• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Me Too: હવે સુભાષ ઘાઈ પણ ‘ખલનાયક', ડ્રિંકમાં ડ્રગ્ઝ મિલાવી કર્યો બળાત્કાર

|
Google Oneindia Gujarati News

તનુશ્રી અને નાનાના વિવાદ બાદ બોલિવુડની ઘણી હસ્તીઓ સામે હવે લોકોએ મોઢુ ખોલવાનું શરૂ કર્યુ છે. આલોકનાથ, કૈલાશ ખેર, વિકાસ બહેલ, રજત કપૂર, સાજિદ ખાન જેવી નામચીન હસ્તીઓ બાદ હવે યૌન શોષણનો આરોપ લાગ્યો છે હિંદી ફિલ્મોના જાણીતા નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈ ઉપર, ફિલ્મ અભિનેતા રાજકપૂર બાદ બીજા શોમેન ગણાતા સુભાષ ઘાઈ પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. કોમેડિયન ઉત્સવ ચક્રવર્તી પર યૌન શોષણને આરોપ લગાવનાર મહિલા મહિમા કુકરેજાએ પીડિતા સાથે થયેલી વાતચીતના સ્ક્રીન શોટ શેર કર્યા છે.

સુભાષ ઘાઈ પર લાગ્યો બળાત્કારનો આરોપ

સુભાષ ઘાઈ પર લાગ્યો બળાત્કારનો આરોપ

પીડિતાએ પોતાની સાથે થયેલી સમગ્ર ઘટના વિશે જણાવ્યુ છે. તે અજ્ઞાત મહિલાએ કહ્યુ કે આ વાત તે સમયની છે જ્યારે હું સુભાષ ઘાઈ સાથે એક ફિલ્મમાં કામ કરી રહી હતી. તેમણે મને કહ્યુ હતુ કે તેઓ મારી મદદ કરશે. હું નિર્દેશન ક્ષેત્રમાં કામ કરી રહી હતી. શરૂઆતમાં ઘાઈ મને રેકોર્ડિંગ સ્ટુડિયો લઈ જતા હતા અને રેકોર્ડિંગ ખતમ થવા પર તે મને ઘરે પણ છોડી દેતા હતા.

આ પણ વાંચોઃ Me Too: સુહેલ શેઠ પર 4 મહિલાઓનો યૌન શોષણનો આરોપ, જબરદસ્તી કિસ કરી, રૂમમાં બોલાવીઆ પણ વાંચોઃ Me Too: સુહેલ શેઠ પર 4 મહિલાઓનો યૌન શોષણનો આરોપ, જબરદસ્તી કિસ કરી, રૂમમાં બોલાવી

સુભાષ ઘાઈએ મને જબરદસ્તીથી કિસ કરવાની કરી કોશિશ

સુભાષ ઘાઈએ મને જબરદસ્તીથી કિસ કરવાની કરી કોશિશ

એક દિવસે તેમણે મને પોતાના લોખંડવાલા સ્થિત તેમના નાના એપાર્ટમેન્ટમાં સ્ક્રિપ્ટ સેશન માટે બોલાવી. આ બે બેડરૂમનું ઘર હતુ. જ્યાં તેઓ એકલા રહેતા હતા. તે મને તેમના બેડરૂમમા લઈ ગયા અને કહેવા લાગ્યા કે કેવી રીતે ઈન્ડસ્ટ્રીમાં તેમને બધા ખોટા સમજે છે. તેઓ રોવાનું નાટક કરવા લાગ્યા અને પોતાનું માથુ મારા ખોળામાં મૂકી દીધુ. તેઓ જ્યારે ઉઠ્યા ત્યારે મને જબરદસ્તીથી કિસ કરવા લાગ્યા. હું શોક થઈ ગઈ અને ત્યાંથી જતી રહી. આગલા દિવસે ઓફિસમાં તેમણે મને કહ્યુ કે લવર્સ વચ્ચે નોંક-ઝોંક થતી રહે છે. મારે મારા કામ પર ધ્યાન આપવુ જોઈએ.

સુભાષ ઘાઈએ ડ્રિંકમાં મિલાવી ડ્રગ્ઝ

સુભાષ ઘાઈએ ડ્રિંકમાં મિલાવી ડ્રગ્ઝ

તેના થોડા દિવસો બાદ એક સાંજે રેકોર્ડિંગ કરતા મોડી રાત થઈ ગઈ. સુભાષ ઘાઈએ ડ્રિંક લેવાનું વિચાર્યુ. તેમને વ્હીસ્કી ખૂબ પસંદ હતી. જે તેમની કારમાં હંમેશા રહેતી હતી. તેમણે મને પણ પીવા માટે આપી જેમાં તેમણે કંઈક મિલાવીને રાખ્યુ હતુ. ત્યારબાદ મને એટલુ યાદ છે કે હું તેમની કારમાં બેઠી અને મને લાગ્યુ કે તે મને ઘરે ડ્રોપ કરશે. પરંતુ તે મને હોટલમાં લઈ ગયા અને મારી હાલતનો ફાયદો ઉઠાવીને મારા પર બળાત્કાર કર્યો.

સુભાષ ઘાઈએ મારા પર બળાત્કાર કર્યોઃ પીડિતા

સુભાષ ઘાઈએ મારા પર બળાત્કાર કર્યોઃ પીડિતા

આગલી સવારે જ્યારે મારી આંખ ખુલી તો તેમણે ટોસ્ટ મંગાવ્યા અને નાસ્તો કરવા લાગ્યા. સોફા પર લાલ નિશાન હતા અને તે વિખરાયેલા હતા. મે મારી સીધી તરફ જોયુ અને મને ઉલ્ટી આવી ગઈ. તેમણે મને ઘરે ડ્રોપ કરી, હું ઓફિસ ના ગઈ પરંતુ ઓફિસથી ફોન આવ્યો કે જો હું ઓફિસ નહિ આવુ તો મને સેલેરી નહિ મળે. ત્યારબાદ હું ઓફિસ ગઈ અને એક સપ્તાહ બાદ મે નોકરી છોડી દીધી અને ત્યારબાદ હું તેમને ક્યારેય મળી નથી.

સુભાષ ઘાઈની પ્રતિક્રિયા

પોતાની ઉપર લાગેલા બળાત્કારના આરોપ પર નિર્માતા-નિર્દેશક સુભાષ ઘાઈની પ્રતિક્રિયા સામે આવી છે. ઘાઈએ આ પ્રકારના આરોપનો સ્પષ્ટ ઈનકાર કરતા કહ્યુ છે કે આજકાલ જાણીતા લોકો પર આ પ્રકારના આરોપ લગાવવા એક ફેશન બની ગઈ છે. હું તેના પર માનહાનિનો દાવો કરીશે. પોતાની વાત મીડિયા સામે રાખીને 73 વર્ષીય ઘાઈએ કહ્યુ કે આ દુખદ છે કે કોઈ પણ પ્રસિદ્ધ વ્યક્તિની છબી ખરાબ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. પહેલાની અમુક કહાનીઓને કોઈ સચ્ચાઈ વિના રજૂ કરવામાં આવી રહી છે. હું આ પ્રકારના બધા ખોટા આરોપોનું ખંડન કરુ છુ. તેમણે કહ્યુ કે જો તે આવો દાવો કરતી હોય તો તેણે અદાલતમાં જઈને તે સાબિત કરવુ જોઈએ. ન્યાય થશે અથવા હું માનહાનિનો દાવો કરીશ.

English summary
metoo movement filmmaker subhash ghai accused drugging raping woman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X