• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મનીષા કોઈરાલાએ શેર કર્યુ પહેલુ ફોટોશૂટ, સુંદરતા જોઈ સેલિબ્રિટિઝ થયા ફિદા

By Desk
|

અભિનેત્રી મનીષા કોઈરાલાએ સોશિયલ મીડિયા પર પોતાનુ પહેલુ ફોટોશૂટ શેર કર્યુ છે. આ ફોટોશૂટ શેર કરીને મનીષાએ લખ્યુ, થ્રોબેક - આ મારુ પહેલુ ફોટોશૂટ છે. આ ફોટામાં મનીષા કોઈરાલાના વાળ નાના દેખાઈ રહ્યા છે અને સિમ્પલ બ્યુટી છે. મનીષા કોઈરાલાના જૂના ફોટા જોઈને બૉલિવુડ સ્ટાર્સ પણ ફિદા થઈ ગયા. શ્રુતિ હસન, દિયા મિર્ઝા, તબ્બુ અને આયુષ્માન ખુરાના સહિત ઘણા સ્ટાર્સે રિએક્ટ કર્યુ. બધાએ મનીષા કોઈરાલાના ફોટા પર સુંદર લખ્યુ.

સોશિયલ મીડિયા પર સક્રિય

સોશિયલ મીડિયા પર સક્રિય

આમ તો સોશિયલ મીડિયા પર મનીષા કોઈરાલા ઘણી સક્રિય છે. પોતાના ફોટો વીડિયો ફેન્સ સાથે શેર કરે છે. ઈન્ટાગ્રામ પર લાખો યુઝર મનીષા કોઈરાલાને ફોલો કરે છે.

ડેબ્યુ

ડેબ્યુ

મનીષા કોઈરાલાના ડેબ્યુની વાત કરીએ તો તેણે 1991માં આવેલી ફિલ્મ 'સોદાગર'થી બૉલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ.

હિટ ફિલ્મો

હિટ ફિલ્મો

મનીષાની હિટ ફિલ્મોની વાત કરીએ તો 1942: અ લવ સ્ટોરી, અગ્નિસાક્ષી, બૉમ્બે, ગુપ્ત, દિલ સહિત ઘણી બધી સારી ફિલ્મોના કારણે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી છે.

લગ્ન

લગ્ન

મનીષા કોઈરાલાએ 2010માં નેપાળી બિઝનેસમેન સમ્રાટ દહલ સાથે લગ્ન કર્યા હતા. જો કે બંનેના બે વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા.

કેન્સર

કેન્સર

ડિવોર્સ બાદ જ મનીષા કોઈરાલાને ઓવેરિયન કેન્સર થઈ ગયુ હતુ. તે આ બિમારીથી ઘણા સમય સુધી ઝઝૂમી પરંતુ છેવટે તેણે કેન્સરને મ્હાત આપીને ઈન્ડસ્ટ્રીમાં ધમાકેદાર વાપસી કરી.

English summary
Manisha Koirala shared her first photoshoot old pics, celebrities react
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X