Pics : મનીષાને સારી ઑફરનો ઇંતેજાર, મમ્મી-બહેન તરીકે કમબૅક નથી કરવું
મુંબઈ, 5 એપ્રિલ : નેવુના દાયકાના સુંદર અભિનેત્રી મનીષા કોઈરાલાએ ગત વર્ષે કૅંસર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી વિજય મેળવ્યો છે. પોતાની બીમારી સામે જંગ લડી મનીષાની અંદર વધુ આત્મવિશ્વાસ પેદા થઈ ગયો છે. મનીષાની ફિલ્મોમાં વાપસી અંગે પણ અટકળો લગાવાઈ રહી છે, પરંતુ કદાચ મનીષાને હાલમાં જે પણ રોલ ઑફ થયા છે, તે બધા કાં તો બહુ નાના છે અથવા મોટી વયના લોકો કે પછી મમ્મી-બહેન ટાઇપના છે, પરંતુ મનીષાએ સ્પષ્ટપણે આવા રોલ નકારી દીધાં છે.
સૌદાગર ફિલ્મથી શરુઆત કરનાર મનીષા કોઈરાલાએ બૉલીવુડમાં દિલ સે, 1942 ઍ લવ સ્ટોરી, બૉમ્બે, અગ્નિસાક્ષી, અકેલે હમ અકેલે તુમ, ગુપ્ત અને કચ્ચે ધાગે જેવી ફિલ્મો પણ આપી હતી. છેલ્લે તેઓ રામ ગોપાલ વર્માની ભૂત રિટર્ન્સ ફિલ્મમાં દેખાયા હતાં. મનીષાની પ્રથમ ફિલ્મ સૌદાગરમાં ઇલુ... ઇલુ... ગીત હતું અને તે પછી મનીષા કોઈરાલા બૉલીવુડમાં ઇલુ ઇલુ ગર્લ તરીકે પ્રસિદ્ધિ પામ્યા હતાં. મનીષા કોઈરાલા કૅંસર ઉપર વિજય મેળવ્યા બાદ કમબૅકની તૈયારી કરી રહ્યાં છે.
મનીષા કોઈરાલાએ તાજેતરમાં હૅલ્થ મૅગેઝીન પ્રિવેંશન એટ નોવોટેલના લૉન્ચિંગ સમારંભમાં પોતાના દિલની વાત કહી :

કમબૅકની તૈયારી
મનીષા કોઈરાલા કમબૅક માટે તૈયાર છે. છેલ્લે તેઓ ભૂત રિટર્ન્સ ફિલ્મમાં દેખાયા હતાં.

સારા પ્રોજેક્ટનો ઇંતેજાર
મનીષાને સારા પ્રોજેક્ટનો ઇંતેજાર છે. તેઓ કહે છે - હું પોતાને પડદે જોવા માંગુ છું, પણ સારી સ્ક્રિપ્ટ, સારા સ્ટાર્સ અને સારા દિગ્દર્શક સાથે.

ઘણા પ્રસ્તાવો
મનીષાએ જણાવ્યું - મારી પાસે હાલ ઘણી ફિલ્મોના પ્રસ્તાવો છે.

નાની ભૂમિકાઓમાં રસ નથી
મનીષા કહે છે - આ પ્રસ્તાવો નાની ભૂમિકાઓના છે. હું તે નહીં કરું. મારો તેમાં રસ નથી.

મમ્મી-બહેન તરીકે નહીં
મનીષા કોઈરાલાના કહેવાનો સ્પષ્ટ અર્થ છે કે તેઓ રૂપેરી પડદે હીરોઇન તરીકે જ કમબૅક કરવા માંગે છે. મમ્મી-બહેનના રોલમાં નહીં.

નૈસર્ગિક સૌંદર્ય
મનીષા કોઈરાલા બૉલીવુડમાં પોતાના નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતા છે.

કૅંસરનો ભોગ
મનીષા કોઈરાલાનું કૅરિયર એમેય બરાબર નહોતુ ચાલતું, ત્યારે તેઓ કૅંસરનો ભોગ બન્યાં.

અમેરિકામાં સારવાર
મનીષાએ કૅંસરની સારવાર અમેરિકામાં કરાવી હતી.

કૅંસરમુક્ત
મનીષા કોઈરાલા સારવાર બાદ હવે કૅંસરમુક્ત બની ચુક્યાં છે.

સોનાક્ષી સાથે
મનીષા કોઈરાલા સાથે આ ઇવેંટમાં સોનાક્ષી સિન્હા પણ હાજર હતાં.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
