
Bikini Diaries! આ એક્ટ્રેસે સ્વેગથી કર્યું 2018નું સ્વાગત!
મંદિરા બેદી બોલ્ડ અને હોટ એક્ટ્રેસ છે. 40 ક્રોસ કર્યા પછી પણ તેનો અંદાજ ખૂબ આકર્ષક છે. મંદિરા બેદી હજુ પણ પોતાના બીચ વેર લૂક્સ સાથે યંગ મોડલ્સને કોમ્પિટિશન આપે છે. વર્ષ 2018માં ફરી એકવાર મંદિરા બેદીની હોટ તસવીરો વાયરલ થઇ રહી છે. વેકેશનની આ તસવીરોમાં મંદિરા ગ્રેસફુલી પોતાની ટોન્ડ બોડી ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

બિકિની ડાયરીઝ
પુલ સાઇડ પર આરામ ફરમાવતી મંદિરા બેદીની આ તસવીર અત્યંત હોટ છે. તેણે ટ્વીટર પર પોતાની ઘણી સુંદર તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરો ફુકેટ, થાયલેન્ડની છે, જ્યાં તે ન્યૂ યર મનાવવા પહોંચી હતી.

વેલકમ 2018
મંદિરા બેદીએ પોતાના પતિ રાજ કૌશલ અને ફ્રેન્ડ્સ સાથે સ્ટાયલમાં ન્યૂ યરને વેલકમ કર્યું હતું. તેણે ફુકેટ ઉપરાંત મોટરબોટ રાઇડમાં માયા બે અને ફીફી આઇલેન્ડની પણ મુલાકાત લીધી હતી. ખરેખર, સેલિબ્રિટીઝમાં મંદિરા બેદીએ સ્વેગ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું હતું.

ફિટનેસ ગોલ્સ
આ પહેલાં પણ મંદિરા અનેકવાર પોતાના ફેમિલી હોલિડેના ફોટોઝ સોશ્યલ મીડિયા પર શેર કરી ચૂકી છે. મંદિરા બેદી એવી એક્ટ્રેસિસમાંની એક છે, જેના ચહેરા કે શરીર પર ઉંમર વર્તાતી નથી. તેના હોલિડે ફોટોઝ આપણને ફિટનેસ ગોલ્સ અને ફેમિલી ગોલ્સ બંને આપે છે.

મંદિરા અને રાજ
મંદિરા અને રાજ કૌશલનો આ ફોટો અત્યંત સુંદર છે. બિકિનીમાં સેલ્ફી લેતી મંદિરાને જોઇને કોઇ પણ કરન્ટ એક્ટ્રેસને કોમ્પ્લેક્સ થાય એમ છે. તે પોતાના વર્કઆઉટ અને એક્સરસાઇઝ પર ખૂબ ધ્યાન આપે છે. મંદિરાને જોઇને ભાગ્યે જ કોઇ કહી શકે કે તે માતા પણ હશે.

પરફેક્ટલી ટોન્ડ બોડી
મંદિરા બેદીએ બાળકના જન્મના થોડા જ સમયમાં સ્લિમ એન્ડ ટ્રિમ બોડીનો ટાર્ગેટ અચિવ કર્યો હતો. જો કે, મંદિરા સ્લિમ બોડી કરતાં ફિટ બોડીને વધુ મહત્વ આપે છે. આ ટોન્ડ બોડી માટે તેણે જિમમાં અનેક કલાક પરસેવો વહાવ્યો છે.

ગ્રેસફુલ મંદિરા
મંદિરા બેદીને જોઇને માની ન શકાય કે તે 45 વર્ષની હશે. તેણે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'માં નાનકડા રોલ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું અને આજે આટલા વર્ષો પછી પણ તે એવી જ લાગે છે.