• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સુશાંત સિંહના દોસ્ત મહેશ શેટ્ટીએ લખી અત્યંત ભાવુક પોસ્ટ, 'વાત તો કરતો યાર...'

|

બૉલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને પાંચ દિવસ થઈ ગયા છે પરંતુ તેમના પ્રશંસક અને જાણીતી હસ્તીઓ હજુ પણ આ આઘાતમાંથી બહાર આવી શક્યા નથી. સુશાંત 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત નિવાસસ્થાને મૃત હાલતમાં મળી આવ્યા હતા. તે છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનમાં હતા. પોલિસને તેમના ઘરેથી મેડિકલના પ્રિસ્ક્રીપ્શન અને દવાઓ મળી હતી. સોશિયલ મીડિયા પર સુશાંતના મોત વિશે તેમના ફેન્સ અને ઘરવાળા તપાસની માંગ કરી રહ્યા છે. જે દિવસે સુશાંતે સુસાઈડ કર્યુ હતુ તે દિવસે તેણે છેલ્લો કૉલ પોતાના દોસ્ત મહેશ શેટ્ટીને કર્યો હતો. બે અભિનેતા ભાઈ જેવા હતા. બંનેએ સાથે સાથે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. સુશાંતના ગયા બાદ છેવટે ગુરુવારે મહેશે ભાવુક કરી દેતી એક નોટ શેર કરી છે.

સુશાંતને યાદ કરીને ઈમોશનલ થયા મહેશ શેટ્ટી

સુશાંતને યાદ કરીને ઈમોશનલ થયા મહેશ શેટ્ટી

મહેશ શેટ્ટીએ પોતાની ઈમોશનલ પોસ્ટમાં લખ્યુ કે, 'આ બહુ જ વિચિત્ર ફીલિંગ છે, મારે ઘણુ બધુ કહેવુ છે પરંતુ હું નિઃશબ્દ છુ. પોતાના જીવનમાં તમે ઘણી વાર એવા વ્યક્તિને મળ છો જેમની સાથે તમારુ જબરદસ્ત કનેક્શન બની જાય છે, જાણે કે તમે તેને તમારી આખી જિંદગીથી જાણો છો. તમને અહેસાસ થાય છે કે તમારે ભાઈ બનવા માટે એક જ માના ગર્ભમાંથી પેદા થવાનુ નથી. આ રીતે અમે મળ્યા. સુશાંત અને હું આવા જ ભાઈ હતા. જો અમે ફિલ્મ સિટીમાં સાથે જમવાનુ અને લાંબી સૈર ન કરતા તો અમને અહેસાસ જ ન થાત કે અમે ક્યારે અને કેવી રીતે એકબીજાની જીવનનો અભિન્ન હિસ્સો બની ગયા.'

'અમે એક અનોખુ બંધન શેર કર્યુ છે'

'અમે એક અનોખુ બંધન શેર કર્યુ છે'

મહેશે કહ્યુ કે, 'આટલી બધી યાદો, આપણી યાત્રાઓ, આપણી અંતહીન ચેટ, ભોજન, ફિલ્મો, પુસ્તકો, પ્રકૃતિ, વિજ્ઞાન, સંબંધ અને ઘણો બધો બકવાસ. એ બધુ એ બાળક જેવુ હતુ જે કોઈ કેન્ડી શૉપ પર ઉભો હોય. જબરદસ્ત એનર્જી અને સપના એવા જે ક્યારેય ખતમ ન થાય. એણે મને પ્રેમનો અહેસાસ કરાવ્યો. આ અમારા માટે પવિત્ર હતુ. અમે એક અનોખુ બંધન શેર કર્યુ અને મને હંમેશા ખુશી છે કે અમારા સંબંધને સ્નેહ કે સાર્વજનિક માન્યતાના કોઈ પણ સાર્વજનિક પ્રદર્શનની જરૂર નહોતી. આ અમારા માટે પવિત્ર હતુ. કાશ હું વધુ ફોટા પાડી શકતો પરંતુ હું આભારી છુ કે મારી પાસે 13 વર્ષની યાદો છે. તેની યાદો મારી પાસે જીવનભર રહેશે.'

તે મારી આસપાસના લગભગ બધા માટે પ્રેરણા હતોઃ મહેશ

તે મારી આસપાસના લગભગ બધા માટે પ્રેરણા હતોઃ મહેશ

મહેશ શેટ્ટીએ લખ્યુ કે, તેની સફળતા, તેની ઉપલબ્ધિઓ, તેનુ કામ, તે ખૂબ જ પર્ફેક્શનિસ્ટ હતો. ભલે ગમે તે કહુ, હું ક્યારેય તેની પ્રતિભાને સમજાવી નહિ શકુ. હું ક્યારેય એ વ્યક્ત નહિ કરી શકુ કે દર વખતે જ્યારે મે તેને મોટા પડદે જોતો હતો તો મને ખૂબ જ ખુશી થઈ અને સખત મહેનતના એ બધા દિવસો અને રાત તેણે પોતાની ભૂમિકા માટે લગાવી દીધા. તે મારી આસપાસના લગભગ બધા માટે પ્રેરણા હતો અને તેનો મને વધુ ગર્વ છે. તેની આંખોમાં સપનાઓ સાથેનુ જીવન ભરેલુ હતુ. જે પણ તેને પ્રેમ કરતુ હતુ તે મારા પરિવારનો હિસ્સો બની જાય છે અને તે હંમેશા એ જ રીતે રહેશે.

'ધરતી માની કસમ, હું રોજ રાતે તને જોઈશ'

'ધરતી માની કસમ, હું રોજ રાતે તને જોઈશ'

મહેશે લખ્યુ કે, 'મે ક્યારેય નહોતુ વિચાર્યુ કે હું આ બધુ તારા માટે લખીશ. આપણે રિટાયરમેન્ટ પછી ફાર્મિંગનુ પ્લાનિંગ કરી રહ્યા હતા. અને હવે આ.. ક્યારેય આશા નહોતી કે તુ આટલો જલ્દી જતો રહીશ. હું તમે હંમેશા વારસા તરીકે મારા દિલમાં રાખીશ અને એને ક્યારેય બેકાર નહિ જવા દઉ. કાશ! દુનિયા તારા કામની જેમ તારી જિંદગીનો જશ્ન મનાવતી. એવુ અનુભવાય છે કે અચાનક શૂન્ય છે જે પછી ક્યારેય નહિ ભરાય. આપણા જીવનની દરેક મહત્વપૂર્ણ ઘટના માટે, આપણે હંમેશા એકબીજા માટે હતા. જો તમે તમારા દિલનો ટૂકડો ખોઈ દો તો તમે કેવુ અનુભવો છો? મને દુઃખ છે, પરંતુ હવે હું બહુ બધી ફરિયાદ કરીશ. હું કેવી રીતે કામના કરુ તે પોતાનુ દિલ પૂરિ ખોલી દીધુ હશે. તુ જાણતો હતો કે શેટ્ટી છે અને તારી સાથે હંમેશા રહેશે. પછી કેમ? મને ખબર છે કે તુ સ્ટાર્સને કેટલો પ્રેમ કરતો હતો. ધરતી માની કસમ...... હું રોજ રાતે તને જોઈશ.

રિયા ચક્રવર્તી પર ભડકી જિયા ખાનની મા, તે સુશાંતને છોડીને કેમ ગઈ? જ્યારે તે દુઃખમાં હતો?

English summary
Mahesh Shetty, Sushant Singh Rajput's close friend shares emotional post
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more