For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાગોરના ગીતની સુરાવલી વચ્ચે થઈ મન્ના ડેની વિદાય

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 25 ઑક્ટોબર : અંતે સંગીતનો એક યુગ આથમી ગયો. હાજી, અમે વાત કરીએ છીએ સંગીતના મહાન ઉપાસક મન્ના ડેની કે જેમણે ગઈકાલે બેંગલોરની એક ખાનગી હૉસ્પિટલમાં ગુરુવા વહેલી સવારે સાડા ત્રણ વાગ્યે દુનિયાને અલવિદા કહી હતી. તેમના અંતિમ દર્શને ઉમટેલા તેમના પ્રશંસકોએ રવીન્દ્ર કલાક્ષેત્રમાં આવી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી અને પછી સાંજે જ હિન્દૂ ધાર્મિક વિધિ મુજબ બેંગલો શહેરના પશ્ચિમોત્તર ઉપનગરીય વિસ્તારમાં આવેલ શ્મશાને તેમના અંતિમ સંસ્કાર કરી દેવાયાં. મન્ના ડેના પાર્થિવ દેહને તેમના નાના જમાઈ જ્ઞાનરંજને મુખાગ્નિ આપ્યો.

અંતિમ સંસ્કાર વખતે મન્ના ડેને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા માટે લગભગ 500 લોકો હાજર હતાં કે જેમાં તેમના મિત્રો, કૌટુમ્બિક સભ્યો તથા પ્રશંસકોનો સમાવેશ થતો હતો. અંતિમ સંસ્કાર દરમિયાન બેંગલોર બંગાળી સંઘના કેટલાંક સભ્યોએ રવીન્દ્રનાથ ટાગોરનું લખેલું એક ગીત ગાયું.

જુઓ મન્ના ડેની છેલ્લી તસવીરો અને જાણો અંતિમ સંસ્કાર મુદ્દે થયેલ વિવાદ વિશે :

મમતાનો અનુરોધ

મમતાનો અનુરોધ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બૅનર્જીએ મન્ના ડેના અંતિમ સંસ્કાર કોલકાતા ખાતે કરવાનો અનુરોધ કર્યો હતો.

પુત્રીનો અસ્વીકાર

પુત્રીનો અસ્વીકાર

મમતા બૅનર્જીનો આ અનુરોધ મન્ના ડેની પુત્રી સુમિતાએ અસ્વીકાર કર્યો હતો.

મમતા સામે આક્ષેપ

મમતા સામે આક્ષેપ

સુમિતાએ આરોપ લગાવ્યો કે મન્ના ડેની હયાતી દરમિયાન મમતા બૅનર્જીએ કોઈ પણ બાબતમાં પરિવારની મદદ નહોતી કરી.

અસહકાર

અસહકાર

સુમિતાએ આરોપ લગાવ્યો કે જ્યારે મન્ના ડેના બૅંક ખાતામાંથી રકમ ઉપાડી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો, ત્યારે પણ મમતા સરકારે પરિવારની કોઈ મદદ નહોતી કરી.

નારાજ પરિવાર

નારાજ પરિવાર

મમતા સરકારના આવા વલણ સામે મન્ના ડેનો પરિવાર નારાજ હતો.

નારાજ પરિવાર

નારાજ પરિવાર

મમતા સરકારના આવા વલણ સામે મન્ના ડેનો પરિવાર નારાજ હતો.

બેંલગોરમાં જ અંતિમ સંસ્કાર

બેંલગોરમાં જ અંતિમ સંસ્કાર

તેથી મન્ના ડેના પુત્રી સુમિતાએ મન્ના ડેના અંતિમ સંસ્કાર બેંગલોર ખાતે જ કરવાનો નિર્ણય કર્યો.

અંતિમ દર્શનાર્થે ભીડ

અંતિમ દર્શનાર્થે ભીડ

બેંગલોર ખાતે મન્ના ડેની અંતિમ યાત્રા બપોર પછી નિકળી કે જેમાં બૉલીવુડની અનેક હસ્તીઓ હાજર રહી. તેમના અંતિમ દર્શન કરવા હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી.

શ્રદ્ધાંજલિ

શ્રદ્ધાંજલિ

મન્ના ડેના નિધન અંગે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

English summary
Manna Dey was given a tearful farewell as his mortal remains were consigned to flames by his younger son-in-law Gyanranjan Dev as per Hindu rites at a crematorium in the northwest suburb of the Bangalore city.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X