• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મલાઈકા અરોરાએ જણાવી કેવી હશે તેની અને અર્જૂનની ડ્રીમ વેડિંગ

|

બોલિવુડ અભિનેત્રી મલાઈકા અરોરા અને અભિનેતા અર્જૂન કપૂર પોતાના સંબંધના કારણે ઘણા મહિનાથી સમાચારોમાં છે બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે. હાલમાં જ એ સમાચાર પણ આવ્યા છે કે મલાઈકા અને અર્જૂન ટૂંક સમયમાં લગ્ન કરવાના છે.

ડ્રીમ વેડિંગ વિશે ખુલાસો કર્યો

ડ્રીમ વેડિંગ વિશે ખુલાસો કર્યો

આ કારણે દરેક જગ્યાએ બંનેના લગ્ન વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હવે મલાઈકા અરોરાએ પોતાની અને અર્જૂનની ડ્રીમ વેડિંગ વિશે ખુલાસો કર્યો છે. તેમણે આ વિશે નેહા ધૂપિયાના ચેટ શોમાં ખુલીને વાત કરી છે. જેમાં તેમણે કહ્યુ છે કે તેમની ડ્રીમ વેડિંગ બિચ પર થશે. આ ચેટ શોમાં તેમણે બીજા પણ ઘણા વિષયો પર વાત કરી છે.

વ્હાઈટ વેડિંગ સેરેમની

વ્હાઈટ વેડિંગ સેરેમની

પોતાની ડ્રીમ વેડિંગ વિશે જણાવતા મલાઈકાએ કહ્યુ છે કે તે વ્હાઈટ વેડિંગ સેરેમની હશે. આ લગ્નમાં મલાઈકા ખુદની એલી સાબ ગાઉનમાં કલ્પના કરી રહી છે. તેમણે કહ્યુ કે આ લગ્નમાં તેની ગર્લ ગેંગ તેમની બ્રાઈડમેડ્ઝ બનવાની છે. મલાઈકાએ એ પણ જણાવ્યુ કે તેની બેસ્ટ વિમેન તેની નજીકની દોસ્ત વાહબિજ મહેતા હશે.

આ પણ વાંચોઃ વિરાટ બર્થડેઃ રસપ્રદ લવ સ્ટોરી, 5 વર્ષ પહેલા ફ્લાઈંગ કિસ કરી લગાવ્યુ હતુ અટકળો પર વિરામ

અર્જૂન વિશે શું કહ્યુ?

અર્જૂન વિશે શું કહ્યુ?

અર્જૂન કપૂર વિશે મલાઈકાએ કહ્યુ કે તેમને (અર્જૂન)ને લાગે છે કે હું બહુ ખરાબ ફોટા લઉ છુ. પરંતુ તે મારા બહુ સરસ ફોટા લે છે. તો એટલા માટે હું પોતે લીધેલા ફોટાની એ ફોટા સાથે તુલના નથી કરી શકતી. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર પણ મલાઈકા અને અર્જૂનને ઘણા પસંદ કરવામાં આવે છે. બંને એકબીજાની પોસ્ટ પર કમેન્ટ પણ કરે છે.

મલાઈકાએ કરી અર્જૂનની પ્રશંસા

મલાઈકાએ કરી અર્જૂનની પ્રશંસા

અર્જૂન કપૂરે હાલમાં જ પોતાની આવનારી ફિલ્મ પાનીપતનો પહેલો લુક શેર કર્યો છે. આના પર મલાઈકાએ તેમની પ્રશંસા કરી છે. બંને ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે તેમણે પોતાના સંબંધને દુનિયા સામે પણ લાવી દીધો છે. જો કે અર્જૂન અને મલાઈકા બંનેમાં કોઈએ પણ આટલા મહિનાઓથી પોતાના લગ્ન વિશે કંઈ પણ કહ્યુ નથી.

English summary
bollywood actress malaika arora reveals about her dream wedding with actor arjun kapoor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X