મીટુમાં આલોકનાથ પર લાગેલા આરોપ પર માધુરી, ‘હું તેમને જાણીને પણ અજાણ રહી'
માધુરી દીક્ષિતે આલોકનાથ અનને સૌમિક સેન સામે મીટુ હેઠળ લાગેલા યૌન શોષણના આરોપોને પોતાના માટે ચોંકાવનારા ગણાવ્યા હતા. દીક્ષિતે કહ્યુ કે તે આ બંને સામે લાગેલા આરોપોથી આશ્ચર્યચક્તિ હતી કારણકે તેમને આ લોકો પર આવા આરોપની અપેક્ષા નહોતી. નાથ અને સેન સામે ગયા વર્ષે મી ટુ અભિયાન હેઠળ યૌન શોષણના આરોપ લગાવવામાં આવ્યા હતા. બંને સાથે માધુરીએ કામ કર્યુ છે.

આ બોલી માધુરી દીક્ષિત
માધુરી દીક્ષિતે આલોકનાથ અને ફિલ્મ નિર્માતા સૌમિક સેન પર લાગેલા યૌન શોષણના આરોપો પર કહ્યુ કે આમના નામ મીટુ અભિયાનમાં આવવાથી તેમને દુખ થયુ હતુ. આ હંમેશાથી ચોંકાવનારુ હોય છે કારણકે તમે તેમને જાણતા તો હોવ પરંતુ એ રીતે ન જાણતા હોય. તેમની જિંદગીના એ પહેલુથી અજાણ હોવ છો. માધુરીએ કહ્યુ, તમે તેમને કેટલા જાણતા હતા અને કેટલા જાણી રહ્યા છો, આ બે અલગ અલગ વાતો છે. આ બહુ ચોંકાવનારો મામલો હતો.

આલોકનાથ અને સેન સાથે કામ કરી ચૂકી છે દીક્ષિત
ગયા વર્ષે ઓગસ્ટમાં મીટુ અભિયાનાં લેખક અને નિર્દેશક વિંતા નંદાએ આલોકનાથ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. સૌમિક સેન પર પણ ત્રણ મહિલાઓએ અનુચિત વ્યવહારના આરોપ લગાવ્યા હતા. આ મામલો ઘણો ચર્ચામાં રહ્યો. નંદાએ આલોકનાથ સામે રેપનો મામલો પણ નોંધાવ્યો. દીક્ષિત આલોકનાથ સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. વળી માધુરીએ સૌમિક સેનની ફિલ્મ ગુલાબી ગેંગમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી હતી.

‘ટોટલ ધમાલ' માં દેખાશે માધુરી
માધુરી દીક્ષિત હાલમાં પોતાની આવનારી ફિલ્મ ‘ટોટલ ધમાલ'ના પ્રમોશનમાં બિઝી છે. ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ગુજરાતી કપલનો રોલમાં છે. ફિલ્મમાં આ બંને સાથે અજય દેવગણ, અરશદ વારસી, જાવેદ જાફરી પણ લીડ રોલમાં છે. ફિલ્મને ઈન્દ્ર કુમારે ડાયરેક્ટ કરી છે કે જે ‘ધમાલ' ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. આ 2007માં આવેલી ‘ધમાલ' અને ‘ડબલ ધમાલ'ની સિક્વલ છે. અનિલ અને માધુરી 18 વર્ષ બાદ કોઈ ફિલ્મમાં સાથે દેખાશે. બંને 2000માં આવેલી ફિલ્મ ‘પુકાર' માં સાથે જોવા મળ્યા હતા. ત્યારબાદ બંનેએ ફિલ્મ લજ્જામાં કામ કર્યુ હતુ પરંતુ સાથે તેમનો કોઈ સીન નહોતો. અનિલ અને માધુરી એક ડઝનથી વધુ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. આમાં ધારાવી, ખેલ, બેટા, જમાઈ રાજા, રામ લખન, તેઝાબ, હિફાજત, ઘરવાલી બહારવાલી અને રાજકુમાર જેવી ફિલ્મો છે.

રાજકારણમાં આવવાની પણ ચર્ચા
થોડા સમય પહેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહની માધુરી દીક્ષિત સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ આ પ્રકારના સમાચારો પણ આવી રહ્યા છે કે માધુરી આ વખતે ચૂંટણી લડી શકે છે. તેમના પૂણેથી ચૂંટણી લડવાની ચર્ચાઓ ઘણી ગરમ છે જો કે તેમના તરફથી આ વાતનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યુ છે કે હાલમાં તેમનો ચૂંટણીમાં ઉતરવાનો કોઈ ઈરાદો નથી.
આ પણ વાંચોઃ ઝાંસીની રાણી મારી કાકી છે શું? મણિકર્ણિકા અંગે બોલિવુડ પર ભડકી કંગના રનોત