• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મહેશ ભટ્ટઃ ક્યારેક દીકરીને Kiss કરીને તો ક્યારેક દીકરા અને હેડલીની મિત્રતાને કારણે થયા બદનામ

By Staff
|

મુંબઈઃ દેશના મશહૂર નિર્માતા, લેખક, નિર્દેશક મહેશ ભટ્ટે આજે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. ફિલ્મ સારાંશથી લઈ હમારી અધૂરી કહાની સુધી મહેશ ભટ્ટની કલમે ખુદને હંમેશા અવ્વલ સાબિત કર્યા છે પરંતુ આજે અમે તેમની ફિલ્મો અંગે વાતો નહિ કરીએ બલકે તેવી વાતોનો ઉલ્લેખ કરીએ છીએ જેને કારણે ફિલ્મી કનવાસની આ નાયાબ હીરોએ પોતાની દેશભક્તિ સાબિત કરવી પડી હતી, આમ પણ મહેશ ભટ્ટને કન્ટ્રોવર્સીના કિંગ કહેવામાં આવે છે અને શરૂઆતથી જ તેનું અંગત જીવન સવાલોના ઘેરામાં રહ્યું છે.

દીકરી પૂજા ભટ્ટને કિસ કર્યા બાદ

દીકરી પૂજા ભટ્ટને કિસ કર્યા બાદ

નેવુના દશકામાં એક તસવીર સામે આવી હતી, જેમાં મહેશ ભટ્ટ પોતાની દીકરી પૂજા ભટ્ટને લિપ કિસ કરતા જોવા મળી રહ્યા હતા, તેમની આ તસવીરથી ફેન્સ અને સામાન્ય લોકો વચ્ચે હડકંપ મચી ગયો હતો, આ તસવીરે એટલો વિવાદ સર્જ્યો કે મહેશ ભટ્ટને મારી નાખવાની ધમકીઓ પણ આવવા લાગી હતી.

મહેશ ભટ્ટે સફાઈ આપી હતી

મહેશ ભટ્ટે સફાઈ આપી હતી

બબાલ મચ્યા બાદ મહેશ ભટ્ટે સ્પષ્ટતા આપી હતી કે આ તસવીર જૂઠી છે અને તેમણે આવી કોઈ તસવીર પડાવી નથી, જો કે આ તસવીર સામે આવ્યાના થોડા સમય પહેલા જ મહેશ ભટ્ટે કહ્યું હતું કે પૂજા ભટ્ટ જો તેમની દીકરી ન હોત તો તેઓ તેની સાથે લગ્ન કરી લેત, આ કારણે જ આ તસવીર પર ભારે બબાલ મચી હતી.

બીજી મુસીબત દીકરા રાહુલને લઈને આવી

બીજી મુસીબત દીકરા રાહુલને લઈને આવી

બીજી બબાલ તેમના દીકરા રાહુલને કારણે મચી હતી, જણાવી દઈએ કે રાહુલ અને મુંબઈ હુમલાનો મુખ્ય આરોપી ડેવિડ કોલમેન હેડલીની દોસ્તીના અહેવાલથી દેશભરમાં કોહરામ મચી ગયો હતો અને મહેશ ભટ્ટની જિંદગીમાં ઉથલ પાથલ શરૂ થઈ ગયા હતા જેના માટે મહેશ ભટ્ટે ખુલ્લા મંચ પરથી કેટલીયવાર બુમો પાડીને કહેવું પડ્યું હતું કે તેમના દીકરા રાહુલને ખબર નહોતી કે જે વ્યક્તિ તેનો મિત્ર છે તે એક આતંકવાદી છે.

