Pics: બાપ્પાના ચરણોમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન નતમસ્તક
રાજા હોય કે રંક, ભગવાનના દરબારમાં બધા સરખા છે અને દરેકને પ્રભુના આશીર્વાદની જરૂર હોય છે. હાલમાં દેશમાં ગણેશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે. દરેક ગણપતિના ચરણોમાં વંદન કરી રહ્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચન પણ આનાથી અલગ નથી. તેઓ પણ આ પ્રસંગે મુંબઈના લાલ બાગના રાજાના દર્શન કરવા પહોંચ્યા અને ગણપતિના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા.

બાપ્પાના ચરણોમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન
બિગ બી એ સ્વયં પ્રભુના દર્શનના ફોટા ટ્વિટર પર શેર કર્યા છે. જેમાં લખ્યુ છે કે નતમસ્તક છુ હું, ચરણોમાં બાપ્પા, દયા દ્રષ્ટિ બની રહે, બધા પર તમારી.
આ પણ વાંચોઃ પીએમ મોદીના સ્કિલ ઈન્ડિયા કેમ્પેઈનના બ્રાંડ એમ્બેસેડર બન્યા અનુષ્કા-વરુણ
|
લાલ બાગના રાજા
તમને જણાવી દઈએ કે લાલબાગના રાજા મુંબઈનું સૌથી વધુ લોકપ્રિય ગણેશ મંડળ છે. તેની સ્થાપના વર્ષ 1934 માં થઈ હતી. મુંબઈના લાલબાગના રાજા પરેલમાં સ્થિત છે. તે ખૂબ જ માનક મંદિર છે. એવુ કહેવાય છે કે આ દરબારમાંથી કોઈ ખાલી હાથે નથી જતુ. અહીં માંગલી દરેક મન્નત પૂરી થાય છે.

‘નવસાચા ગણપતિ (ઈચ્છાઓની પૂર્તિ કરનારા)'
લાલ બાગના રાજાની ખ્યાતિ એ રીતે આંકી શકાય છે કે અહીં જે ચઢાવો આવે છે તે 20 થી 25 કરોડ રૂપિયાથી વધુનો હોય છે. મંડળે અત્યાર સુધી 20 કરોડ રૂપિયા (રોકડ અને સોનુ) નું દાન ભેગુ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પ્રસિદ્ધ ગણપતિને નવસાચા ગણપતિ (ઈચ્છાઓની પૂર્તિ કરનારા) ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે.
આ પણ વાંચોઃ 5 વર્ષની ઉંમરથી આ બિમારીથી પિડાય છે પ્રિયંકા ચોપડા, ટ્વિટ કરીને કર્યો ખુલાસો