• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દાણચોર પતિ સાથે ક્યાં રહે છે મમતા કુલકર્ણી?

|

મુંબઈ, 10 મે : નેવુના દાયકાના સેક્સી-હૉટ અભિનેત્રી મમતા કુલકર્ણી છેલ્લા દસ વરસથી રૂપેરી પડદેથી ગાયબ છે. તેમના અંગે સનસનાટીભર્યા અહેવાલ મળે છે કે તેઓ હાલ દુબઈમાં પોતાના દાણચોર પતિ સાથે રહે છે.

મળતી માહિતી મુજબ મમતા કુલકર્ણીએ 2012માં એક ડ્રગ દાણચોર સાથે લગ્ન કર્યાં છે અને તેઓ દુબઈમાં રહે છે. તે દાણચોર જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, પરંતુ મમતા તેની સાથે છેલ્લા દસ વરસથી રિલેશનશિપમાં હતાં. નવેમ્બર 2012માં મમતાએ તે દાણચોર સાથે લગ્ન કરી તેને જેલમાંથી મુક્ત કરાવ્યો.

આ ડ્રગ્સ દાણચોરનું નામ વિકી ગોસ્વામી છે. 1997મા દુબઈમાં પોલીસે તેને મૅન્ડ્રૅક્સની દાણચોરી કરતાં ઝડપ્યો હતો. મમતા કુલકર્ણી અંગે અગાઉ કહેવાતુ હતું કે તેમણે બૉલીવુડમાં પોતાના કૅરિયરનો ગ્રાફ નીચે જતાં એક એનઆરઆઈ સાથે લગ્ન કરી લીધા અને અમેરિકા રહેવા જતા રહ્યાં, પરંતુ હવે સમાચાર આવ્યાં છે કે વિકી સાતે પ્રેમ હોવાના કારણે મમતા અને એનઆરઆઈએ છુટાછેડા લઈ લીધાં અને મમતાએ વિકી સાથે લગ્ન કરી દુબઈમાં ઘર વસાવી લીધું. એમ પણ કહેવાય છે કે વિકી ગોસ્વામીએ મમતા કુલકર્ણી સાથે લગ્ન કરવા માટે ઇસ્લામ પણ અંગીકાર કર્યો છે.

નોંધનીય છે કે મમતા કુલકર્ણીએ કરણ અર્જુન અને સબસે બડા ખિલાડી જેવી મહત્વની ફિલ્મોમાં કામ કર્યુ હતું. કરણ અર્જુનમાં તેમની સામે સલમાન ખાન હતાં, તો સબસે બડા ખિલાડીમાં અક્ષય કુમાર.

English summary
Sexy Mamta Kulkarni Ties The Knot With Jailed Beau Vicky Goswami. During the 90s, she was part of several commercial successes such as Aashiq Awara (1993), Krantiveer (1994), Karan Arjun (1995), Sabse Bada Khiladi (1995) among others.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more