Malaika-Arjun: બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે ચિલ કરી રહી છે મલાઈકા, સામે આવ્યા Pics
નવી દિલ્લીઃ Malaika Arora and Arjun Kapoor Photo: બૉલિવુડની છઈયાં છઈયાં ગર્લ મલાઈકા અરોરા અને અભિનેતા અર્જૂન કપૂર પોતાના રિલેશનશિપ માટે હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં આ ચર્ચિત કપલ ગોવા(Goa)માં ક્વૉલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે. મલાઈકા અરોરા(Malaika Arora)એ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર (Arjun Kapoor)સાથે ગોવામાં વેકેશનના ફોટા શેર કર્યા છે. એક ફોટામાં અર્જૂન-મલાઈકા સાથે તેની બહેન અમૃતા અને એક દોસ્ત પણ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ આ ફોટાએ એક વાર ફરીથી અર્જૂન અને મલાઈકાના રિલેશનશિપ (Arjun and Malaika Relationship) વિશે ચર્ચા શરૂ કરી દીધી છે.

ગોવામાં વેકેશન મનાવી રહ્યા છે મલાઈકા અને અર્જૂન
મલાઈકા અરોરા દ્વારા શેર કરવામાં આવેલ ફોટામાં જોઈ શકાય છે કે તે અર્જૂન કપૂર અને બહેન અમૃતા સાથે બીચ પર મસ્તી કરી રહી છે. અર્જૂન અને મલાઈકા હાલમાં ગોવામાં ક્વૉલિટી ટાઈમ પસાર કરી રહ્યા છે. વાયરલ ફોટામાં જોઈ શકાય છે કે મલાઈકા અને અર્જૂન વ્હાઈટ આઉટફિટ્સમાં છે જ્યારે અમૃતા અને તેના દોસ્ત બ્લેક આઉટફિટ્સમાં છે. ફોટા સાથે મલાઈકા #GoaDiaries લખ્યુ છે.

ધર્મશાલામાં પણ જોવા મળ્યા હતા મલાઈકા અને અર્જૂન
તમને જણાવી દઈએ કે આ પહેલા મલાઈકા અને અર્જૂન દિવાળી આસપાસ હિમાલયમાં રજાઓ માણતા કેમેરામાં કેદ થયા હતા. આ કપલ ધર્મશાલામાં અભિનેતા સૈફ અલી ખાન અને કરીા કપૂર સાથે પહોંચ્યા હતા. અર્જૂન અને સૈફ પોતાની આવનારી ફિલ્મ ભૂત પોલિસનુ શૂટિંગ કરી રહ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ એ પણ ખુલાસો કર્યો કે તેણે અર્જૂન સાથે લૉકડાઉન પસાર કર્યુ. આ દરમિયાન અર્જૂને તેનુ ખૂબ મનોરંજન કર્યુ.

કોરોના પૉઝિટિવ થઈ ચૂક્યુ છે કપલ
એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ કહ્યુ હતુ કે અર્જૂન બહુ એન્ટરટેઈનિંગ છે. જો તેને ક્વૉરંટઈન થવુ પડે તો તેની સાથે જ રહેવાનુ પસંદ કરશે. મલાઈકાએ કહ્યુ કે અર્જૂનથી વધુ એન્ટરટેઈનિંગ કોઈ ન હોઈ શકે. તેની સાથે કોઈ પણ પળ બોરિંગ નથી હોતી. મારી સાથે એવુ છે કે તે હંમેશા મારી મજાક ઉડાવે છે. તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર, 2020માં અર્જૂન કપૂર કોરોના પૉઝિટિવ થઈ ગયા હતા. આની પુષ્ટિ ખુદ તેણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરી હતી. આના થોડા દિવસ બાદ મલાઈકા પણ કોરોના પૉઝિટિવ થઈ ગઈ હતી.
પૂનમ પાંડેએ ડિલીટ કર્યુ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ, અહીં શેર કરી રહી છે બોલ્ડ Pics અને Video