For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Review : આ હીરો સ્વીટ, ઇનોસંટ કે સ્વામી ટાઇપનો નહીં, હરામી ટાઇપનો છે!

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 4 એપ્રિલ : ‘મૈં દિખતા હૂં બહુત હી સ્વીટ, ઇનોસંટ, સ્વામી ટાઇપ કા, લેકિન મૈં હૂં બહુત હી હરામી ટાઇપ કા...' કંઇક આવા જ ક્રિસ્પી અને હસવા માટે મજબૂર કરતા ડાયલૉગ્સથી ભરપૂર ફિલ્મ મૈં તેરા હીરો આજે રિલીઝ થઈ ગઈ છે. સ્ટુડન્ટ ઑફ ધ ઈયર ફિલ્મના સ્ટુડન્ટ વરુણ ધવને મૈં તેરા હીરોમાં એટલું ધમાકેદાર અને એનર્જેટિક પરફૉરમન્સ આપ્યું છે કે ફિલ્મ જોયા બાદ ગૅરંટી સાથે તમે બહાર આવતા ફિલ્મના ગીતો ગણગણતા નિકળશો. ફિલ્મમાં વરુણનું પરફૉર્મન્સ એટલુ જોરદાર છે કે એમ કહી શકવુ ખૂબ જ મુશ્કેલ લાગે કે આ વરુણની બીજી જ ફિલ્મ છે.

વરુણ ધવને પોતાની બીજી જ ફિલ્મમાં પોતાની સ્ટાર પાવરને એટલી બહેતરીન રીતે રજૂ કરી છે કે જૂના એક્ટર્સ પણ જેમાં ચૂક કરી જાય છે. વરુણના દરેક સીન, દરેક હાવ-ભાવ, એક્શનને જોઈ એમ લાગે છે કે જાણે ગોવિંદાનો પુનર્જન્મ થઈ ગયો હોય. કૉમેડીના બાદશાહ ગોવિંદાને વરુણ ધવને પોતાની એક્ટિંગ વડે જોરદાર ટક્કર આપી છે. જોકે ગોવિંદા સાથે કોઈ પણ એક્ટરની સરખામણી ખોટુ ગણાશે, કારણ કે તેમના લેવલે પહોંચવુ મુશ્કેલ છે, પરંતુ ગોવિંદાના ગુરુ ડેવિડ ધવને પોતાના પુત્ર વરુણને તેવી જ રીતે નૅરેટ કર્યો છે કે જેમ ગોવિંદા થતા હતાં. ગોવિંદા સ્ક્રીન ઉપર આવ્યા બાદ દર્શકો જેમ બીજા કોઈની ઉપર ધ્યાન જ નહોતા આપતાં, તેવી જ રીતે મૈં તેરા હીરોમાં વરુણના પાત્ર સાથે થયું છે.

મૈં તેરા હીરો ફિલ્મનું દરેક પાત્ર પોતાનામાં જ પરફેક્ટ છે. જોકે ઇલિયાના ડીક્રૂઝ કરતા નરગિસ ફખરી વધુ બહેતર નજરે પડ્યાં છે, પરંતુ એક્ટિંગની વાત કરીએ, તો વરુણ ધવન ઉપરાંત અનુપમ ખેર, સૌરભ શુક્લા અને રાજપાલ યાદવે પોતાનું બેસ્ટ આપ્યું છે. ફિલ્મમાં નરગિસ અને ઇલિયાનાને માત્ર સજાવટ તરીકે યૂઝ કરાયા છે. ફિલ્મના ગીતો બહેતરીન છે. ખાસ તો યે જવાની હૈ દીવાની ફિલ્મના ગીત બદતમીઝ દિલ...ને ભગવાન શિવના ભક્તિ ગીત તરીકે જે રીમેક કરાયું છે, તે ખૂબ જ શ્રેષ્ઠ પીસ છે. ઉપરાંત ફિલ્મનું ટાઇટલ સૉંગ તેરા હીરો ઇધર હૈ... અને શનિવાર રાત્રિ મુઝે નીંદ નહીં આતી... ખૂબ જ કર્ણપ્રિય છે. આ ગીતોના બોલ પણ જીભે સરળતાથી ચડી જાય તેવા છે.

