પાકિસ્તાની સિંગર રબી પીરઝાદાના સપોર્ટમાં આ અભિનેત્રીએ શેર કર્યા Dirty Pics
મુંબઈ નિવાસી પાકિસ્તાની-અફઘાની મૂળની અભિનેત્રી મલિશા હિના ખાને સોશિયલ મીડિયા પર કાલે એ સમયે તહેલકો મચાવી દીધો જ્યારે તેણે ટ્વિટર પર પોતાના ખૂબ જ ઉત્તેજક અને અશ્લીલ ફોટા પોસ્ટ કર્યા. આ ફોટા બાદ તેણે જે સ્ટેટમેન્ટ આપ્યુ તે વધુ ચોંકાવનારુ હતુ. તેમણે કહ્યુ કે તેણે આ હરકત પાકિસ્તાની સિંગર રબી પીરઝાદાને સપોર્ટ કરવા માટે કરી છે ત્યારબાદ સોશિયલ મીડિયા પર મલિશા હિના ખાન ખરાબ રીતે ટ્રોલ થવા લાગી.

આ અભિનેત્રીએ શેર કર્યા અશ્લીલ ફોટા
મલીશાએ કહ્યુ કે તેણે રાબીને સપોર્ટ કરવા માટે પોતાના ટ્વિટર અકાઉન્ટ બનાવ્યુ હતુ અને આમાં તેણે પોતાના બોલ્ડ ફોટા પોસ્ટ કર્યા છે. મલીશાએ આ ફોટા @MalishaOfficial નામના ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યા છે.

કોણ છે પાકિસ્તાની સિંગર રાબી પીરઝાદા?
પોતાની વિચિત્ર હરકતોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી પાકિસ્તાની સિંગર રાબી પીરઝાદાએ હાલમાં જ ઈન્ટરનેટ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધી છે કારણકે પીરઝાદાનો એક પ્રાઈવેટ વીડિયો અને અમુક ફોટા થોડા દિવસો અગાઉ લીક થઈ ગયા હતા. રાબીએ ટ્વિટર પર લખ્યુ હતુ કે હું રાબી પીરઝાદા, શો બિઝનેસ છોડી રહી છુ, અલ્લાહ મારી ભૂલો માટે મને માફ કરે.
આ પણ વાંચોઃ 4 વર્ષના બાળકને ગાળ દેવા પર ટ્રોલ થયેલી સ્વરાએ તોડ્યુ મૌન, જણાવ્યુ સત્ય

પ્રાઈવેટ વીડિયો અને અમુક ફોટો ઑનલાઈન લીક
વાસ્તવમાં પીરઝાદાનો એક પ્રાઈવેટ વીડિયો અને અમુક ફોટો ઑનલાઈન લીક થઈ ગયા હતા અને જોતજોતામાં જ વાયરલ પણ થઈ ગયા હતા. ત્યાં સુધી કે અમુક લોકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી દીધી હતી. રિપોર્ટ્સ મુજબ રાબીએ આ ઘટના બાદ પાકની ફેડરલ ઈનવેસ્ટીગેશન એજન્સીમાં એક ફરિયાદ નોંધાવી હતી.

સુસાઈડ બોમ્બર બની હતી રબી
પીરઝાદા ત્યારબાદ પીરઝાદાએ ટ્વિટર હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે વિસ્ફોટકોથી લદાયેલુ એક જેકેટ પહેર્યુ હતુ અને એકદમ સુસાઈડ બોમ્બરની જેમ લાગી રહી હતી. ફોટામાં પીરઝાદાએ પીએમ મોદીની તુલના જર્મનીના તાનાશાહ હિટલર સાથે કરી દીધી હતી ત્યારબાદ તેની ખૂબ ટીકા થઈ હતી.