર અને આ બધાએ અભિનયને પોતાના પિતા પાસેથી વારસામાં લીધો હતો. તેમને એક દીકરી પણ છે જેનુ નામ ઉર્મી છે.

રાજ કપૂર અને કૃષ્ણા મલ્હોત્રાની લવ સ્ટોરી

રાજ કપૂર અને કૃષ્ણા મલ્હોત્રાની લવ સ્ટોરી

પૃથ્વીરાજ કપૂરના સૌથી મોટા દીકરા રાજ કપુર એક શાનદાર અભિનેતા સાથે-સાથે એક નિર્દેશક પણ હતા. રાજ કપૂરે મે 1946માં કૃષ્ણા મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા. કૃષ્ણા મલ્હોત્રા રાજકપૂરના મામાની દીકરી હતી. એ વખતે એક જાણીતા મેગેઝીને આ લગ્ન પર ટિપ્પણી કરીને કહ્યુ હતુ કે રાજે પોતાની પિતરાઈ બહેન સાથે લગ્ન કરીને પોતાનુ કરિયર સમાપ્ત કરી દીધુ છે. વાસ્તમાં આ લગ્ન પરિવારે નક્કી કર્યા હતા, તે એક પારંપરિક છોકરી ઈચ્છતા હતા. બાદના વર્ષોમાં રાજ કપૂરના નરગિસ, વૈજયંતીમાલા અને દક્ષિણ ભારતીય અભિનેત્રી પદ્મિની જેવી ઘણી અભિનેત્રીઓ સાથે તેમના અફેરના સમાચારો સામે આવ્યા હતા. જો કે, રાજ કપૂરે કે કોઈ અભિનેત્રીએ સાર્વજનિક રીતે ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નહોતો. રાજ અને કૃષ્ણા કપૂરના ત્રણ દીકરા અને બે દીકરીઓ છે. રાજ અને કૃષ્ણાની બે દીકરીઓ છે, રિતુ નંદા અને રીમા કપૂર જૈન.

શમ્મી કપૂરની લવ સ્ટોરી

શમ્મી કપૂરની લવ સ્ટોરી

પૃથ્વીરાજ કપૂરના બીજા દીકરા શમ્મી કપૂર પોતાના સમયની ઘણી છોકરીઓના દિલોની ધડકન હતા. તેમણે 1955માં પોતાની ફિલ્મ રંગીન રાતેના સેટ પર ગીતા બાલીને પ્રપોઝ કર્યુ હતુ. પ્રપોઝ બાદ ચાર મહિનામાં જ તેમણે મુંબઈના બાળગંગા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. કહેવાય છે કે આ લગ્નમાં મંદિરમાં લોકો સિંદૂર લાવવાનુ ભૂલી ગયા હતા માટે ગીતા બાલીની પાંથી શમ્મી કપૂરે લિપસ્ટિકથી ભરી હતી. 24 ઓગસ્ટ, 1955ના રોજ શમ્મી કપૂર અને ગીતા બાલી લગ્નના બંધનમાં બંધાયા હતા. 1956માં શમ્મી કપૂર અને ગીતા બાલીનો પહેલો દીકરો આદિત્ય રાજ કપૂર થયો. પાંચ વર્ષ બાદ કપલને 1961માં દીકરી થઈ પરંતુ આ બંનેના લગ્ન માત્ર 10 વર્ષ ચાલ્યા. ગીતા બાલીનુ મોત 1965માં ચેચકથી થઈ ગયુ હતુ. ગીતા બાલીના મૃત્યુ પછી શમ્મી કપૂરે પોતાના દોસ્ત રઘુવીર સિંહની બહેન નીલા દેવી સાથે લગ્ન કર્યા. નીલા દેવી એ વખતે ભાવનગર રાજ્યના શાહી પરિવારના હતા અને તેમના માતાપિતા કપૂર ખાનદાન સાથે એક સારો સંબંધ ધરાવતા હતા. શમ્મી કપૂર અને નીલા દેવીના લગ્ન 27 જાન્યુઆરી, 1969ના રોજ થયા હતા. તેઓ તેમનાથી 10 વર્ષ નાની હતી.

