મલાઈકા-અર્જૂન કપૂરના લગ્ન વિશે આવ્યા મોટા સમાચાર, આ તારીખે વાગશે શરણાઈ
અરબાઝ ખાન સાથે 19 વર્ષના લગ્ન બાદ છૂટાછેડા લેનાર એભિનેત્રી મલાઈકા અરોરા વિશે હવે નવા સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે મલાઈકા ટૂંક સમયમાં પોતાના કથિત બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે લગ્ન કરી શકે છે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર બંને 19 એપ્રિલના રોજ લગ્નના બંધનમાં બંધાઈ જશે. આ લગ્ન એક ચર્ચમાં થશે. સમાચાર છે કે આ લગ્નમાં મલાઈકાની ખાસ દોસ્ત કરીના કપૂર અને કરિશ્મા કપૂર હશે. આ ઉપરાંત અર્જૂન કપૂરના નજીકના રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ આ લગ્નમાં આવશે.

લાંબા સમયથી અફેરમાં છે મલાઈકા અને અર્જૂન
મલાઈકા અરોરા અને અર્જૂન કપૂર લાંબા સમયથી સંબંધમાં માનવામાં આવી રહ્યા છે. જો કે બંનેએ ક્યારેય આના પર પોતે ખુલીને વાત નથી કરી પરંતુ ઘણા કાર્યક્રમો અને પ્રસંગોએ બંનેને સાથે જોવામાં આવ્યા છે. વળી, અમુક સમય પહેલા એક ચેટ શોમાં લગ્નની વાત પર મલાઈકાએ કહ્યુ હતુ - આ બધુ મીડિયાની બનાવેલી વાતો છે, મીડિયા આના માટે જવાબદાર છે.

લગ્નની અફવા પર શું બોલી હતી મલાઈકા
ગયા વર્ષે જ્યારે મલાઈકાને લગ્નની અફવા પર સવાલ કરવામાં આવ્યો હતો તો તેણે હિંદુસ્તાન ટાઈમ્સને કહ્યુ હતુ કે, ‘હું પર્સનલ સવાલોના જવાબ નથી આપતી એટલા માટે નહિ કે આમ કરવામાં મને કોઈ શરમ આવે છે પરંતુ એટલા માટે કારણકે આમ કરવામાં હું સહજ નથી. મારા જીવન વિશે દરેક જણ જાણે છે. મારે આના પર વાત કરવાની કોઈ જરૂર નથી. હું મારુ જીવન એન્જોય કરી રહી છુ. તે સુંદર અને પ્રેમભર્યુ છે.'

મલાઈકાએ તોડ્યુ 19 વર્ષનું લગ્નજીવન
મલાઈકા અરોરાએ પોતાના પતિ અરબાઝ ખાન સાથે 19 વર્ષનું લગ્નજીવન તોડીને છૂટાછેડા લીધા. બંનેને એક પુત્ર પણ છે. હાલમાં જ કરીના કપૂરના એક શોમાં પહોંચેલી મલાઈકાએ પોતાના છૂટાછેડા પર વાત કરી હતી. તેમણે કહ્યુ હતુ કે, ‘અમે દરેક વસ્તુ વિશે ઘણુ વિચાર્યુ, તેના ફાયદા અને નુકશાન વિશે વિચાર્યુ અને પછી નિર્ણય લીધો. અમે બંને એકબીજા સાથે નાખુશ હતા.'
આ પણ વાંચોઃ 'મિશન શક્તિ' માટે રાહુલે DRDOને આપ્યા અભિનંદન, પીએમ મોદીના સંબોધન પર કર્યો કટાક્ષ