For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રિવ્યૂ : અનેક ટ્વિસ્ટ અને ટર્ન્સથી ભરપૂર છે ‘એમબીએમ’

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 10 જાન્યુઆરી : વર્ષ 2013ની મોસ્ટ અવેટેડ ફિલ્મ છે મટરૂ કી બિજલી કા મંડોલા એટલે કે એમબીએમ. ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે વિશાલ ભારદ્વાજે અને અજય દેવગણ, વિશાલ ભારદ્વાજ તથા કુમાર મંગત ફિલ્મના નિર્માતાઓ છે. ફિલ્મમાં ગીત લખ્યાં છે ગુલઝારે તથા ગાયકો છે શંકર મહાદેવન, મોહિત ચૌહાણ, રેખા ભારદ્વાજ તથા સુખવિંદર સિંહ.

MBM

ફિલ્મમાં ત્રણ પાત્રો છે મટરૂ, બિજલી અને મંડોલા. મટરૂ તરીકે ઇમરાન ખાન, બિજલી તરીકે અનુષ્કા શર્મા અને મંડોલા તરીકે પંકજ કપૂર છે. અન્ય કલાકારોમાં શબાના આઝમી ચૌધરી દેવી તરીકે તથા આર્ય બબ્બર બાદલ તરીકેની ભૂમિકામાં છે. રવિ કિશન સાથે નવનીત નિશાને પણ નાનકડી ભૂમિકાઓ ભજવી છે.

ફિલ્મની વાર્તા મટરૂ (ઇમરાન ખાન)ની આજુબાજુ ફરે છે કે જે પોતાના પ્રેમ બિજલી (અનુષ્કા શર્મા)ની શોધમાં મંડોલા ગામે પહોંચે છે. આ ગામ હરિયાણાનું એક નાનકડું ગામ છે. પછી એન્ટ્રી થાય છે મંડોલા (પંકજ કપૂર)ની. મંડોલા પોતાની દારૂ અને પોતાની દીકરી બિજલી સાથે ખૂબ પ્રેમ કરે છે. મટરૂની એન્ટ્રીથી મંડોલા અને બિજલી ખૂબ આશ્ચર્ય પામે છે, પરંતુ મટરૂ બંને સાથે ઘણી સારી બૉડિંગ બનાવી લે છે. મંડોલા ઇચ્છે છે કે તેની દીકરી બિજલીના લગ્ન ગામના એક ખૂબ જ મજબૂત રાજકારણી ચૌધરી દેવી (શબાના આઝમી)ના પુત્ર બાદલ (આર્ય બબ્બર) સાથે થાય.

બિજલી પોતાના પિતાની ખુશી કાજે બાદલ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. મટરૂ પોતાના પ્રેમ બિજલીને પામવાનો ભરપૂર પ્રયત્ન કરે છે અને આ દરમિયાન ફિલ્મની વાર્તા અનેક સારા ટ્વિસ્ટ અને ટર્ન્સમાંથી પસાર થાય છે. મટરૂ, બિજલી અને મંડોલાના જીવનમાં ઘણી બધી સુખદ અને દુઃખદ ક્ષણો આવે છે અને આ ક્ષણો જોઈ આપ પણ હસ્યા વિના નહીં રહી શકશો. ફિલ્મમાં વધુ એક મુખ્ય પાત્ર છે ગુલાબો (ભેંસ). ગુલાબ માત્ર મંડોલને જ દેખાય છે અને મંડોલા ગુલાબો સાથે પોતાની દરેક વાત શૅર કરે છે. હવે મટરૂ શું પોતાની બિજલીને પામવામાં સફળ થાય છે કે નહીં? આ જાણવા માટે થોડોક ઇંતેજાર કરવો પડશે. ફિલ્મ આવતીકાલે 11મી જાન્યુઆરીના રોજ રિલીઝ થઈ જ રહી છે.

English summary
Matru Ki Bijlee Ka Mandola movie, directed by Vishal Bhardwaj, is about a man named Matru (Imraan) who lands in a village called Mandola in search of his love Bijli. The movie is set in the rustic surroundings of a village in Haryana, Matru Ki Bijlee Ka Mandola is a comedy-drama about Harry Mandola.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X