• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Khandala Girl to Mardaani : આ છે રાણી મુખર્જીના યાદગાર Roles

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 1 ઑગસ્ટ : અભિનેત્રી રાણી મુખર્જી આજકાલ પોતાની આવનાર ફિલ્મ મર્દાની અંગે ચર્ચામાં છે. રાણી આ ફિલ્મમાં પોલીસ ઑફિસરનો રોલ કરી રહ્યાં છે અને સાથે એક્શન સીન્સ પણ હશે.

રાણી મુખર્જી એક્ટિંગ કૅરિયરમાં રસ નહોતા ધરાવતાં, પણ તેઓ પહેલી વાર બંગાળી ફિલ્મ બિયેર ફૂલમાં બાળ કલાકાર તરીકે કામ કર્યા બાદ મોટા પડદાનો મોહ ન છોડી શક્યાં. બિયેર ફૂલ બાદ સલીમ ખાને રાણીને આ ગલે લગ જામાં બાળ કલાકારની ભૂમિકાની ઑફર કરી હતી, પણ રાણીએ તે નકારી કાઢી હતી.

રાણી જ્યારે મોટા થઈ ગયાં, ત્યારે સલીમ ખાને ફરી એક વાર રાણીને રાજા કી આયેગી બારાત માટે એપ્રોચ કરી અને રાણીએ આ વખતે આ ફિલ્મ સ્વીકારી લીધી. 1997માં બૉલીવુડમાં એન્ટર થનાર રાણી મુખર્જીની પહેલી ફિલ્મ રાજા કી આયેગી ફ્લૉપ રહી, પણ તેમના કામના વખાણ થયાં. જોકે આ ફિલ્મ ફ્લૉપ થયા બાદ રાણીએ હાયર સ્ટડીઝ કમ્પ્લીટ કર્યુ અને પછી તેમના કૅરિયરમાં મોટો વળાંક આવ્યો.

1998માં રાણી મુખર્જી વિક્રમ ભટ્ટની ફિલ્મ ગુલામમાં આમિર ખાન સાથે ચમક્યાં. જોકે ફિલ્મે વ્યાપક બિઝનેસ કર્યો અને સાથે જ આતી ક્યા ખંડાલા... ગીત પણ તે વર્ષનું સુપરહિટ સાબિત થયું. આ ગીત બાદ રાણીને લોકો ખંડાલા ગર્લ તરીકે ઓળખવા લાગ્યા હતાં. ગુલામ બાદ રાણી કુછ કુછ હોતા હૈમાં દેખાયા કે જે 1998માં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મ માટે રાણીને બેસ્ટ સપોર્ટિંગ રોલનો ઍવૉર્ડ મળ્યો. જોકે રાણીની મેહંદી અને હેલ્લો બ્રધર જેવી ફિલ્મો ફ્લૉપ રહી, પણ તેમના સ્ટારડમમાં ફરક ન પડ્યો. હે રામમાં રાણીએ રેપ વિક્ટિમનો દમદાર રોલ કર્યો. હે રામ 200માં ઑસ્કારમાં મોકલવામાં આવી હતી. રાણીએ સાથિયામાં ડૉ. સુહાની શર્માનો રોલ કરી બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ હાસલ કર્યો હતો. રાણીએ ચલતે ચલતે અને યુવામાં પણ પોતાનું એક્ટિંગ સ્કિલ જાળવી રાખ્યું, તો હમ તુમ, બ્લૅક જેવી ફિલ્મો પણ સફળ રહેવા પામી હતી. લાગા ચુનરી મેં દાગ તથા નો વન કિલ્ડ જેસિકા તેમજ તલાશ પણ રાણીની ચુનંદા ફિલ્મોમાં સામેલ છે.

રાણી મુખર્જી તાજેતરમાં આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા બાદ ચર્ચામાં આવ્યા હતાં. તેમની છેલ્લી ફિલ્મ લગ્ન પહેલા ઐય્યા રિલીઝ થઈ હતી કે જે ફ્લૉપ નિવડી હતી. રાણી હવે મર્દાની ફિલ્મ સાથે લગ્ન બાદ બૉલીવુડમાં આવી રહ્યાં છે.

ચાલો જોઇએ રાણી મુખર્જીના મોસ્ટ મેમોરેબલ રોલ્સ :

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

રાણીએ ટીના મલ્હોત્રાનો રોલ કર્યો હતો કે જે શાહરુખ ખાનના પ્રેમમાં પડી જાય છે. રાણીએ 1998માં આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવૉર્ડ હાસલ કર્યો હતો.

