મલાઇકાએ જણાવી અર્જૂન સાથેના અફેરની હકીકત.. હું અને અર્જૂન..
મલાઇકા અરોરા ખાન અને અરબાઝ ખાન ટૂંક સમયમાં છૂટાછેડા લેવાના છે. આની પાછળ કારણ શું છે તે તો ખબર નહિ પરંતુ મલાઇકાનું અર્જૂન કપૂર સાથે અફેર હોવાની અફવાઓ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહી છે. કોઇ કહે છે કે મલાઇકાનું અર્જૂન સાથે અફેર છે તો કોઇ કહે છે કે નથી.

મલાઇકાએ તોડ્યુ મૌન
અત્યાર સુધી મલાઇકાએ આ સવાલો પર મૌન ધારણ કરેલુ હતુ. ફાઇનલી હવે તેણે મૌન તોડ્યુ છે.

તે અને અર્જૂન સારા દોસ્ત
મલાઇકાનું કહેવુ છે કે તે અને અર્જૂન સારા દોસ્ત છે. એક ઇંટરવ્યુમાં મલાઇકાએ જણાવ્યુ કે અર્જૂન મારો સારો દોસ્ત છે પરંતુ લોકો તેનો ખોટો અર્થ કાઢી જ લેતા હોય છે.

મલાઇકાએ કોઇ સફાઇ આપી નહોતી
તમને જણાવી દઇએ કે મલાઇકા અરબાઝ સાથે અલગ થઇ ત્યારથી તેની અને અર્જૂનની વધતી દોસ્તી ઘણી લાઇમલાઇટમાં છે. પરંતુ આ પહેલા આ વિશે મલાઇકાએ કોઇ સફાઇ આપી નહોતી.

પહોંચ્યા હતા કોર્ટ
તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા મલાઇકા અને અરબાઝ ખાન કોર્ટ પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ બંને છૂટાછેડાની અપીલ કરવા માટે કોર્ટમાં ગયા હતા.

છૂટાછેડા માટે અરજી
સમાચાર મુજબ બંનેએ અરસપરસ સમજૂતીથી છૂટાછેડા માટે અરજી કરી છે અને બંનેએ કાઉંસેલિંગ સેશન માટે અનિવાર્ય રીતે કોર્ટમાં જવુ પડશે.

મલાઇકા ઘણી વાર ખાન પરિવાર સાથે દેખાઇ
અલગ થયા બાદ પણ ઘણી વખત મલાઇકાને ખાન પરિવાર સાથે જોવામાં આવી હતી. ઇદ પર તે અરબાઝ સાથે ગેલેક્સી એપાર્ટમેંટ સ્થિત ઘરમાં ગઇ હતી.

અરબાઝ અને મલાઇકા
આ ઉપરાંત થોડા દિવસો પહેલા દીકરા અરહાનના જન્મદિવસે અરબાઝ અને મલાઇકાએ સાથે ડિનર કર્યુ હતુ.