ચાલો જાણીએ ફિલ્મની વાર્તા અને જોઇએ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચેલી સેલિબ્રિટીઓની તસવીરો :

જૅકી ભાગનાની

જૅકી ભાગનાની

મૈં તેરા હીરો ફિલ્મની વાર્તા કૉમેડી વિથ લવ છે.

જ્હૉન અબ્રાહમ

જ્હૉન અબ્રાહમ

મૈં તેરા હીરો ફિલ્મના હીરો વરુણ ધવનને ઇલિયાના ડીક્રૂઝ સાથે પ્રેમ થઈ જાય છે.

જુહી ચાવલા

જુહી ચાવલા

ઇલિયાના પણ વરુણને ચાહવા લાગે છે.

રાજપાલ યાદવ

રાજપાલ યાદવ

દરેક ફિલ્મની જેમ વરુણ-ઇલિયાનાની લવ-સ્ટોરીમાં પણ વિલન આવે છે.

શોભા કપૂર-જિતેન્દ્ર

શોભા કપૂર-જિતેન્દ્ર

વરુણ-ઇલિયાનાના પ્રેમ વચ્ચે અરુણદોય સિંહ આવે છે.

શ્રદ્ધા કપૂર

શ્રદ્ધા કપૂર

અરુણોદય ઇલિયાના સાથે લગ્ન કરવા માંગે છે.

સિદ્ધાર્થ અને આદિત્ય રૉય કપૂર

સિદ્ધાર્થ અને આદિત્ય રૉય કપૂર

અરુણોદય વરુણ-ઇલિયાના વચ્ચે અંતર પેદા કરવાનો પ્રયત્ન કરે છે.

વરુણ ધવન

વરુણ ધવન

અરુણોદયના આ પ્રયત્નમાં નરગિસ ફખરી તેનો સાથ આપે છે.

ઝાયેદ ખાન અને મલાઇકા પારેખ

ઝાયેદ ખાન અને મલાઇકા પારેખ

નરગિસ પણ વરુણ સાથે પ્રેમ કરે છે.

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

હવે જોવાનું એ રહે છે કે અરુણોદય-નરગિસના બદઇરાદાઓમાંથી વરુણ કેવી રીતે બચે છે અને કેવી રીતે પોતાના પ્રેમને પામે છે.

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

ડેવિડ ધવને ફિલ્મમાં પોતાના પુત્ર વરુણને બેહતર એક્ટર સાબિત કરવાની પુરતી કોશિશ કરી છે.

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

મૈં તેરા હીરો ફિલ્મ યંગસ્ટર્સને પસંદ પડશે.

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

મૈં તેરા હીરો સ્પેશિયલ સ્ક્રીનિંગ

સ્ટુડન્ટ ઑફ ધ ઈયરમાં એક સ્કૂલ બૉયનો રોલ કરનાર વરુણે મૈં તેરા હીરોમાં એક રોમાંટિક હીરો તરીકે શાનદાર પરફૉર્મન્સ આપ્યું છે.

મૈં તેરા હીરો

મૈં તેરા હીરો

મૈં તેરા હીરો ફિલ્મ જોઈને લાગતુ જ નથી કે વરુણની આ બીજી જ ફિલ્મ છે, તો ઇલિયાના અને નરગિસ માત્ર સજાવટની વસ્તુ તરીકે યૂઝ કરાઈ હોય તેવુ લાગે છે.

English summary
Main Tera Hero is a srtory of a Sreenath Prasad aka Seenu (Varun Dhawan) who loves Sunaina (Ileana D'Cruz). Ayesha (Nargis Fakhiri) also loves Seenu and she kidnap Sunaina to get Seenu. Movie is full comedy and entertaining. Second half is little boring but overall Main Tera Hero is funny, crisp and entertain.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X