
કોણ છે સિની શેટ્ટી, જેના શિરે સજ્યો છે મિસ ઈન્ડિયા 2022નો તાજ
મુંબઈઃ કર્ણાટકની સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો ખિતાબ જીત્યો છે. 21 વર્ષની સિનીએ 31 ફાઇનલિસ્ટને હરાવીને આ તાજ જીત્યો છે. રવિવારે મુંબઈમાં આ ભવ્ય ઈવેન્ટ યોજાઈ હતી જ્યાં સિની મિસ ઈન્ડિયા 2022 બની હતી. સિની વિશે ઘણા લોકો જાણતા નથી. ચાલો તમને મિસ ઈન્ડિયા 2022 સિની શેટ્ટી વિશે ખાસ વાતો જણાવીએ. તમને જણાવી દઈએ કે જ્યારે સિની શેટ્ટીએ મિસ ઈન્ડિયા 2022નો તાજ પહેરાવ્યો હતો ત્યારે રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની હતી અને ઉત્તર પ્રદેશની શિનાતા ચૌહાણને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી.

અકાઉન્ટિંગ અને ફાઈનાન્સમાં ગ્રેજ્યુએશન
મિસ ઈન્ડિયા બનેલી 21 વર્ષની સિની શેટ્ટી કર્ણાટકની છે. તેનો જન્મ મુંબઈમાં થયો હતો પરંતુ તેણે કર્ણાટકમાં રહીને અભ્યાસ પૂરો કર્યો હતો. તેણે એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યુ છે. તે એક માર્કેટિંગ કંપનીમાં પણ કામ કરતી હતી અને હાલમાં ચાર્ટર્ડ ફાઇનાન્સિયલ એનાલિસ્ટનો અભ્યાસ કરી રહી છે.

ડાંસનો ખૂબ જ શોખ
મિસ ઈન્ડિયા સિની શેટ્ટીને નાનપણથી જ ડાન્સનો ખૂબ શોખ છે. તેણે ચાર વર્ષની ઉંમરે નૃત્ય શીખવાનું શરૂ કર્યું અને 14 વર્ષની વયે તેણે ભરતનાટ્યમ પૂર્ણ કર્યું.

પ્રિયંકા ચોપડાને માને છે ઈન્સ્પીરેશન
એક ઈન્ટરવ્યુમાં સિનીએ જણાવ્યુ કે તે પ્રિયંકા ચોપડાની મોટી ફેન છે. પ્રિયંકાએ એક વખત કહ્યુ હતુ કે એક ગ્લાસમાં સંકોચાઈને બેસી ન જવુ જોઈએ પરંતુ એ જ ગ્લાસની કાચની દિવાલ તોડીને બહાર આવવુ જોઈએ. આ વાત હંમેશા સિનીને યાદ રહે છે.