For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યારે શિલ્પા બોલી ઉઠ્યાં - હર હર ગંગે...

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 16 જાન્યુઆરી : અરે, ક્યાંક આપ એમ તો નહીં વિચારવા લાગ્યાં કે ખૂબસૂરત અને ગ્લૅમરસ શિલ્પા શેટ્ટીને શું થઈ ગયું કે તેઓ અભિનય છોડી હર હર ગંગે... કહેવા લાગ્યાં. જો આપ એવું વિચારતાં હોવ, તો હેરાન થવાની જરૂર નથી. આપના પ્યારા શિલ્પા શેટ્ટીને કંઈ જ થયું નથી. તેઓ પૂર્ણત્વે ફિટ એન્ડ ફાઇન છે. મૅડમ સંગમનગરી અલ્હાબાદ ખાતે મહાકુંભમાં પહોંચ્યા હતાં.

પોતાની સરપ્રાઇઝ વિઝિટ દ્વારા સૌને ચોંકાવનાર શિલ્પા શેટ્ટીને પણ સામાન્ય માણસની જેમ પુણ્ય કમાવવાની ઇચ્છા જાગી. તેનો ખુલાસો તેમણે ખુદ ટ્વિટર ઉપર કર્યુ છે. શિલ્પાએ ટ્વિટ કર્યુ છે - કડકડતી ઠંડીમાં મેં ગંગાજીમાં ત્રણ ડુબકીઓ લગાડી. હવે મને કદાચ મોક્ષ મળી જશે. દર્શન બહુ સારાં રહ્યાં. મન ખુશ થઈ ગયું, પરંતુ હું ત્યાં વધારે રોકાઈ નહોતી શકતી, કારણ કે હું પોતાના પુત્ર વિહાનને મુકીને ગઈ હતી. તે આટલો નાનો છે કે તેને ત્યાં લઈ જવા જેવું હતું નહીં. તેથી હું પોતાના સાત માસના બાળકને છોડીને મહાકુંભમાં ગઈ હતી. તેથી જલ્દીથી પરત ફરવું પડ્યું.

નોંધનીય છે કે મહાકુંભના પ્રથમ દિવસે શાહી સ્નાન પ્રસંગે શિલ્પા શેટ્ટી કુંદ્રા પોતાના માતા-પિતા તથા ઉદ્યોગપતિ શ્રીચંદ હિન્દુજા સાથે અલ્હાબાદ પહોંચ્યા હતાં. શિલ્પા શેટ્ટી હિન્દુજા પોતાના પરિવાર સાથે સ્વામી ચિદાનંદ સરસ્વતીના આશ્રમે પહોંચ્યા તથા ઊંડી શ્રદ્ધા સાથે ભગવાનની આરતીમાં શામેલ થયા હતાં.

ચિદાનંદ સરસ્વતીએ ગંગાને પ્રદૂષણમુક્ત કરવાનો અભિયાન છેડ્યો છે. તે અંગે શિલ્પા સ્વામીના આશ્રમે પહોંચ્યા હતાં. લોકો ભારે સંખ્યામાં ગંગામાં ડુબકી લગાવવા માટે અલ્હાબાદ પહોંચી રહ્યાં છે. સલામતી બંદોબસ્ત પણ કરાયું છે.

English summary
Mahakumbh is really Peace full said Shilpa Shetty on Twitter after visit Allahabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X