હુસૈન જૈદીનું પુસ્તક 'હેડલી એન્ડ આઈ'

હુસૈન જૈદીનું પુસ્તક 'હેડલી એન્ડ આઈ'

જણાવી દઈએ કે મહેશ ભટ્ટના દીકરા રુહલ ભટ્ટ પર લખવામાં આવેલ જર્નલિસ્ટ એસ હુસૈન જૈદીનું પુસ્તક 'હેડલી એન્ડ આઈ'માં આ વાતનો ખુલાસો થયો હતો કે રાહુલ ભટ્ટને ડેવિડની સ્ટાઈલ અને મિજાજ બહુ પસંદ હતો. પુસ્તક કહે છે કે રાહુલ ભટ્ટ, હેડલીના નાપાક ઈરાદાઓથી બિલકુલ અજાણ હતો અને તે બંનેની મુલાકાત એક અમેરિકન જિમમાં થઈ હતી.

ડેવિડની સ્ટાઈલ અને મિજાજથી પ્રભાવિત થયો હતો રાહુલ

ડેવિડની સ્ટાઈલ અને મિજાજથી પ્રભાવિત થયો હતો રાહુલ

પુસ્તક હેડલી એન્ડ આઈ મુજબ રાહુલ ભટ્ટને બૉડી બિલ્ડિંગનો શોક છે અને આ શોકને કારણે જ તે અમેરિકાના એક એવા જિમમાં પહોંચી ગયો જ્યાં હેડલી પણ આવતો હતો. રાહુલ, હેડલીની બૉડીથી બહુ પ્રબાવિત હતો અને આ કારણે જ તેની મિત્રતા થઈ હતી જે તેના એક કોમન ફ્રેન્ડે કરાવી હતી. રાહુલ જ્યારે પણ હેડલીને જિમમાં મળતો તો તેમની વચ્ચે ભારતની ખાસિયતો વિશે વાતચીત થતી હતી. રાહુલ મુજબ ડેવિડને લોકો ડેવિડ અરમાની કહેતા હતા કેમ કે તે અરમાની સૂટ પસંદ કરતો હતો. ડેવિડે તેની સાથે માયાનગરી અને ફિલ્મો વિશે પણ વાતચીત કરી હતી જેનાથી રાહુલને લાગતું હતું કે તે પણ બૉલીવુડનો ફેન છે.

દીકરા માટે બાપે લડી લડાઈ

દીકરા માટે બાપે લડી લડાઈ

ડેવિડના ખતરનાક ઈરાદાઓથી અજાણ રાહુલને અંદાજો પણ નહોતો કે તે એક આતંકી છે પરંતુ જ્યારે રાહુલનું નામ હેડલી સાથે આવ્યું તો પોતાના દીકરા માટે પિતા મહેશ ભટ્ટે મોર્ચો સંભાળ્યો અને કેટલાય સબૂતો અને સ્પષ્ટતા હાજર કરીને સાબિત કર્યું કે તેમનો દીકરો નિર્દોષ છે. અહીં તમને વધુ એક ખાસ વાત જણાવી દઈએ કે મહેશ અને રાહુલના સંબંધ સારા નથી, અગાઉ રાહુલ કેટલીયવાર કહી ચૂક્યો છે કે તેના પપ્પા તેને પોતાના દીકરાની જેમ પ્રેમ નથી કરતા પરંતુ જ્યારે બાપે દીકરા માટે લડાઈ લડી તો બધી જ નફરત પ્રેમમાં તબદીલ થઈ ગઈ.

જ્યારે સારાંશ સામે આવ્યો...

જ્યારે સારાંશ સામે આવ્યો...

જો કે મહેશ ભટ્ટની બધી જ સ્પષ્ટતાને આખા દેશે માની લીધી છે અને તેમની દેશભક્તિ અને પ્રેમ પર કોઈને કંઈ શક નથી પરંતુ હેડલી નામનો કાળો પડછાયાએ તેમના જીવન પર થોડા સમય માટે અંધારું જરૂર કરી દીધું હતું. પરંતુ જ્યારે સારાંશ સામે આવ્યો તો લાગ્યું કે આમાં મહેશ ભટ્ટનો કોઈ વાક નથી.

સોનાક્ષી સિન્હાને ખબર નથી હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની - થઈ ટ્રોલસોનાક્ષી સિન્હાને ખબર નથી હનુમાન કોના માટે લાવ્યા હતા સંજીવની - થઈ ટ્રોલ

English summary
mahesh bhatt's controversial journey, users trolled him badly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X