મલાઈકાએ અરબાઝ સાથે શેર કર્યો પુત્ર અરહાનનો ફોટો, પાપાની કૉપી છે આ એકદમ
બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાના ફોટા માટે ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. મલાઈકા 19 વર્ષનું લગ્ન તોડ્યા બાદ પણ પુત્ર અરહાનના કારણે પૂર્વ પતિ અરબાઝ ખાન સાથે જોડાયેલી છે. હાલમાં જ અરહાનના જન્મદિવસ પર મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અરબાઝના બાળપણના ફોટા સાથે અરહાનના બાળપણનો ફોટો કોલાજ સાથે શેર કર્યો. બંને જ લગભગ એક જેવા લાગી રહ્યા હતા. મલાઈકાએ ફોટા સાથે લખ્યુ - અરહાન તુ એકદમ પોતાના પપ્પાની ઝેરોક્સ કૉપી છે. મલાઈકા દ્વારા શેર કરવામાં આવેલો આ ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

અર્જૂન કપૂર સાથે લગ્ન પર શું બોલી મલાઈકા
અર્જૂન કપૂર સાથે સંબંધ અને લગ્નની વાત પર મલાઈકાએ પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરી દીધુ છે. તેણે કહ્યુ કે, ‘મને લાગે છે કે ખુશી મનની એક સ્થિતિ છે, તો તમાશો કેમ કરવાનો. હા, હું ખુશ છુ અને આના માટે આટલુ સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી. અહીં અંતમાં દરેક તમારી લગ્ન વિશે જ અનુમાન લગાવે છે. બોલવા માટે આ પ્રકારના અનુમાનોથી કોઈને પણ બખ્શવમાં નથી આવતા. જેમ કે અમે કહ્યુ, લગ્ન પર કોઈ પ્રકારની કોઈ વાતચીત નથી થઈ રહી.'
આ પણ વાંચોઃ 370 પર ચકરાયા રાહુલ ગાંધી, સમજમાં નથી આવી રહ્યુ શું કહે

આવ્યા હતા અરબાઝ-જોર્જિયાના સંબંધોમાં ખટાશના સમાચાર
અરબાઝ ખાન હાલમાં ઈટાલિયન મૉડલ જોર્જિયા એંડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. એનામાં અચાનક બંનેના સંબંધોમાં ખટાશના સમાચાર આવી રહ્યા છે. વાસ્તવમાં હાલમાં જ જોર્જિયા એંડ્રિયાની અને અરબાઝ મુંબઈના બાંદ્રામાં પ્લશ હેંગઆઉટ ઝોનમાં અરબાઝના 16 વર્ષના પુત્ર અરહાન સાથે દેખાયા હતા. રેસ્ટોરન્ટમાંથી નીકળતી આ ત્રણેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વીડિયો જોઈને લાગી રહ્યુ છે કે જાણે ત્રણેમાં કોઈ વિવાદ થયો છે.
|
બોલાવતો રહ્યો અરબાજ અને નીકળી ગઈ જોર્જિયા
વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે રેસ્ટોરન્ટમાંથી નીકળતી વખતે જોર્જિયા અરબાઝ અને અરહાનથી ઉલ્ટી દિશામાં ચાલીને નીકળી જાય છે. વળી, અરબાજ પુત્ર સાથે કાર તરફ આગળ વધે છે. કારમાં બેસીને અરબાઝ જોર્જિયાને જોરથી બૂમ પાડે છે પરંતુ તે ચાલીને જતી રહે છે અને પાછુ વળીને જોતી પણ નથી. અરબાઝ માટે પાપારાઝી વચ્ચે સ્થિતિને સંભાળવી મુશ્કેલ બની ગઈ છે. અને તે ઑકવર્ડ સ્થિતિમાં ફસાઈ ગયા છે. એવામાં વીડિયો જોઈને લોકો અંદાજો લગાવી રહ્યા છે કે પુત્ર સાથે જોર્જિયાને મળવા પહોંચેલા અરબાઝો તેમની સાથે કોઈ વાત પર વિવાદ થઈ ગયો હોય.