Maheep kapoor One night Stand : વન નાઈટ સ્ટેન્ડ કરી ચુકી છે કપૂર ખાનદાનની આ વહુ, ખુદ કરી દીધો ખુલાસો
Maheep kapoor One night Stand : બોલિવૂડમાં કપૂર ખાનદાનની ખાસ ઈજ્જત છે. કપૂર પરિવારમાંથી ઘણા લોકોએ બોલિવૂડમાં મોટો મુકામ હાંસલ કર્યો છે. જો કે સંજય કપૂર એક ફ્લોપ એક્ટર રહ્યાં છે.
સંજય કપૂર ભલે ફ્લોપ એક્ટર હોચ પરંતુ તેની વાઈફ મહીપ કપૂર એક સફળ બિઝનેસ વુમન છે. મહીપે હાલમાં જ તેની લાઈફના કેટલાક એવા ખુલાસા કર્યા છે જે આગ લગાવી રહ્યા છે.

મહિપ કપૂર જ્વેલરી ડિઝાઇનર છે. હાલમા જ નેટફ્લિક્સ શો ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલિવૂડ વાઈવ્સમાં જોવા મળી હતી. મહીપ તેના બિઝનેસ સિવાય તેની ફેશન સેન્સ અને સ્ટાઇલ માટે પણ જાણીતી છે. તેણી અને સંજયને એક પુત્રી શનાયા છે, જે ટૂંક સમયમાં ડેબ્યુ કરવા જઈ રહી છે.
મહિપ રૌનક રાજાણીના શોમાં પહોંચી હતી અને અહીં તેણે પોતાના અંગત જીવનની એવી વાતો કહી જે તેણે આજ સુધી ક્યારેય કહી નથી. મહિપે તેની અને સંજયની પહેલી મુલાકાત વિશે પણ વાત કરી.
મહિપે કપૂરે કહ્યું કે, મારી અને સંજયની લવ સ્ટોરી એકદમ સિમ્પલ હતી. મે બલસ એક જ વ્યક્તિ સાથે વન નાઇટ સ્ટેન્ડ કર્યુ. મને તે સમયે ખબર પણ નહોતી કે હું તેની સાથે લગ્ન કરીશ. હું કોઈપણ આમંત્રણ વિના પાર્ટીમાં ગઈ હતી. જ્યાં હું તેને મળી ત્યારે ખરાબ રીતે નશામાં હતી.
મહીપે કહ્યું કે, ત્યાં તે સંજય કપૂરના સમગ્ર પરિવારને મળી. મારા સાસુ, સસરા, સુનીતા, અનિલ અને શ્રી દેવી સાથે મુલાકા કરી. તેમ છતાં તેણે મને તેની વહુ તરીકે સ્વીકારી. અમારા તરફથી કોઈ પ્રસ્તાવ કે એવું કંઈ નહોતું. હું તેના કરતા ઘણી નાની છું. તે સમયે ઈન્સ્ટાગ્રામ પણ નહોતું. તેણે માત્ર મને કહ્યું- જુઓ, આપણે લગ્ન કરી રહ્યા છીએ. આજે 30 વર્ષ થઈ ગયા છે.
આ 1990 ના દાયકાની નાઇટ ક્લબની છે. બંનેએ ખૂબ જ પીધું હતું. તરત જ તેણે કહ્યું કે આપણે બંને લગ્ન કરી રહ્યા છીએ. હું ટકિલા શોટ લેતી હતી અને પછી મેં પણ કહ્યું- ઠીક છે. તે પછી અમે બંને એકબીજાને 5 વર્ષ સુધી ડેટ કર્યા. અમે 30 વર્ષથી સાથે છીએ.
મહીપ અને સંજય કપૂર વચ્ચે ઉંમરનો તફાવત મોટો છે. મહિપ 42 વર્ષની અને સંજય 59 વર્ષના છે. મહીપ સંજય કરતા 17 વર્ષ નાની છે. મહિપે ઘણા ઈન્ટરવ્યુમાં પણ કહ્યું છે કે લગ્નના થોડા વર્ષો સારા નહોતા ગયા. સંજયે તેની સાથે દગો કર્યો હતો.
જો કે તેણે બધું જ પાછળ છોડીને બાળકોની ખાતર લગ્ન બચાવી લીધા. જણાવી દઈએ કે, મહીપ અને સંજયના લગ્ન 1997માં થયા હતા. તેમની પ્રથમ પુત્રી શનાયા કપૂરનો જન્મ 1999માં થયો હતો અને પુત્ર જહાન કપૂરનો જન્મ 2006માં થયો છે.












Click it and Unblock the Notifications
