કોરોના પૉઝિટીવ મળ્યા બાદ મલાઈકાનુ બિલ્ડિંગ સીલ, જાણો બીજા સ્ટાર્સની સ્થિતિ
અનલૉક 1 સાથે જ કોરોનાનો કહેર સતત ચાલુ છે. હવે મોટા સમાચાર આવી રહ્યા છે કે મલાઈકા અરોરાના ઘર પાસે પણ કોરોના પહોંચી ગયો છે. બુધવારે સાંજે મલાઈકાના ખાર સ્થિત બિલ્ડિંગને બીએમસી તરફથી સીલ કરી દેવામાં આવ્યુ છે. તમને જણાવી દઈએ કે બીએમસીને મલાઈકાની બિલ્ડીંગમાં કોરોના દર્દી હોવાની પુષ્ટિ થઈ છે ત્યારબાદ હવે આખી જગ્યાને સીલ કરી દેવામાં આવી છે. હિંદુસ્તાન ટાઈમ્સના સમાચાર અનુસાર મલાઈકાનુ ઘર બાંદ્રામાં છે જ્યાં કોરોના પૉઝિટીવના સમાચાર મળ્યા બાદ 8 જૂને સાવચેતી રૂપે બીએમસીએ આ નિર્ણય લીધો છે. મલાઈકા લૉકડાઉન શરૂ થયા બાદથી જ અર્જૂન કપૂર સાથે રહેતી હતી.

દીકરા સાથે અમુક ફોટા પણ શેર કર્યા
પરંતુ હાલમાં જ લૉકડાઉનમાં છૂટ મળ્યા બાદ તે પોતાના દીકરા સાથે અહીં રહે છે. થોડા સમય પહેલા મલાઈકા પોતાના દીકરા સાથે અમુક ફોટા પણ શેર કર્યા હતા. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે સિનેમાના એવા ઘણા સ્ટાર્સ છે જેમણે સાવચેતી તરીકે પોતાના ઘરે સેનિટાઈઝરનુ મશીન લગાવ્યુ છે જેથી કોરોનાથી સુરક્ષા મળી શકે.

વિકી કૌશલની બિલ્ડીંગમાં કોરોના
મુંબઈના અંધેરી વિસ્તારમાં રહેતા વિકી કૌશલ અને રાજકુમાર રાવની બિલ્ડિંદમાં 11 વર્ષની નાની બાળકીને કોરોના થઈ ગયો ત્યારબાદ આખી બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવી.

જ્હાનવી કપૂરના ઘરે પહોંચ્યો કોરોના
જ્હાનવી કપૂરના ઘરના ત્રણ સહાયક પણ કોરોના પૉઝિટીવ મળી આવ્યા. ત્યારબાદ આખો પરિવાર 14 દિવસ માટે ક્વૉરંટાઈનમાં રહે છે. હાલમાં બધા સુરક્ષિત છે.

કિરણ કુમાર
અભિનેતા કિરણ કુમાર પણ કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. તેમણે ઘરે રહીને જ કોરોનાને મ્હાતન આપી. આના માટે એક વીડિયો પણ બનાવ્યો જેથી લોકો કોરોનાના ભયને મનમાંથી દૂર કરી શકે.

ફ્રેડી દારૂવાલાના પિતાને કોરોના
ફ્રેડી દારૂવાલાના પિતાને કોરોના થઈ ગયો. તમને જણાવી દઈએ કે ફ્રેડી હૉલીડે, કમાંડો જેવી ફિલ્મોમાં જોવા મળી ચૂક્યા છે. તેમના આખા બંગલાને સીલ કરી દેવામાં આવ્યો.

કરીમ મોરાની અને તેમની બંને દીકરીઓને કોરોના
જાણીતા નિર્માતા અને શાહરુખ ખાનના દોસ્ત કરીમ મોરાની અને તેમની બંને દીકરીઓ જોઆ અને શાજા મોરાની કોરોના પૉઝિટીવ મળી આવ્યા. જેણે સૌને હચમચાવી દીધા હતા.

કરણ જૌહરના ઘરમાં કોરોના
કરણ જૌહરના ઘરમાં કામ કરનાર એક સહાયકને કોરોના થઈ ગયો હતો. ત્યારબાદ આખો પરિવાર પોતાના ઘરમાં જ 14 દિવસ માટે ક્વૉરંટાઈન કરવામાં આવ્યો.
શ્રીગણેશ'ની ભૂમિકા ભજવનાર ગુજરાતી થિયેટર કલાકાર જાગેશ મુકાતીનુ નિધન