શશિ કપૂરની લવ સ્ટોરી

શશિ કપૂરની લવ સ્ટોરી

શશિ કપૂરે ઈંગ્લેન્ડની રહેવાસી જેનિફર કેંડલ સાથે લગ્ન કર્યા હતા. તેમની લવ લાઈફ ખૂબ જ રસપ્રદ હતી. 1956માં થિયેટર ગ્રુપમાં કામ કરતી વખતે શશિ કપૂરે કોલકત્તામાં અંગ્રેજી અભિનેત્રી જેનિફર કેંડલ સાથે મુલાકાત કરી હતી. શશિ એક સહાયક મંચ મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા અને પોતાના પિતાના થિયેટર ગ્રુપ, પૃથ્વી થિયેટર માટે એક અભિનેતા તરીકે પણ કામ કરી રહ્યા હતા. વળી, જેનિફક કેંડલનુ શેક્સપિરિયન ગ્રુપ પણ ત્યાં હાજર હતુ અને જેનિફર જેફ્રીની દીકરી હતી. થોડી મુલાકાતો બાદ શશિ અને જેનિફરને અહેસાસ થઈ ગયો હતો કે તે એકબીજાને પ્રેમ કરે છે. જેનિફરનો પરિવાર પહેલા તો લગ્ન માટે રાજી નહોતો પરંતુ ભાભી ગીતા બાલીના સમર્થનથી શશિ કપૂર અને જેનિફરે 2 જુલાઈ, 1958ના રોજ લગ્ન કરી લીધા હતા. બાદમાં બંનેએ એકસાથે થોડી ફિલ્મોમાં કામ કર્યુ યહતુ. તેમને ત્રણ બાળકો હતા. કુણાલ, કરણ અને સંજના કપૂર. 1984માં જેનિફરનુ કેન્સરથી મોત થઈ ગયુ હતુ. જેનાથી શશિ ભાવનાત્મક રીતે ભાંગી પડ્યા હતા અને 79 વર્ષની ઉંમરે શશિ કપૂરનુ પણ 5 ડિસેમ્બર, 2017ના રોજ નિધન થઈ ગયુ હતુ.

રણધીર કપૂરની લવ સ્ટોરી

રણધીર કપૂરની લવ સ્ટોરી

રાજ કપૂરના સૌથી મોટા દીકરા રણધીર કપૂરને બી-ટાઉનના સૌથી સફળ એક્ટરમાં ગણવામાં આવતા હતા. 'કલ આજ ઓર કલ' ફિલ્મના શૂટિંગ દરમિયાન રણધીરને પોતાની કો-સ્ટાર બબીતા સાથે પ્રેમ થઈ ગયો હતો. 6 નવેમ્બર, 1971ના રોજ રણધીર અને બબીતાએ લગ્ન કર્યા હતા. ત્રણ વર્ષ પછી 1974માં તેમણે પોતાના પહેલા બાળક, કરિશ્મા કપૂરને જન્મ આપ્યો હતો. 1980માં તેમની બીજી દીકરી કરીના કપૂરનો જન્મ થયો. 1988માં બબીતાએ રણધીર કપૂરનો સાથ છોડી દીધો હતો.

ઋષિ કપૂરની લવ સ્ટોરી

ઋષિ કપૂરની લવ સ્ટોરી

બૉલિવુડના ચિંટુ બૉય એટલે કે ઋષિ કપૂરને ફિલ્મોના શૂટિંગ દરમિયાન જ નીતુ સિંહ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંનેની ઘણી ફિલ્મો તેમની બોસ્ટ જોડીના કારણે હીટ ગઈ હતી. પહેલા તો રાજ કપૂર આ લગ્નના વિરોધમાં હતા પરંતુ બાદમાં તે રાજી થઈ ગયા હતા. ઋષિ કપૂર અને નીતુ સિંહે 22 જાન્યુઆરી, 1980ના રોજ લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો છે રિદ્ધિમા કપૂર અને રણબીર કપૂર.

રણબીર કપૂરની લવ સ્ટોરી

રણબીર કપૂરની લવ સ્ટોરી

રણબીર કપૂર બૉલિવુડમાં પોતાના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે. વર્ષ 2018થી તે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યા છે અને 14 એપ્રિલ, 2022ના રોજ તેમના લગ્ન છે. આલિયા ભટ્ટ પહેલા રણબીર કપૂર દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફને ડેટ કરી ચૂક્યા છે.

English summary
Love stories of Kapoor Family from Raj Kapoor to Ranbir Kapoor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X