'હું ફીકી અને ઠંડી કરતા સેક્સી અને સ્પાઈસી તરીકે ઓળખાવાનુ વધુ પસંદ કરીશ'
મુંબઈઃ બૉલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા ભલે ફિલ્મોમાં જોવા ના મળે પરંતુ તે પોતાના લુક અને ફિગરના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર તે સતત પોતાના ફેન્સ માટે સુંદર ફોટા પોસ્ટ કરતી રહે છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં મલાઈકાએ પોતાની અંગત જિંદગી વિશે ઘણા ખુલાસા કર્યા છે.

સ્ટ્રેચ માર્કસ પર કહી આ વાત
મલાઈકા અરોરાએ કહ્યુ કે હું ફીકી અને ઠંડી કહેવાવાના બદલે સેક્સી અને સ્પાઈસી તરીકે ઓળખાવાનુ વધુ પસંદ કરીશ. મને હંમેશાથી આ જ ઓળખવામાં આવે છે. હું સ્વભાવે ખૂબ સ્ફૂર્તીલી છુ. આ ઉપરાંત તે પોતાના સ્ટ્રેચ માર્કસના કારણે અસુરક્ષિત નથી અનુભવતી. તેનુ માનવુ છે કે વૃદ્ધાવસ્થા જીવનનુ એક અભિન્ન અંગ છે અને તે આને સમજદારીથી તેને અપનાવશે.

હોર્મોનલ ચેન્જીસથી પરેશાન
મલાઈકાએ કહ્યુ કે થોડા દિવસ એવા પણ હોય છે જ્યારે તે બિલકુલ ઉલટુ અનુભવે છે. ક્યારેક-ક્યારેક મહિનાના 15 દિવસ તે પોતાની ઉંચાઈ પર હોય છે જ્યારે બાકીના દિવસો તે ખૂબ સ્ટ્રગલ કરે છે. આની પાછળનુ કારણ હૉર્મોનલ ચેન્જીસ છે જેમાંથી બધી મહિલાઓ પસાર થાય છે. તેમને એ લાગે છે કે તે ફૂલી ગઈ છે અને ત્યારબાદ એ ઉદાસ થઈ જાય છે.

ટ્રોલિંગ પર કહી આ વાત
પોતાની બૉડી અને ફિગર પર તેણે કહ્યુ કે તે પોતાની ત્વચામાં સહજ છે અને તેને એ વાત ખબર છે કે અસુરક્ષાનો સામનો કેવી રીતે કરવાનો છે. ટ્રોલિંગ પર તેણે કહ્યુ કે સ્ટ્રેચ માર્કસ વિશે જો કોઈ મને ટ્રોલ કરે તેનાથી તેને ફરક નથી પડતો.

બેડરુમના ફોટા પર ટ્રોલ
મલાઈકાએ હાલમાં જ પોતાનો એક હૉટ ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. જેને જોઈને ફેન્સની ઉંઘ ઉડી ગઈ છે. જો કે આ ફોટા બાદ એક તરફ જ્યાં ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે ત્યાં બીજી તરફ તેને એક વાર ફરીથી ટ્રોલિંગનો શિકાર થવુ પડ્યુ છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યુ કે, 'શું બતાવવા માંગે છે, જ્યારે બીજાએ લખ્યુ કે શું બતાવી રહી છે. વળી, એક અન્ય યુઝરે કમેન્ટ કરી - કમાલ કરી દીધી આંટી.'