
મલ્લિકા શેરાવતનો સનબાથ લેતો સેક્સી લુક સોશિયલ મીડિયામાં વાયરલ!
મર્ડર ફિલ્મ ફેમ અભિનેત્રી મલ્લિકા શેરાવતે ઇન્સ્ટાગ્રામ પર બેક ટુ બેક ફોટો શેર કર્યા છે. આ ફોટો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. હંમેશા પોતાના બોલ્ડ લુક માટે સમાચારોમાં રહેતી મલ્લિકા શેરાવતે ઇન્સ્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં 44 વર્ષની ઉંમરે પોતાનું ફિગર દર્શાવતા સ્વિમ શૂટ પહેર્યો છે. આ તસવીરોમાં મલ્લિકા શેરાવતની ગ્લેમરસ અદા પર ચાહકો ફીદા થઈ રહ્યા છે. તસવીરો શેર કરતી વખતે મલ્લિકા શેરાવતે લખ્યું કે સન કિસ્સ. મલ્લિકા શેરાવતે ફ્રાન્સથી આ સુંદર ફોટો શેર કર્યા છે. ફોટોમાં મલ્લિકા શરીર પર ટુવાલ અને ગોગલ્સ સાથે સ્ટાઇલિશ પોઝ આપી રહી છે.

મલ્લિકા શેરાવતના લેટેસ્ટ હોટ ફોટો વાયરલ
મલ્લિકા શેરાવત આ ફોટોથી ફરીથી પોતાની ગ્લેમરસ અદાઓ દેખાડી રહી છે. ઇન્સ્ટાગ્રામથી ખબર પડે છે કે મલ્લિકા કેટલી સ્ટાઇલિશ અને ગ્લેમરસ છે. મલ્લિકા શેરાવત લાંબા સમયથી હિન્દી સિનેમાથી દૂર છે. પરંતુ આ તસવીરો દ્વારા, મલ્લિકા શેરાવતે 44 વર્ષની ઉંમરે પણ તેની અદભૂત ફિટનેસ બતાવી છે.

સનબાથ લેતી મલ્લિકા
મલ્લિકા શેરાવતે તેની કારકિર્દીમાં જેટલી પણ ફિલ્મો કરી છે, તે માત્ર તેના સેક્સી લુકને કારણે જ છવાઈ છે.નમલ્લિકા શેરાવતે વર્ષ 2003 માં મર્ડર ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. મલ્લિકા શેરાવત અને ઇમરાન હાશ્મીના કિસિંગ સીનની ખૂબ ચર્ચા થઇ હતી.

મલ્લિકા શેરાવતનો સૌથી બોલ્ડ લુક
આ પછી મલ્લિકા શેરાવતે ધ મિથ, પ્યાર કે સાઇડ ઇફેક્ટ્સ, શાદી સે પહેલે, વેલકમ, ડર્ટી પોલિટિક્સ જેવી ફિલ્મો કરી. મર્ડર બાદ મલ્લિકા શેરાવતની ઈમેજ પર ઘણાં સવાલો ઉભા થયા હતા. મલ્લિકા શેરાવતે તાજેતરમાં જ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે મર્ડર બાદ તેને સારું કામ મળવાનું બંધ થઈ ગયુ હતું. મલ્લિકા શેરાવતે કહ્યું કે હવે બોલ્ડ સીન્સ કરતી અભિનેત્રીઓ પ્રત્યે લોકોની ઈમેજ બદલાઈ ગઈ છે.