મલાઈકા અરોરાએ પહેર્યુ ન્યૂડ શેડનુ જિમવેર, લોકો ભડક્યા, કરી ભદ્દી કમેન્ટ્સ
બૉલિવુડની બિન્દાસબાલા મલાઈકા અરોરા હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સના નિશાના પર છે. કારણ છે તેનો વાયરલ થયેલો જિમ લુક, જેમાં તે ન્યૂડ કલરનો બૉડી હગિંગ જિમવેર પહેરેલી દેખાઈ રહી છે ત્યારબાદ લોકો તેના લુક પર ગંદી કમેન્ટ કરી રહ્યા છે. હાલમાં લોકોને જડબાતોડ જવાબ આપનારી મલાઈકા તરફથી કોઈ પ્રતિક્રિયા નથી આવી પરંતુ લોકો તેને કપડા માટે સતત ટ્રોલ કરી રહ્યા છે.

મલાઈકા અરોરાના કપડા જોઈ ભડક્યા લોકો
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં જિમ જતા સ્પૉટ થયેલી મલાઈકા અરોરાએ ન્યૂડ કલરના બૉડી હગિંગવેર પહેર્યુ હતુ જેમાં તે ઘણી ગ્લેમરસ દેખાઈ રહી હતી. જેને જોઈને અમુક યુઝર્સે તો તેના બોલ્ડ લુક અને હિંમતની પ્રશંસા કરી પરંતુ અમુક લોકોએ આના પર ઘણા ભદ્દી અને અશ્લીલ કમેન્ટ કરી છે. અમુકે તો મલાઈકાને પૂછ્યુ છે કે કંઈ પહેર્યુ છે કે નહિ, તો અમુકે લખ્યુ છે કે કંઈક તો શરમ કર.

મલાઈકાના લુક પર લોકોએ કરી ભદ્દી કમેન્ટ્સ
તમને જણાવી દઈએ કે મલાઈકા ભારતીય અભિનેત્રી ડાંસર, મૉડલ, વીજે અને ટેલીવિઝન પ્રેઝન્ટર છે, તે ભારતની ટૉપ આઈટમ ગર્લ્સમાંની એક છે. તે છૈંયા છૈંયા અને મુન્ની બદનામ હુઈ ગીતમાં પોતાના ડાંસના કારણે જાણીતી છે. તે 2008માં ફિલ્મ પ્રોડ્યુસર બની ગઈ, તેની કંપની અરબાઝ ખાન પ્રોડક્શન્સે દબંગ, દબંગ 2 અને દબંગ 3 જેવી ફિલ્મો આપી છે.

મલાઈકાનો જન્મ મુંબઈના ચેમ્બુરમાં થયો
તમને જણાવી દઈએ કે મલાઈકાનો જન્મ મુંબઈના ચેમ્બુરમાં થયો. જ્યારે તે 11 વર્ષની હતી ત્યારે તેના માતાપિતાના ડિવોર્સ થઈ ગયા હતા. તેની મા જાયસ પોલીકાર્પ મલયાલી છે અને પિતા અનિલ અરોરા પંજાબી છે.

બોરલા સોસાયટીમાં રહેતી હતી મલાઈકા
મલાઈકાની આંટી, ગ્રેસ પોલીકાર્પ સ્કૂલના પ્રિન્સિપાલ હતા. મૉડલિંગ કરિયર શરૂ કરતા પહેલા તે બસંત ટૉકિઝ અપોઝિટ ચેમ્બૂરની બોરલા સોસાયટીમાં રહેતી હતી.

અમૃતા અરોરા પણ બોલિવુડ અભિનેત્રી રહી ચૂકી છે
મલાઈકાની એક બહેન પણ છે જેનુ નામ અમૃતા અરોરા છે અને તે પણ બૉલિવુડ અભિનેત્રી રહી ચૂકી છે. મલાઈકાએ પોતાનો અભ્યાસ સ્વામી વિવેકાનંદ સ્કૂલ, ચેમ્બૂરથી કર્યો.

અરબાઝ ખાન સાથે થયા ડિવોર્સ
તેણે બૉલિવુડના અભિનેતા-નિર્દેશક-નિર્માતા અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા જેને તે એક કૉફી એડની શૂટ દરમિયાન મળી. બંનેને લગ્નથી એક દીકરો અરહાન છે પરંતુ 2017 મેમાં અરબાઝ અને મલાઈકાના ડિવોર્સ થઈ ગયા અને હાલમાં મલાઈકા પોતાનાથી નાની ઉંમરના અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.
આ પણ વાંચોઃ કાઈલી જેનરે તોડ્યા હૉટનેસના બધા રેકૉર્ડ, બોલ્ડનેસ જોઈ ઉડી જશે હોશ