42ની ઉંમરમાં 20 વર્ષની લાગે છે મલયાલમ અભિનેત્રી મંજૂ વૉરિયર, જુઓ ફેશનેબલ લુક
મલયાલમ ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી મંજૂ વૉરિયર 42 વર્ષની છે પરંતુ તેને જોઈને તેની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. 42 વર્ષની ઉંમરમાં અભિનેત્રી 20 વર્ષની લાગે છે. હાલમાં જ અભિનેત્રી પોતાની ફિલ્મ 'ચથુર મુખમ'ના પ્રમોશન દરમિયાન જોવા મળી હતી આ દરમિયાન અભિનેત્રી મંજૂના લુકને જોઈને ફેન્સ ચોંકી ગયા. સોશિયલ મીડિયા પર ફેન્સે અભિનેત્રીને ફીમેલ અનિલ કપૂર સુધી કહી દીધી છે. ચાલો, જોઈએ અભિનેત્રીનો સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક.

મંજૂ વૉરિયરનો યંગ લુક
સોશિયલ મીડિયા પર મંજૂ વૉરિયરનો યંગ લુક ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ લુકમાં અભિનેત્રી કૉલેજ ગર્લ લાગી રહી છે. આ વાયરલ લુકની વાત કરીએ તો અભિનેત્રીએ સફેદ શર્ટ અને ડાર્ક બ્લ્યુ કલરનુ સ્કર્ટ પહેર્યુ છે. વળી, ખુલ્લા વાળમાં અભિનેત્રી ખૂબ જ કૂલ લાગી રહી છે. સોશિયલ મીડિયા પર તેના આ લુકને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. મંજૂએ આ ડ્રેસ સાથે કાળા રંગની સ્પોર્ટસ વૉચ પહેરી છે. વ્હાઈટ કલરની સ્નિકર્સમાં અભિનેત્રીનો આ લુક ખૂબ જ કૂલ લાગી રહ્યો છે.

ટ્રેડિશનલ લુકમાં અભિનેત્રી
મંજૂ વૉરિયર ઘણી વાર ટ્રેડિશનલ આઉટફીટમાં જોવા મળે છે. ટ્રેડિશનલ આઉટફીટ ખાસ કરીને સાડીમાં મંજૂ વૉરિયર ખૂબ જ સુંદર લાગે છે. મંજૂનો ફેસ બેબી ફેસ જેવો લાગે છે. સાડીમાં મંજૂ યંગ અને સુંદર લાગી રહી છે. સાડી સાથે તેણે ગોલ્ડ જ્વેલરી પહેરી છે અને ખુલ્લા વાળમાં લાઈટ મેકઅપમાં મંજૂ ખૂબ જ સુંદર લાગી રહી છે. લાઈટ શેટ લિપસ્ટિક અને ખુલ્લા વાળમાં અભિનેત્રી ખૂબ જ સ્ટનિંગ લાગી રહી છે.

સુંદર સ્માઈલ
40 બાદ મહિલાઓના ચહેરા પર કરચલીઓ અને ફાઈન લાઈન્સ દેખાવા લાગે છે પરંતુ અભિનેત્રીના ચહેરા પર ફાઈન લાઈન્સ કે કરચલીઓ સ્હેજ પણ દેખાતી નથી. આના કારણે તે 42ની ઉંમરે પણ 20 વર્ષની લાગે છે. અભિનેત્રી પોતાની સ્કિનની સંભાળ માટે ખૂબ મહેનત કરે છે. બેદાગ સ્કીન માટે તે કેમિકલવાળી પ્રોડક્ટના બદલે નેચરલ વસ્તુઓનો ઉપયોગ કરે છે. અભિનેત્રી યુવાન અને ગ્લોઈંગ સ્કીન માટે આખો દિવસ પાણી પીવે છે. તમે પણ અભિનેત્રીની જેમ યુવા સ્કીન માટે હેલ્ધી ડાયેટ લેવાનુ શરૂ કરો.
નિયા શર્માના નવા ફોટોશૂટે ઈન્ટરનેટ પર લગાવી આગ, ફેન્સને ગમી રહ્યા છે બોલ્ડ અંદાજમાં પોઝ