Makar Sankranti 2021: આ બૉલીવુડ ગીતથી મ્યૂઝિકલ થઈ જશે તમારી મકર સંક્રાંતિ
ભારત તહેવારોનો દેશ છે, લગભગ હરેક મહિને એક તહેવાર મનાવવામા આવે છે. આ જાન્યુઆરીનો મહિનો છે અને આ મહિનામાં બે વડા તહેવાર થાય છે. એક ગણતંત્ર દિવસ જે રાષ્ટ્રીય તહેવાર છે અને બીજો મકર સંક્રાંતિ. અમે વાત કરી રહ્યા છીએ મકર સંક્રાંતિ એટલે કે ખિચડીની જે આખા દેશમાં મનાવવામાં આવે છે. આ દરમ્યાન લોકો ખિચડીનું વિતરણ કરે છે અને કેટલાય લોકો ઘરમાં પરિવાર સાથે રહીને સેલિબ્રેટ કરે છે. પરંતુ કોઈપણ તહેવારની વાત હોય અને બૉલીવુડ ગીત તેમાં શામેલ ના હોય તેવું કઈ રીતે બની શકે છે.
મકર સંક્રાંતિ પર કેટલાંય ગીત ફિલ્માવવામાં આવ્યાં છે જે જબરાં હિટ સાબિત થયાં છે. ગુજરાત, યુપી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં લોકો મકર સંક્રાંતિ દરમ્યાન પતંગ ચગાવતા હોય છે પરંતુ ગુજરાતની વાત કંઈક અલગ જ છે, જ્યાં ધાબા પર મ્યૂઝિક વાગતું હોય અને લોકોમાં એકબીજાનો પતંગ કાપવાની હરોળ લાગી હોય છે.

રોમાંટિક ગીત
તમે એવું કેટલાંય ગીતમાં જોયું હશે જ્યાં હીરો અને હીરોઈન પતંગના પેંચ લડાવતાં રોમાંસ કરતા જોવા મળે છે. આ મકર સંક્રાંતિ દરમ્યાન અમે તમને આવાં જ હિન્દી ગીતથી રૂબરૂ કરાવી રહ્યા છીએ. આ સંક્રાંતિ દરમ્યાન તમે પતંગ ઉડાવતાં આ ગીત સાથે એન્જોય કરી શકો છો. જુઓ આખી યાદી...

ઉડી ઉડી જાય
શાહરૂખ ખાનની ફિલ્મ રઈસનું શાનદાર ગીત ઉડી ઉડી જાય આ મકર સંક્રાંતિએ તમે સાંભળી શકો છો. ગીત શાનદાર છે.

કાઈ પો છે
સુપર સ્ટાર સલમાન ખાને ઐશ્વર્યા રાય સાથે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમમાં પતંગ ઉડાવી હતી. ગીત ઘણું ધમાકેદાર છે.

રુત આ ગઈ રે
આમીર ખાને પણ 1947 અર્થમાં પતંગ ઉડાવી હતી. મકર સંક્રાંતિ દરમ્યાન આ ગીત છવાઈ જવા માટે તૈયાર છે. જેને તમે સાંભળી શકો છો.

માંઝા
સુશાંત સિંહ રાજપૂતની પહેલી ફિલ્મ કાઈ પો છેમાં આ ગીત માંઝા સાંભળવા મળ્યું હતું. આ સંક્રાંતિએ આ ગીત તમે સુશાંતની યાદમાં સાંભળી શકો.

અમ્બરસરિયા
ફિલ્મ ફુકરેનુ દમદાર ગીત અમ્બરસરિયા રિલીઝ થયા બાદ ઘણું પસંદ કરાયું હતું. પુલકિત સમ્રાટ આ ગીતમાં પતંગ ઉડાવતા જોવા મળ્યા હતા.

ચલી ચલી રે પતંગ
ફિલ્મ ભાભીનું આ જૂનું ગીત જેના બોલ છે- ચલી ચલી રે પતંગ, તમને બૉલીવુડના જૂના જમાનામાં લઈ જશે. આ ગીત તમારી મકર સંક્રાંતિને જબરદસ્ત બનાવી દેશે.
વાણી કપૂરે હૉટ બિકિની ફોટો શેર કરીને લોકોને બનાવ્યા દીવાના, જુઓ Pics