માધુરી દિક્ષિતે બ્લેક સાડીમાં 'ધક ધક કરને લગા' સૉન્ગ પર કર્યો જબરદસ્ત ડાંસ
બૉલીવુડની ડાંસિંગ ડીવા એટલે કે માધુરી દીક્ષિતે પોતાની એક્ટિંગની સાથોસાથ પોતાના ડાંસથી પણ તહેલકો મચાવવાની કોઈ કસર નથી છોડી. માધુરી દીક્ષિતે પોતાના કરિયર દરમ્યાન કેટલાય ડાંસ શો જજ કર્યા છે. તેમનો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર કુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બ્લેક સાડી પહેરી પોતાના મશહૂર ગીત 'ધક ધક કરને લગા' પર ડાંસ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ડાંસ કરતાં માધુરી દીક્ષિતનો અંદાજ જબરદસ્ત લાગી રહ્યો છે. એટલું જ નહિ, મશહૂર એક્ટ્રેસ મૌની રોય પણ તેમના સ્ટેપ્સ મેચ કરવાની પુરી કોશિશ કરતી જોવા મળી રહી છે.

જબરદસ્ત ડાંસ કર્યો
માધુરી દીક્ષિતનો આ ડાંસ વીડિયો તેમના ફેનપેજે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટથી શેર કર્યો છે, જેને જોઈ ફેન્સ તેમના ખુબ વખાણ કરતા જોવા મળી રહ્યા છે. ખાસ વાત તો એ છે કે માધુરી દીક્ષિતના આ વીડિયોને અત્યાર સુધી 3 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.
|
વીડિયો જુઓ
વીડિયોમાં એક્ટ્રેસ ધક ધક સોન્ગ પર ડાંસ કરવાની સાથે જ જબરદસ્ત એક્સપ્રેશન્સ આપતી જોવા મળી રહી છે. માધુરી દીક્ષિતને ડાંસ કરતી જોઈ રેમો ડિસૂજા, કરણ જોહ અને રણવીર શૌરી પણ ખુબ તાળીઓ વગાડે છે. એક્ટ્રેસ મૌની રોય પણ માધુરી દીક્ષિતને મેચ કરવાની પૂરી કોશિશ કરે છે.
|
વધુ એક વીડિયો વાયરલ
જણાવી દઈએ કે આ વીડિયો ઉપરાંત વધુ એક વીડિયોએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક્ટ્રેસ બૉલીવુડના મશહૂર એક્ટર જૉહ્ન ઈબ્રાહિમ સાથે રોમેન્ટિક ડાંસ કરતી જોવા મળી રહી છે. એક્ટ્રેસના બૉલીવુડ કરિયરની વાત કરીએ તો છેલ્લે તે કરણ જોહરની ફિલ્મ કલંક અને ટોટલ ધમાલમાં જોવા મળી હતી. બંને ફિલ્મોમાં માધુરી દીક્ષિતના રોલને ખુબ પસંદ કરવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ ડાંસ વીડિયો જૂના છે જે હાલ વાયરલ થઈ રહ્યા છે.
ઉર્વશી રૌતેલાએ રેડ આઉટફિટમાં ઠૂમકાં લગાવ્યાં, જોતા જ રહી જશો