મહારાષ્ટ્ર પોલિસે પ્રિયંકા ચોપડાને આપી 7 વર્ષની સજાની ધમકી? બનાવી રહી હતી મોટો પ્લાન!
હાલમાં જ પ્રિયંકા ચોપડા અને ફરહાન અખ્તરની ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકનું ટ્રેલર રિલીઝ થયુ હતુ જેને લોકોએ ઘણુ વધુ પસંદ કર્યુ છે. આ ફિલ્મના ડાયલોગ વિશે કંઈક એવુ થયુ છે જે ઘણુ વધુ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેલરમાં એક ડાયલૉગ છે જેમાં પ્રિયંકા ચોપડા ફરહાન અખ્તરને કહે છે કે... 'એક વાર આયેશા સાજી થઈ જાય પછી સાથે મળીને બેંક લૂંટીશુ.'

સાત વર્ષની જેલની સજા મળશે
આના માટે મહારાષ્ટ્ર પોલિસે મજાક મજાકમાં પ્રિયંકા ચોપડાને ધમકી આપી દીધી છે, ‘જો તમે આવુ કરશો તો આઈપીસીની કલમ 393 હેઠળ સાત વર્ષની જેલની સજા મળશે.' ત્યારબાદ પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્ર પોલિસને ટ્વીટ કરીને લખ્યુ કે... ‘ઉપ્સ અમે રંગો હાથો પકડાઈ ગયા, હવે પ્લાન બીને એક્ટીવેટ કરવાનો સમય આવી ગયો છે.'
|
પ્રિયંકાનુ ટ્વીટ
ત્યારબાદ પ્રિયંકા ચોપડાએ પણ મહારાષ્ટ્ર પોલિસને ટ્વીટ કરીને લખ્યુ કે... ‘ઉપ્સ અમે રંગો હાથો પકડાઈ ગયા, હવે પ્લાન બીને એક્ટીવેટ કરવાનો સમય આવી ગયો છે.'
આ પણ વાંચોઃ લદ્દાખ બૉર્ડર પર ભારત અને ચીન વચ્ચે તણાવ, સૈનિકોમાં થઈ ધક્કા-મુક્કી
|
ફરહાનનું ટ્વીટ
પ્રિયંકા જ નહિ આ મામલે ફરહાન અખ્તર પણ બોલી પડ્યા અને તેમણે ટ્વીટ કર્યુ કે... ‘ફરીથી કેમેરા સામે લૂંટ કરવાનો પ્લાન નહિ બનાવીએ.' તમને જણાવી દઈએ કે આ ટ્વીટ એ સમયે ધડાધડ વાયરલ થઈ રહ્યુ છે. મુંબઈ પોલિસની વાત કરીએ તો ઘણીવાર તે આ રીતના ટ્વીટ્સ કરીને લોકો સુધી મેસેજ પહોંચાડતી રહે છે.