સુપર બોલ્ડ આઉટફિટમાં મલાઈકા અરોરા અને અનન્યા પાંડે, જુઓ Pics
બૉલિવુડની લોકપ્રિય ફેશન ડિઝાઈનર અર્પિતા મહેતાએ ફેશન ઈન્ડસ્ટ્રીમાં 10 વર્ષ પૂરા કરી લીધા છે. 10 વર્ષ પૂરા કરવાના પ્રસંગે બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અનન્યા પાંડે સહિત બૉલિવુડ અભિનેત્રી અર્પિતા મહેતાના આઉટફિટમાં જોવા મળી છે.

મલાઈકા અને અનન્યાનો બોલ્ડ લુક
મલાઈકા અને અનન્યાએ એક જ કલરના આઉટફિટ કેરી કર્યા છે. આઉટફિટ સાથે સાથે તેમનો મેકઅપ પણ એક જેવો છે. ચાલો, જોઈએ મલાઈકા અને અનન્યાનો બોલ્ડ લુક.

અર્પિતા મહેતાના આઉટફિટમાં મલાઈકા અરોરા
મલાઈકા અરોરા પોતાના ફેશનેબલ અને સ્ટાઈલિશ લુક માટે જાણીતી છે. મલાઈકા અરોરા બી ટાઉનમાં પોતાની કમાલની ફેશન સેન્સ માટે જાણીતી છે. હાલમાં જ અભિનેત્રી મલાઈકા અરોરાએ પોતાનો સિઝલિંગ લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મલાઈકાએ મિરર વર્કવાળો બ્લાઉઝ અને ડાર્ક બ્લુ તેમજ લાઈટ બ્લુ સ્લિટ લૉંગ સ્કર્ટ પહેર્યુ છે. મલાઈકા અરોરાનો આ લુક ખૂબ જ બોલ્ડ લાગી રહ્યો છે.

અર્પિતા મહેતાના આઉટફિટમાં અનન્યા પાંડે
ક્યુટ અને સુંદર અભિનેત્રી અનન્યા પાંડે પોતાની ફેશન સેન્સ માટે જાણીતી છે. હાલમાં જ અભિનેત્રીએ પોતાનો ગ્લેમરસ લુક શેર કર્યો છે. અનન્યા પાંડેનો આ લુક મલાઈકા અરોરાને ઘણો મળતો આવે છે. અભિનેત્રીએ પણ મલાઈકાની જેમ જ મિરર વર્કવાળો સ્લીવલેસ બ્લાઉઝ અને લૉંગ રફલ ડિઝાઈનવાળુ સ્કર્ટ પહેર્યુ છે. અનન્યા પાંડે અને મલાઈકા અરોરાના આઉટફિટનો કલર એક જેવો જ છે.

મલાઈકા અરોરાનો મેકઅપ
મલાઈકા અરોરાએ આ સ્ટનિંગ આઉટફિટ સાથે સટલ મેકઅપ કર્યો છે. અભિનેત્રીએ ચહેરા પર પરફેક્ટ ટોનનુ કંસીલર અને ફાઉન્ડેશન લગાવ્યુ છે. મલાઈકાનો આઈ મેકઅપની વાત કરીએ તો તેણે રોઝ ગોલ્ડ આઈશેડોનો ઉપયોગ કર્યો છે. મસ્કરા લગાવીને તેણે પોતાના લુકને કમ્પ્લીટ કર્યો છે. ગાલ પર અભિનેત્રીએ પિંક કલરનુ બ્લશર લગાવ્યુ છે. ન્યૂડ પિંક લિપસ્ટિકમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. મલાઈકાની હેર સ્ટાઈલની વાત કરીએ તો અભિનેત્રીએ આઉટફિટ સાથે મેસી બન હેર સ્ટાઈલ કેરી કરી છે. તેની આ હેર સ્ટાઈલ તેને બોલ્ડ લુક આપી રહી છે.

અનન્યા પાંડેનો મેકઅપ
અનન્યા પાંડેના ડ્રેસની જેમ તેનો મેકઅપ પણ મલાઈકા અરોરાથી ઘણો મળતો આવે છે. અનન્યા પાંડેએ પણ ચહેરા પર ફાઉન્ડેશન અને કંસીલરનો પરફેક્ટ બેઝ લગાવ્યો છે. અનન્યા પાંડેએ પોતાના ગાલ પર લાઈટ પિંક બ્લશર લગાવ્યુ છે. અનન્યાના આઈ મેકઅપની વાત કરીએ તો તેણે શિમરી આઈશેડો બાદ આંખો પર લાઈનર લગાવ્યુ છે. અનન્યા પાંડેએ પણ લિપસ્ટિકનો એ જ શેડ લગાવ્યો છે જે મલાઈકા અરોરાએ લગાવ્યો છે. અનન્યા પાંડેએ આ સ્ટાઈલિશ આઉટફિટ સાથે વેવી હેર સ્ટાઈલ કેરી કરી છે. અનન્યા ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
અનુરાગ કશ્યપની દીકરીએ બિકિની પહેરીને ઈન્ટરનેટ પર લગાવી આગ, એકલામાં જ જુઓ