ગુલામ

ગુલામ

રાણીએ ગુલામ ફિલ્મમાં આમિર ખાન સાથે કામ કર્યું કે જેનું ગીત આતી ક્યા ખંડાલા... સુપરહિટ રહ્યું. આ ફિલ્મ વિક્રમ ભટ્ટની હતી. આ ગીતના કારણે તેઓ બૉલીવુડમાં ખંડાલા ગર્લ તરીકે જાણીતા થયા હતાં.

સાથિયા

સાથિયા

રાણીએ આ ફિલ્મમાં ડૉ. સુહાની શર્માનો રોલ કરી બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ હાસલ કર્યો હતો. રાણીએ ફિલ્મમાં વિવેક ઓબેરૉય સાથે રોમાંસ કર્યો હતો. શાદ અલી દિગ્દર્શિત અને મણિરત્નમ નિર્મિત ફિલ્મ હતી સાથિયા.

હમ તુમ

હમ તુમ

રાણી મુખર્જીએ આ ફિલ્મ બદલ બીજી વખત બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ જીત્યો હતો. રાણી સૈફ અલી ખાન સાથે હતાં. કુણાલ કોહલી દિગ્દર્શિત 2005માં રિલીઝ થયેલ હમ તુમ રોમાંટિક કૉમેડી ફિલ્મ હતી.

બંટી ઔર બબલી

બંટી ઔર બબલી

બંટી ઔર બબલી માટે પણ રાણી 2005માં બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ માટે નૉમિનેટ થયા હતાં. ફિલ્મમાં તેમના હીરો અભિષેક બચ્ચન હતાં.

કભી અલવિદા ના કહના

કભી અલવિદા ના કહના

રાણી 2006માં આ ફિલ્મ બદલ બેસ્ટ એક્ટ્રેસ ઍવૉર્ડ માટે નૉમિનેટ થયા હતાં. કરણ જૌહર નિર્મિત-દિગ્દર્શિત કભી અલવિદા ના કહના રોમાંટિક ડ્રામા હતી.

લાગા ચુનરી મેં દાગ

લાગા ચુનરી મેં દાગ

રાણીએ એક કૉલ ગર્લનો રોલ કર્યો હતો કે જેણે પૈસા માટે પરિવારને ઠુકરાવી દીધો હતો. રાણીએ આ લાગા ચુનરી મેં દાગ ફિલ્મમાં કોંકણા સેન શર્મા, અભિષેક બચ્ચન તથા કુણાલ કપૂર સાથે સ્ક્રીન શૅર કરી હતી.

સાવરિયા

સાવરિયા

રાણીએ આ ફિલ્મમાં કૅમિયો રોલ કર્યો હતો કે જે રણબીર કપૂર-સોનમ કપૂરની ડેબ્યુ ફિલ્મ હતી. સંજય લીલા ભાનુશાળી દિગ્દર્શિત સાવરિયા ફિલ્મે રાણીને 2007માં બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ઍવૉર્ડ અપાવ્યો હતો.

નો વન કિલ્ડ જેસિકા

નો વન કિલ્ડ જેસિકા

રાણીએ એક પત્રકારનો રોલ કર્યો હતો. નો વન કિલ્ડ જેસિકા ફિલ્મ મૉડેલ જેસિકા લાલના મર્ડર પર આધારિત હતી. રાણીએ વિદ્યા બાલન સાથે પહેલી વખત સ્ક્રીન શૅર કરી હતી.

તલાશ

તલાશ

રાણીએ તલાશમાં આમિર ખાનના પત્નીનો રોલ કર્યો હતો. રીમા કાગટી દિગ્દર્શિત તલાશ ફિલ્મ 2012માં રિલીઝ થઈ હતી.

બ્લૅક

બ્લૅક

બ્લૅક રાણી મુખર્જીના કૅરિયરની બેસ્ટ ફિલ્મ છે. રાણીએ બેસ્ટ એક્ટ્રેસનો ઍવૉર્ડ જીત્યો હતો. આ ફિલ્માં મેગાસ્ટાર અમિતાભ બચ્ચન રાણીના ટીચરના રોલમાં હતાં.

English summary
Actress Rani Mukherji made her Bollywood debut with the film Raja ki Aayegi Baraat in the year 1997. Rani won her first Best Actress Award in the year 2002.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X