મનોજ પાટીલ કેસ : અભિનેતા સાહિલ ખાન સહિત ત્રણ સામે કેસ નોંધાયો
મુંબઈ : બોલિવૂડ અભિનેતા મનોજ પાટીલના આત્મહત્યાના પ્રયાસમાં અભિનેતા સાહિલ ખાનની મુશ્કેલીઓ વધી રહી છે. મનોજ પાટીલને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ મુંબઈ પોલીસે અભિનેતા સાહિલ ખાન અને અન્ય ત્રણ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. અભિનેતા મનોજ પાટીલ હાલમાં મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સાહિલ ખાન પર માનસિક સતામણીનો આરોપ
ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ 'મિસ્ટર ઈન્ડિયા' મનોજ પાટીલે બુધવારના રોજ મોડી રાત્રે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો અને અભિનેતાએ આ માટે અભિનેતા સાહિલ ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેણે એક સુસાઈડ નોટ લખી છે, જેમાં તેણે સ્પષ્ટપણે સાહિલ ખાન પર માનસિક સતામણીનો આરોપ લગાવ્યો છે.
મનોજ પાટિલ હોસ્પિટલમાં દાખલ
જે બાદ મનોજ પાટીલના પરિવારજનોએ સાહિલ ખાન સામે પોલીસ કેસ પણ કર્યો છે. જો કે, આ સમયે મનોજ પાટિલ હોસ્પિટલમાં દાખલ છે, બીજી તરફ સાહિલ ખાને આ અંગે નિવેદન જારી કર્યું છે.