હિરો બોલે ગાળ તો પડે સીટીઓ અને હિરાઇન બોલે તો....
હોટ હોટ મલ્લિકા શેરાવત આજ કાલ હોટ હોટ ટોપિક પર કરી રહી છે વાતો. મલ્લિકા શેરાવત હાલ મંડી પડી છે તેની ફિલ્મ ડર્ટી પોલિટિક્સના પ્રચારમાં. રાજસ્થાનના બહુચર્ચિત ભંવરી દેવી હત્યાકાંડથી પ્રેરિત આ ફિલ્મમાં મલ્લિકાએ કર્યો છે અભદ્ર ભાષાનો ભરપૂર ઉપયોગ. પણ વાત અહીંથી નથી અટકતી. મલ્લિકા કર્યો છે એક મહત્વનો સવાલ.
મલ્લિકાનું કહેવું છે કે સિનેમા હોલમાં જ્યારે કોઇ હિરો ગાળો આપે છે ત્યારે દર્શકો તેને તાળીઓ અને સીટીઓથી વધાવી લે છે પણ જ્યારે ફિલ્મમાં કોઇ મહિલા આવી ગાળો આપે છે તો તે સીનને બેન કરવાની સલાહ અપાય છે.
જો કે મલ્લિકા ગાળો આપવાના પક્ષમાં નથી પણ તેનું કહેવું છે કે જો ગાળો આપવી અયોગ્ય જ હોય તો તે નિયમ, સ્ત્રી અને પુરુષો બન્ને માટે લાગુ થવો જોઇએ.
મલ્લિકા ડર્ટી પોલિટિક્સમાં ગામડાની એક પછાત અને અભણ યુવતીનું પાત્ર ભજવે છે. જે રાજનીતિમાં પોતાનું કેરિયર બનાવા પોતાની સુંદરતાનો ઉપયોગ કરે છે. નોંધનીય છે કે આજે આ ફિલ્મ થિયેટરમાં રજૂ થવાની છે. જેમાં મલ્લિકા સાથે ઓમપૂરી અને નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ નેતાઓ મુખ્ય ભૂમિકામાં છે.