
અર્જૂન કપૂર સાથે વેકેશન એન્જૉય કરી રહેલી મલાઈકા અરોરાને માલદીવમાં મળ્યા ડાયનોસોરના ઈંડા!
મુંબઈઃ બૉલિવુડ દીવા મલાઈકા અરોરા હાલમાં માલદીવમાં રજાઓ માણી રહી છે. મલાઈકા પોતાના બૉયફ્રેન્ડ અર્જૂન કપૂર સાથે માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે. બંને એકબીજાના ફોટા અને વીડિયો શેર કરીને પોતાના ફેન્સને અપડેટ આપતા રહે છે. સ્ટાર કપલે સોશિયલ મીડિયા પર પોતાના રોમેન્ટીક વેકેશનના ઘણા વીડિયો અને ફોટા શેર કર્યા છે. અર્જૂન કપૂરે મલાઈકાના બિકિની ફોટો શેર કર્યા જ્યારે ખુદ મલાઈકાએ એક એવો ફોટો શેર કર્યો છે જેને જોઈને તેના ફેન્સની ઉત્સુકતા વધી ગઈ છે.

મલાઈકાને મળ્યા ડાયનોસોરના ઈંડા
માલદીવમાં રજાઓ માણી રહેલા અર્જૂન કપૂર અને મલાઈકા અરોરા મીડિયામાં છવાયેલા છે. હાલમાં જ મલાઈકાએ પોતાના બિકિની ફોટાથી તહેલકો મચાવી દીધો. અભિનેત્રીની ટોંડ બૉડી જોઈને લોકો ચોંકી ગયા અને તેનો બોલ્ડ અંદાજ જોઈને ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે. માલદીવ વેકેશન વચ્ચે મલાઈકાએ એક ફોટો શરે કર્યો છે જેને લઈને તેણે લોકોને સવાલ પણ પૂછ્યા છે. મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ફોટો શેર કરીને ફેન્સને પૂછ્યુ કે શું આ ડાયનોસોરના ઈંડા છે? આ ફોટામાં ત્રણ મોટી સાઈઝના ઈંડા જેવી દેખાતી વસ્તુઓ જોવા મળી રહી છે. આ ફોટા સાથે મલાઈકાએ કેપ્શનમાં લખ્યુ છે Dinosaur Eggs? #Khalesi। જો કે ફેન્સ આ ફોટા જોઈને કન્ફ્યુઝ થઈ રહ્યા છે.

મલાઈકાના બિકિની ફોટાએ મચાવ્યો તહેલકો
માલદીવ વેકેશન દરમિયાન મલાઈકાના બિકિની ફોટા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. સન કિસ્ડ ફોટામાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે. વળી, બિકિનીમાં તેનુ બોલ્ડ અને ટોન્ડ બૉડી જોઈને ફેન્સ તેના ગ્લેમરસ ફિગરની પ્રશંસા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે મલાઈકા પોતાની ફિટનેસ અને ફેશન સેન્સ માટે જાણીતી છે. મલાઈકા પોતાનો ડાયેટ, પોતાની એક્સરસાઈઝનુ ખાસ ધ્યાન રાખે છે.

અર્જૂનને સ્વીમિંગ પૂલમાં કરાવી કસરત
આ વેકેશન વચ્ચે અર્જૂન કપૂરે એક વીડિયો શેર કર્યો છે જેમાં અર્જૂન કપૂર અને મલાઈકા સ્વીમિંગ પુલમાં મસ્તી કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મલાઈકા અર્જૂન કપૂરને સ્વીમિંગ પુલમાં એક્સરસાઈઝ કરાવી રહી છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો બંને વચ્ચેની ક્યૂટ કેમેસ્ટ્રીની પ્રશંસા કરી રહ્યા છે.

અર્જૂનને કરી રહી છે ડેટ
તમને જણાવી દઈએ કે અરબાઝ ખાનને ડિવૉર્સ આપ્યા બાદ હવે મલાઈકા છેલ્લા ત્રણ વર્ષોથી અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ પહેલા ઘણા સમય સુધી પોતાના રિલેશનને છૂપાવી રાખ્યો પરંતુ આ લવ બર્ડઝનો પ્રેમ દુનિયાથી છૂપાઈ શક્યો નહિ. મલાઈકા અને અર્જૂને હવે પોતાના રિલેશનને ઓપન કરી દીધો છે. બંને હવે ખુલ્લેઆમ પ્રેમનો એકરાર કરે છે. હાલમાં જ અમુક એવા સમાચારો પણ આવ્યા જેમાં કહેવામાં આવી રહ્યુ હતુ કે મલાઈકા અને અર્જૂનના સંબંધોમાં બધુ ઠીક નથી ચાલી રહ્યા. આ બધી અફવાઓને પાછળ મૂકીને આ કપલ હાલમાં માલદીવમાં રોમેન્ટીક હૉલીડે એન્જૉય કરી રહ્યા છે.